National Tourism Day 2024: રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ કેમ ઉજવાય છે? જાણો મહત્વ અને ભારતીય અર્થતંત્રમાં કેટલું યોગદાન આપે છે

Excerpt: National Tourism Day 2024 Theme, Poster: રાષ્ટ્રીય પ્રવાસ દિવસ ભારત 25 જાન્યુઆરીએ કેમ ઉજવે છે? જાણો આ દિવસના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે વિગતવાર

Excerpt: National Tourism Day 2024 Theme, Poster: રાષ્ટ્રીય પ્રવાસ દિવસ ભારત 25 જાન્યુઆરીએ કેમ ઉજવે છે? જાણો આ દિવસના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National Tourism Day | National Tourism Day 2024 | National Tourism Day In India | National Tourism Day Theme | India Tourist place | Taj Mahal | india tourist places list | National Tourism Day Wishes | National Tourism Day Celebrations

National Tourism Day : રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ભારત 25 જાન્યુઆરી એ ઉજવે છે. (Photo - Freepik)

National Tourism Day 2024: Date, Theme, Pledge, History, Significance and Importance: રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને એવા પ્રવાસીઓના સન્માનમાં ઉજવવામાં આવે છે જેઓ ભારત આવે છે અને દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા સાથે વિવિધ શહેરો અને સ્થળોની શોધ કરે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે 2024માં નેશનલ ટુરિઝમ ડેની થીમ શું છે. તેમજ તમને આ દિવસના મહત્વ વિશે જણાવીશું

Advertisment

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024 થીમ (National Tourism Day 2024 Theme)

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024 ની થીમ (National Tourism Day 2024 Theme) આ વખતે 'સસ્ટેનેબલ જર્ની, ટાઈમલેસ મેમોરીઝ' (Sustainable Journesy, Timeless Memories) છે. આનો અર્થ એ છે કે જવાબદાર અને સમજદાર મુસાફરી પર ભાર મૂકવો. આ થીમ મારફતે પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન સમજદારીભર્યા નિર્ણયો લેવા પ્રોત્સાહિત કરવાનો છે જેથી તેઓ પર્યાવરણને વધુ સારું બનાવવામાં મદદ કરી શકે. સ્થાનિક લોકોના સહયોગથી ભારતીય સંસ્કૃતિને સુરક્ષિત રાખી શકાય.

taj mahal | taj mahal photo | National Tourism Day | National Tourism Day 2024 | india tourist places list | National Tourism Day Wishes | taj mahal Tour | Taj Mahal Agra
Taj Mahal : તાજ મહેલ વિશ્વ પ્રસિદ્ધ ભારતનું પ્રવાસન સ્થળ છે. (Photo - Freepik)

રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024 નો ઇતિહાસ (National Tourism Day 2024 History)

Advertisment

રાષ્ટ્રીય પ્રવાસન દિવસની વાત કરીએ તો, ભારત સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ખાસ દિવસ પસંદ કર્યો છે. 25 જાન્યુઆરીએ સરકારે પ્રવાસન ઉજવવાનું નક્કી કર્યું. આના દ્વારા સરકારનો ઉદ્દેશ્ય દરેકને બતાવવાનો હતો કે પ્રવાસન આપણા દેશ માટે કેટલું મહત્વનું છે.

પ્રવાસન મંત્રાલયનો ઉદ્દેશ્ય દેશના અર્થતંત્રમાં પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. ટકાઉ અને ઉત્કૃષ્ઠ પ્રવાસન બનાવવા માટે નિયમો અને યોજનાઓ બનાવવી પડશે. અન્ય જૂથો સાથે ભાગીદારી કરીને, પ્રવાસન મંત્રાલયનો ઉદ્દેશ્ય વિશ્વને દેશમાં રહેલા અદ્ભુત સ્થળો વિશે જણાવવાનો છે જેથી કરીને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ભારતમાં ફરવા આવી શકે.

રાષ્ટ્રીય પ્રવાસ દિવસ 2024નું મહત્વ (National Tourism Day 2024 Significance)

ભારત એક એવો દેશ છે જ્યાં દુનિયાભરના લોકો અલગ - અલગ સ્થળોએ ફરવા માટે આવે છે. નેશનલ ટુરિઝમ ડે મારફતે આવા પ્રવાસીઓનો આભાર માનવામાં આવે છે, જેઓ દુનિયાભરમાં આપણા દેશની સુંદરતા, સંસ્કૃતિ, સભ્યતા અને ઇતિહાસનો અનુભવ કરવા માટે આવે છે.

રામ મંદિર નિર્માણથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે

25 જાન્યુઆરીએ દર વર્ષે પ્રવાસન સંબંધિત આંકડા જાહેર કરવામાં આવે છે. ભારતનો પ્રવાસન ઉદ્યોગ દેશની કુલ આવકમાં લગભગ 9.2 ટકા ફાળો આપે છે. આ ઉપરાંત, તે લગભગ 8.1 ટકા લોકો માટે રોજગારનું સાધન પણ છે. અયોધ્યામાં તાજેતરમાં અયોધ્યા રામ મંદિરના (Ayodhya Ram Mandir) નિર્માણ બાદ દુનિયાભરમાંથી રામ ભક્તો ભારત આવવાની અપેક્ષા છે. એસબીઆઈના સંશોધન મુજબ રામ મંદિરના નિર્માણથી ભારતમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો પ્રવાસન ઉદ્યોગ થશે.

ayodhya tourist places
અયોધ્યા જોવા લાયક સ્થળો (તમામ ફોટા - https://uptourism.gov.in/)

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના (World Travel and Tourism Council) જણાવ્યા અનુસાર, પ્રવાસન ક્ષેત્ર દર વર્ષે ભારતના અર્થતંત્રમાં આશરે 220 અબજ ડોલરનું યોગદાન આપે છે.

આ પણ વાંચો | અયોધ્યા માં રામ મંદિર સિવાય ક્યાં-ક્યાં ફરી શકો છો, કેવી રીતે જવાય? જોવા લાયક સ્થળ વિશે બધુ જ

ભારતમાં પ્રવાસના રાજ્યો (Tourism States In India)

વાસ્તવમાં કહેવાય છે કે, ભારતના ખુણા-ખુણામાં સુંદરતા અને મહાન સભ્યતા જોવા મળે છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે દેશના કયા રાજ્યમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે? હા, દર વર્ષે 5 લાખથી વધુ વિદેશીઓ મહારાષ્ટ્ર આવે છે. ત્યારબાદ તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હીનો નંબર આવે છે.

પ્રવાસ ટ્રેન્ડિંગ ન્યૂઝ india knowledge બિઝનેસ