Harley Davidson X440 T : હાર્લી ડેવિડસન એક્સ 440 ટી ભારતમાં લોન્ચ; પેનિક બ્રેકિંગ એલર્ટ સિસ્ટમ જેવા એડવાન્સ ફીચર્સ

Harley Davidson X440 T Features And Engine : હીરો મોટોકોર્પ અને હાર્લી-ડેવિડસન સાથે ભાગીદારીમાં બનેલી હાર્લી ડેવિડસન એક્સ 440 ટી ભારતમાં લોન્ચ થઇ છે. આ નવી બાઈકની કિંમત, એન્જિનથી લઈ એડવાન્સ ફીચર્સ સુધીની સંપૂર્ણ વિગતો અહીં ઉપલબ્ધ થશે.

Written by Ajay Saroya
December 07, 2025 15:37 IST
Harley Davidson X440 T : હાર્લી ડેવિડસન એક્સ 440 ટી ભારતમાં લોન્ચ; પેનિક બ્રેકિંગ એલર્ટ સિસ્ટમ જેવા એડવાન્સ ફીચર્સ
Harley Davidson X440 T Launch Price And Engine : હાર્લી ડેવિડસન એક્સ 440 ટી બાઈકમાં 440cc એન્જિન આવે છે.

Harley Davidson X440 T Launch Price In India : હીરો મોટોકોર્પ અને હાર્લી ડેવિડસનની ભાગીદારીમાં બનેલી પ્રીમિયમ બાઇક સિરીઝનું નવું ફ્લેગશિપ મોડેલ, હાર્લી-ડેવિડસન એક્સ 440 ટી ભારતમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ બાઇક વર્તમાન X440 લાઇનઅપમાં સૌથી ઉપર પોઝિશન આપવામાં આવી છે અને તેની કિંમત ₹2.79 લાખ, એક્સ-શોરૂમ છે. નવી X440 T માં વધુ સારા ઇલેક્ટ્રોનિક ફીચર્સ, સુધારેલી રિયર સબફ્રેમ અને નવું ટેલ સેક્શન આવે છે. ઉપરાંત, કંપનીએ હવે Denim વેરિઅન્ટ બંધ કરી દીધું છે.

Harley-Davidson X440 T ખાસિયત

  • રાઇડ બાય વાયર ટેકનોલોજી પહેલી વખત
  • 2 રાઇડિંગ મોડ્સ – રોડ અને રેઇન
  • સ્વિચ કરી શકાય તેવા ટ્રેક્શન કન્ટ્રોલ
  • સ્વિચેબલ રિયર ABS
  • પેનિક બ્રેકિંગ એલર્ટ સિસ્ટમ
  • રિવર્ક્ડ રિયર સબફ્રેમ અને નવું ટેલ સેક્શન
  • કર્વ વેટ – 192 કિલો

Harley Davidson X440 T : નવું શું છે?

હાર્લી હેવિડસન એક્સ 440 ટી બાઇકમાં સૌથી મોટો ફેરફાર તેની રાઇડ-બાય-વાયર સિસ્ટમ છે, જે હવે બાઇકને બે રાઇડિંગ મોડ્સ આપે છે – રોડ અને રેઇન. આ સિવાય ટ્રેક્શન કંટ્રોલ અને રિયર એબીએસને ઓન/ઓફ કરી શકાય છે, જે તેને આ સેગમેન્ટમાં એકદમ એડવાન્સ્ડ બનાવે છે. સલામતી વધારવા માટે, તેમાં પેનિક બ્રેકિંગ એલર્ટ સિસ્ટમ છે, જે અચાનક બ્રેક મારતી વખતે પાછળ દોડતા વાહનને ચેતવણી આપે છે.

નવી રિયર ડિઝાઇન અને વધુ આરામદાયક

હાર્લીડેવિડસને એક્સ 440 ટી માટે રિયર સબફ્રેમને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરી છે. તેમાં એક નવો ટેલ સેક્શન, રીડિઝાઇન્ડ Grab Handles, ઉત્કૃષ્ઠ Pillion Comfort આપવામાં આવ્યા છે. આ ફેરફાર સાથે, બાઇકનો રિયર લુક વધુ મસ્કુલર અને પ્રોપોર્શનલ બની ગયો છે. અગાઉ જે રિયર વ્હીલ અને ફેન્ડર વચ્ચેના અંતર વિશે જે ફરિયાદ હતી તે હવે ઘણી હદ સુધી સુધારવામાં આવી છે.

Harley Davidson X440 T : એન્જિન અને પર્ફોર્મન્સ

  • X440 T માં એ જ વિશ્વાસ એન્જિન આવે છે, જે હાલના X440 મોડલમાં આવે છે.
  • એન્જિન : 440cc, Single-Cylinder, Air/Oil Cooled
  • પાવર: 27hp
  • ટોર્કઃ 38Nm
  • ગિયરબોક્સ: 6 સ્પીડ મેન્યુઅલ
  • પર્ફોર્મન્સ મામલે આ બાઇક પહેલા જેવી જ દમદાર છે.

Denim વેરિયન્ટ બંધ થયું, હવે માત્ર Alloy Wheels

કંપનીએ ડેનિમ વેરિઅન્ટને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જે એકમાત્ર મોડેલ હતું જેને સ્પોક વ્હીલ્સ મળતા હતા. એલોય વ્હીલ્સ હવે X440 ના તમામ વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ હશે.

Harley Davidson X440 T : કિંમત (એક્સ શોરૂમ)

  • વેરિઅન્ટ્સ કિંમત
  • X440 Vivi 2.34 લાખ
  • X440 S 2.55 લાખ
  • X440 T 2.79 લાખ

Harley Davidson X440 T: કલર વિકલ્પો

ન્યૂ Harley-Davidson X440 T કલર – બ્લેક, રેડ, વાદળી અને સફેદ રંગમાં ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ