/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Raksha-Bandhan-5.jpg)
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.
HDFC Bank Stock Buy Or Sell: ભારતીય શેરબજારનો બ્લુચીપ બેન્કિંગ સ્ટોક એચડીએફસી બેંકના શેરમાં બે દિવસમાં લગભગ 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. એચડીએફસી બેંકેના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ બાદ સતત બીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો છે. બુધવારે એચડીએફસી બેંકનો શેર 8.5 ટકા તૂટ્યા બાદ ગુરુવારે પણ 3 ટકા તૂટ્યો હતો અને શેર ભાવ નીચામાં 1480 રૂપિયા બોલાયો હતો. શેર 3 ટકાના ઘટાડા સાથે 1480 રૂપિયા પર આવી ગયા છે.
નોંધનિય છે કે, એચડીએફસી બેંકે મંગળવારે ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ જાહેર કર્યા હતા, જે બજારની અપેક્ષા કરતા નબળા હતા. નબળા ત્રિમાસિક પરિણામ બાદ એચડીએફસી બેંકના શેરમાં વેચવાલી શરૂ થઇ છે. જેની પ્રતિકુળ અસર સમગ્ર બેન્કિંગ સેક્ટર અને શેરબજાર પર પણ જોવા મળી રહી છે.
સમગ્ર બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-44.jpg)
બુધવારે HDFC બેંકનો શેર 8 ટકાથી વધુ તૂટ્યો હતો, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. ગુરવારે પણ એચડીએસી બેંકનો શેર 3 ટકા ઘટીને 1491 રૂપિયા બંધ થયો છે. આ બંધ ભાવે બેંકની માર્કેટકેપ 11,32,039 કરોડ રૂપિયા રહી હતી. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં શેરનું વેઇટેજ લગભગ 14 ટકા છે, જેના કારણે બજાર પર તેની અસર જોવા મળી રહી છે. બુધવારે બેંક નિફ્ટીમાં લગભગ 3.5 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ ઇન્ડેક્સમાં લગભગ 3.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરવારે પણે બેન્કિંગ સેક્ટરમાં વેચવાલી ચાલુ રહી હતી પરિણામે બીએસઇ બેન્કેક્સ 350 ટકા કે 0.76 ટકા તૂટ્યા હતા.
એચડીએફસી બેંકના ત્રિમાસિક પરિણામ
એચડીએફસી બેંકના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ અપેક્ષા કરતા નબળાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024ના ડિસેમ્બર ક્વાર્ટરમાં ભંડોળના ઊંચા ખર્ચને કારણે ખાનગી ક્ષેત્રની દેશની સૌથી મોટી ધિરાણકર્તા HDFC બેન્કનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) ઘટ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં ઊંચી જોગવાઇ અને મંદ શેર દીઠ કમાણી (EPS) વૃદ્ધિને કારણે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. જોકે મેનેજમેન્ટે NIMમાં વધુ સુધારાની આશા વ્યક્ત કરી છે. નીચા લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) અને ડિપોઝિટ વૃદ્ધિમાં મંદીએ પણ પર્યાવરણને બગાડ્યું છે.
બ્રોકરેજ હાઉસ: એચડીએફસી બેંકનો શેર ખરીદો કે વેચાણ કે હોલ્ડ કરવો
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે એચડીએફસી બેંકના શેરમાં બાયના રેટિંગ સાથે રોકાણકારો માટે 1950 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.
તો બર્નસ્ટેઇન બ્રોકરેજ એચડીએફસી બેંકના શેર માટે 2200 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે અને આઉટપર્ફોર્મ રેટિંગ આપ્યું છે. તેવી જ રીતે મોર્ગન સ્ટેન્લીએ આ બેન્કિંગ શેરમાં ઓવરવેટ રેટિંગ સાથે 2110 રૂપિયાનો ટાર્ગેટ આપયો છે. જેફરીએ એચડીએફસી બેંકમાં બાય રેટિંગ સાથે 2000 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. તો એચએસબીસી બ્રોકરેજ ફર્મ્સે આ બેંક શેરમાં બાય રેટિંગ સાથે ભાવ 2080 રૂપિયા સુધી પહોંચવાની આગાહી કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-25T161315.104.jpg)
એચડીએફસી બેંક શેર વિશે બ્રોકરેજ હાઉસનો આઉટલૂક
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ કહે છે કે HDFC બેંકની અન્ય આવક સારી રહી છે અને લોન ગ્રોથમાં પણ સુધારો જોવા મળ્યો છે. બેંકે વધારાની તરલતા અને LCR રેશિયો ઘટાડ્યા હોવા છતાં માર્જિન મોટાભાગે ફ્લેટ (અપેક્ષાઓથી ઓછા) રહ્યા હતા. રિટેલ સેક્ટરમાં વૃદ્ધિ અને કોમર્શિયલ અને રૂરલ બેન્કિંગમાં સતત વૃદ્ધિને કારણે લોન ગ્રોથ સારો રહ્યો છે. એસેટ ક્વોલિટી રેશિયો સુધર્યો છે જ્યારે પીસીઆર પણ વધીને 75% થયો છે. બેંક ફ્લોટિંગ + આકસ્મિક જોગવાઈઓના 0.6% બફર જાળવવાનું ચાલુ રાખે છે, જે વધુ સરળતા આપે છે.
મેનેજમેન્ટે સૂચવ્યું હતું કે આગામી વર્ષમાં NIM માં ક્રમશઃ સુધારો થશે, જે બેંકને ઓપરેટિંગ લીવરેજમાં સુધારાની સાથે તંદુરસ્ત રિટર્ન રેશિયો આપવા સક્ષમ બનાવશે. અમારો અંદાજ છે કે એચડીએફસી બેંક નાણાકીય વર્ષ 2024-26 દરમિયાન 19% CAGR પર મજબૂત થાપણ વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા છે, જ્યારે લોન વૃદ્ધિ 17% CAGR પર રહેશે. એવો અંદાજ છે કે HDFC બેંક FY26E માં RoA અને RoE માં 1.9% અને 16.7% વૃદ્ધિ આપશે. બ્રોકરેજ હાઉસે 1950 રૂપિયાના ટાર્ગેટ ભાવ સાથે સ્ટોક ખરીદવાની સલાહ આપી છે.
આ પણ વાંચો | ફાસ્ટેગ યૂઝર્સ માટે મોટા સમાચાર, 31 જાન્યુઆરી બાદ બંધ થઇ જશે એકાઉન્ટ, ઝડપથી આ કામ પૂર્ણ કરો
(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ieGujarati.comના અંગત મંતવ્યો નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી .)
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us