/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/health-insurance-policy-rules.jpg)
Health Insurance Policy Rules: હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી માટે ઈરડા દ્વારા 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. (Photo: Freepik)
IRDAI Rules For Health Insurance Policy: વીમા પોલિસીધારકોના હિત માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેલવપમેન્ટ ઓથોરિટી (ઈરડા) દ્વારા ઘણા નિર્ણય લેવામાં આવ્યા છે. તેમા લાઇફ, હેલ્થ અને જનરલ ઈન્સ્યોરન્સ તમામ પ્રકારની વીમા પોલિસી સામેલ છે. નવી હેલ્થ પોલિસી સંબંધિત નવા નિયમ 1 એપ્રિલથી લાગુ થયા છે. તે અગાઉ જારી કરવામાં આવેલુ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પર નવા નિયમ લાગુ કરવા માટે વીમા કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. વીમા કંપનીઓએ કેશલેસ ઓથોરાઇઝેશનની રિક્વેસ્ટ મળ્યાના એક કલાકની અંદર અપ્રુવ કરવી પડશે. ડિસ્ચાર્જ ઈન્ટિમેશન મળ્યાના 3 કલાકની અંદર ફાઈનલ ઓથોરાઇઝેશન મંજૂર કરવી ડશે. આ બંને નિયમ લાગુ થઇ ગયા છે.
નવા નિયમના કારણે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી મોંઘી થઇ હતી
વીમા કંપનીઓનું કહેવું છે કે, નવા નિયમના કારણે પ્રીમિયમ 10 થી 15 ટકા વધી ગયું છે. મોટાભાગની કંપનીઓએ હેલ્થ પોલિસીના પ્રીમિયમ ચાલુ વર્ષે વધાર્યા છે, તેમા 14 થી 15 મેડિકલ ઈન્સ્યોરન્સ ઇન્ફ્લેશન પણ કારણભૂત છે. મનીક્ટ્રોલને સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સના એમડી અને સીઇઓ આનંદ રાયનું જણાવ્યું હતું કે, વીમા નિયામક ઈરડા એ ઈન્સ્યોરન્સ પોલિસી હોલ્ડરના હિતમાં માસ્ટર સર્ક્યુલર જારી કર્યું છે. તેમા વીમા પોલિસીના કવરેજ અને વેટિંગ પિરિયડ વિશે સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ઈરડા હેલ્થ ઈન્સ્યોરન્સ મામલે ઘણી બાબતોને સરળ બનવવા પ્રયત્નશીલ છે, પરંતુ તેનાથી ગ્રાહકે થોડુંક વધારે પ્રીમિયડ ચૂકવવું પડી રહ્યું છે.
મોરેટોરિયમ પીરિયડ 8 વર્ષના બદલે હવે 5 વર્ષ
ઈરડા એ આરોગ્ય વીમા પોલિસી પર ક્લેમ માટે મોરેટોરિયમ પીરિયડ 8 વર્ષ થી ઘટાડી 5 વર્ષનું કરી દીધું છે.
વીમા નિયામક ઈરડાના નવા નિયમ મુજબ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીનું કવરેજ સતત 60 મહિના સુધી ચાલુ રહ્યા બાદ વીમા કંપનીઓ નોન ડિસક્લોઝર, મિસ રિપ્રેઝન્ટેશનના આધાર પર કોઇ પોલિસી અને ક્લેમ અંગે પ્રશ્નાર્થ ઉભો કરી શકાશે નહીં. માત્ર છેતરપીંડિના કેસમાં તે ક્લેમ વિશે સવાર પુછવાનો અધિકાર રહેશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/health-insurance.jpg)
ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ કરવું વીમા કંપની માટે મુશ્કેલ બન્યું
નવા નિયમનો અર્થ એ છે કે, જો કોઇ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ધારકે 5 વર્ષ કરી લીધા છે તો વીમા કંપની એ આધાર પર ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે કે પોલિસી ધારકે પોતાના આરોગ્ય સ્થિતિ વિશે જાણકારી એટલે કે ડિસક્લોઝર આપ્યું નથી.વીમા કંપની સંબંધિત મોટાભાગના વિવાદનું કારણે નોન ડિસક્લોઝર છે.
જો વીમા કંપની છેતરપીંડિના આધાર પર ક્લેમ રિજેક્ટ કરે છે તો તેણે તેના પુરાવા રજૂ કરવા પડશે. જો કોઇ વ્યક્તિને કેન્સરની બીમારી છે અને તે આરોગ્ય વીમા પોલિસી ખરીદતી વખતે આ જાણકારી આપી નથી, તો તેને છેતરપીંડિ - ફ્રોડ માનવામાં આવશે. જો કોઇ પોલિસીધારકને લાગે છે કે વીમા કંપનીએ કોઇ કારણ વગર તેનો ક્લેમ રિજેક્ટ કર્યો છે તો તે વીમા લોકપાલ ઓફિસમાં તેની ફરિયાદ કરી શકે છે.
ક્લેમ ન કરવા પર વીમા પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટનો વિકલ્પ મળશે
જો પોલિસીધારક કોઇ વર્ષમાં એક પણ ક્લેમ નથી કરતો વીમા કંપનીઓ સામાન્ય રીતે કોઇ વધારાનો ચાર્જ લીધા વગર સમ ઇન્સ્યોર્ડ વધારી દે છે. હવે ઈરડા એ ઈન્સ્યોરન્સ કંપનીઓને વીમાધારકને વિકલ્પ આપવા નિર્દેશ કર્યો છે.
એટલે કે, પોલિસીધારક પોતાનું સમ ઈન્સ્યોર્ડ વધારી શકે છે અથવા પોલિસી રિન્યુઅલ કરવાના સમયે પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ નિયમથી એવા પોલિસીધારકને ફાયદો થશે, જેમણે પાછલા કેટલા વર્ષોમાં પ્રીમિયમ વધી જવાના કારણે તે પસંદ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જૂન થી ઘણી કંપનીઓએ તેમના વીમા પ્રીમિયમ 10 થી 15 ટકા સુધી વધારી દીધા છે.
આ પણ વાંચો | એલન મસ્ક, ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી કોણ બનશે દુનિયાનો પ્રથમ ખરબપતિ? રિપોર્ટમાં કરાયો દાવો
કેવા સંજોગોમાં વીમા પોલિસી રદ થઇ શકે છે
જો પોલિસીધારક વીમા કંપનીને 7 દિવસની નોટિસ આપી વર્ષમાં કોઇ પણ સમયે પોતાની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી કેન્સલ કરે છે તો કંપનીને વર્ષના બાકી બચેલા સમયગાળાનું પ્રીમિયમ પરત કરવું પડશે. વીમા નિયામક ઈરડા એ ઈન્સ્યોરન્સ કંપનીઓને બધી ઉંમરના લોકોને વીમા કવચ આપતી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી પ્રોડક્ટ આપવા નિર્દેશ કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us