/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Most-budget-friendly-bike-in-india.jpg)
Two Wheeler Motorcycle: ટુ વ્હીલર મોટરસાઇકલ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Most budget friendly bike In india: ટુ વ્હીલર સેગમેન્ટમાં મોટરસાઇકલ એટલે કે બાઇક યુવાનોમાં લોકપ્રિય છે. ઘણી ઓટો કંપનીઓ તેમની બાઇક ઓછા પેટ્રોલમાં વધુ માઇલેજ આપતી હોવાનો દાવો કરે છે. ભારતમાં માઇલેજ સાથે સાથે કિંમત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ભારતમાં હીરો મોટોકોર્પથી લઇને ટીવીએસ મોટર્સ સહિત ઘણી કંપનીઓની બજેટ મોટરસાઇકલ ઉપલબ્ધ છે. આ માઇલેજ બાઇકની રેન્જમાં અમે વાત કરી રહ્યાં છીએ ભારતની સૌથી સસ્તી બાઇક હીરો એચએફ 100 (Hero HF 100) વિશે, જે માઇલેજ ઉપરાંત કિંમત, લાઇટ વેઇટ અને સિમ્પલ ડિઝાઇન માટે નોકરીયાત લોકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
જો તમે ઓછી કિંમતમાં અને વધુ માઇલેજ આપતી નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં તમને હીરો એચએફ 100 ની કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતોની જરૂર છે.
Hero HF 100 Price : હીરો એચએફ 100 બાઇકની કિંમત
એચએફ 100 હીરો મોટોકોર્પની સૌથી સસ્તી એન્ટ્રી-લેવલ કમ્યુટર મોટરસાઇકલ છે, જે ભારતમાં સૌથી ઓછી કિંમતની બાઇક પણ છે, જે 59,018 રૂપિયા (એક્સ-શોરૂમ કિંમત પર ઉપલબ્ધ છે.
Hero HF 100 Engine : હીરો એચએફ 100 એન્જિન
હીરો એચએફ 100માં એચએફ ડિલક્સના 97.2 સીસી સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે કંપનીની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી બાઇક, હીરો સ્પ્લેન્ડરમાં પણ જોવા મળે છે. આ એન્જિનને 4-સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે જે 8000 આરપીએમ પર 8.02 પીએસ પાવર અને 6000 આરપીએમ પર 8.05 એનએમ પીક ટોર્ક જનરેટ કરવાનો દાવો કરે છે.
Hero HF 100 Mileage : હીરો એચએફ 100 માઇલેજ
હીરો એચએફ 100ની માઇલેજ અંગે કંપનીનો દાવો છે કે આ બાઇક એક લિટર પેટ્રોલ પર 70 કિમીની માઇલેજ આપે છે અને આ માઇલેજને એઆરએઆઈ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.
Hero HF 100 Bike : હીરો એચએફ 100 સસ્પેન્શન અને બ્રેક્સ
હીરો મોટોકોર્પ એચએફ 100માં આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં 2-સ્ટેપ એડજેસ્ટેબલ હાઇડ્રોલિક કોઇલ સ્પ્રિંગ આવે છે. હીરો એચએફ 100માં 18 ઇંચના એલોય વ્હીલ્સ મળે છે, જેમાં બંને બાજુ સ્લિમ 2.75-18 ટાયર લગાવવામાં આવ્યા છે. એચએફ 100 ના આગળના અને પાછળના બંને ટાયરમાં 130 મીમી ડ્રમ બ્રેક સેટઅપ છે.
હીરો એચએફ 100 ડાયમેન્શન
હીરો એચએફ 100 બાઇકનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 મિમી છે, જેની સીટની ઊંચાઈ 805 મિમી છે.
Hero HF 100 Features : હીરો એચએફ 100 ફીચર્સ
હીરો એચએફ 100 દેશની સૌથી સસ્તી ફોર સ્ટ્રોક મોટરસાઇકલ છે અને આ તેની સૌથી મોટી ખાસિયત છે. ઉપરાંત આ બાઇકમાં જે બેઝિક ફિચર્સ મળ્યા છે તેમાં એન્જિન કટ ઓફ, સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ ઓફ અને 735 એમએમ લાંબી સીટ, ડ્યુઅલ પોડ ઓલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ જેમાં સ્પીડોમીટર, ઓડોમીટર અને ફ્યુઅલ ગેજ આપવામાં આવ્યા છે.
Hero HF 100 Rival Bike : હીરો એચએફ 100 હરિફ બાઇક
હીરો એચએફ 100 બાઇકની ટક્કર હોન્ડા શાઇન 100, બજાજ પ્લેટિના 100 અને ટીવીએસ સ્પોર્ટ જેવી બાઇક સાથે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us