ઓછી કિંમતમાં હીરો બાઇક લોન્ચ, મોર્ડન લૂક અને ટ્યૂબલેસ ટાયર, જાણો તમામ વિગત

Hero HF Deluxe Pro Launch with New Updates: હીરો મોટોકોર્પે પોતાની બજેટ ફ્રેન્ડલી બાઇક હીરો એચએફ ડિલક્સનું પ્રો વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. અહીં નવી હીરો મોટરસાઇકલની કિંમતથી લઇને ફિચર્સ સુધીની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
July 23, 2025 18:52 IST
ઓછી કિંમતમાં હીરો બાઇક લોન્ચ, મોર્ડન લૂક અને ટ્યૂબલેસ ટાયર, જાણો તમામ વિગત
Hero HF Deluxe Pro Launch Price : હીરો એચએફ ડિલક્સ પ્રો બાઇક લોન્ચ થઇ છે. (Image: Hero MotoCorp)

Hero HF Deluxe Pro Launch With New Updates: હીરો મોટોકોર્પે તેની ફ્રેન્ડલી બાઇક હીરો એચએફ ડિલક્સ પ્રો (Hero HF Deluxe Pro) અપડેટ કરવાની સાથે તેનું અપડેટેડ વર્ઝન હીરો એચએફ ડિલક્સ પ્રો લોન્ચ કર્યું છે, જેમાં ડિઝાઇનથી લઇને ફિચર્સ સુધી ઘણા નવા અપડેટ્સ આપવામાં આવ્યા છે. એન્ટ્રી-લેવલ કમ્યુટર બાઇક સેગમેન્ટમાં, હીરો એચએફ ડિલક્સ પ્રોને એક ભવ્ય ડિઝાઇન, ફીચર્સ અને બેસ્ટઠ માઇલેજ સાથેના વિકલ્પ તરીકે જોઇ શકાય છે, જેમાં i3S (આઇડલ સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ), લો-ફ્રિક્શન એન્જિન અને ખાસ ડિઝાઇન કરેલા ટાયર્સ જેવા અત્યાધુનિક ફીચર્સ છે, જે તેને તેની કેટેગરીમાં સૌથી વધુ માઇલેજ પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.

Hero HF Deluxe Pro Price : હીરો એચએફ ડિલક્સ પ્રો કિંમત

હીરો મોટોકોર્પે આ એચએફ ડિલક્સ પ્રોને 73,550 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની પ્રારંભિક કિંમત સાથે બજારમાં લોન્ચ કર્યો છે, જેને દેશભરમાં હીરો મોટોકોર્પ ડીલરશીપમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

Hero HF Deluxe Pro : હીરો એચએફ ડિલક્સ પ્રોમાં નવું શું છે?

હીરો એચએફ ડિલક્સ પ્રો એક નવા અવતારમાં લોન્ચ થઇ છે, જેમાં રિફ્રેશ્ડ બોડી ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે. તેના સેગમેન્ટમાં પ્રથમ વખત, તેમાં એલઇડી હેડલેમ્પ છે, જેમાં ક્રાઉન શેપ હાઇ ઇન્ટેંસિટી પોઝિશન લેમ્પ્સ છે, જે વિઝિબિલિટીમાં સુધારો કરે છે.

શાર્પ અને એજ ગ્રાફિક્સ તેને મોર્ડન લુક આપે છે, જ્યારે ક્રોમ એક્સેન્ટ તેની પ્રીમિયમ અપીલમાં વધુ વધારો કરે છે. હીરો એચએફ ડિલક્સ પ્રોમાં એડવાન્સ્ડ ડિજિટલ સ્પીડોમીટર છે, જે તેને મોર્ડન ટચ આપે છે, જેની સાથે એક લો ફ્યૂઅલ ઇન્ડિકેટર પણ જોડવામાં આવ્યું છે.

હીરો એચએફ ડિલક્સ પ્રોના ફ્રન્ટ અને રિયરમાં 18 ઇંચ વ્યાસના ટ્યૂબલેસ ટાયર છે. બાઇકમાં આગળના ભાગમાં કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ અને પાછળના ભાગમાં 130 એમએમની ડ્રામ્સ બ્રેક આપવામાં આવી છે. બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળના ભાગમાં 2 સ્ટેપ એડજેસ્ટેબલ સસ્પેન્શન ઉમેરવામાં આવ્યું છે.

Hero HF Deluxe Pro : એન્જિન સ્પેસિફિકેશન્સ

હીરો એચએફ ડિલક્સ પ્રો બાઇક 97.2સીસી સિંગલ-સિલિન્ડર એન્જિનથી સંચાલિત થાય છે, જે 8,000 RPM પર 7.9 bhp અને 6,000 RPM પર 8.05 nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિનમાં કંપનીએ i3S (આઇડલ સ્ટોપ-સ્ટાર્ટ સિસ્ટમ), લો-ફ્રિક્શન એન્જિન અને લો રોલિંગ રેઝિસ્ટન્સવાળા ટાયર જેવા આધુનિક ફીચર્સ ઉમેર્યા છે, જે સરળ એક્સિલરેશન આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ