Vida Dirt E K3 Launch : હીરો મોટોકોર્પની બાળકો માટે ખાસ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ, 25kmph ટોપ સ્પીડ અને ઘણા એડવાન્સ ફીચર્સ

Vida Dirt.E K3 Electric Motorcycle : હીરો મોટોકોર્પની વિદા કંપનીએ Dirt.E K3 ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી છે. તેમા 3 સીટીંગ લેવલ, 500W પીક મોટર, 360Wh રિમૂવેબલ બેટરી સહિત ઘણા એડવાન્સ ફીચર્સ મળે છે.

Vida Dirt.E K3 Electric Motorcycle : હીરો મોટોકોર્પની વિદા કંપનીએ Dirt.E K3 ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી છે. તેમા 3 સીટીંગ લેવલ, 500W પીક મોટર, 360Wh રિમૂવેબલ બેટરી સહિત ઘણા એડવાન્સ ફીચર્સ મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vida Dirt E K3 Launch | Vida Dirt E K3 Price heto Vida Dirt E K3 Bike | vida electric bike | hero MotoCorp electric bike | Vida Dirt.E Bike in Gujarati

Vida Dirt E K3 Launch Price : વિદા Dirt E K3 ઇલેક્ટ્રિક બાઇક બાળકો માટે લોન્ચ થયું છે. (Photo: Vida)

Vida Dirt.E K3 Electric Motorcycle : હીરો મોટોકોર્પ ની ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદક કંપની વિદા (Vida) એ ભારતીય બજારમાં બાળકો માટે Dirt.E K3 ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક બાઇક 4 થી 10 વર્ષ સુધીની બાળકો માટે બનાવવામાં આવી છે, જે ડર્ટ બાઇકિંગની દુનિયામાં પ્રથમ પગલું મૂકવા માંગે છે. આ સાથે જ તે બ્રાન્ડની ડર્ટ બાઇક ફેમિલીની શરૂઆત પણ છે. આ Dirt.E K3 બાઇકની પહેલી ઝલક EICMA 2025માં જોવા મળી હતી.

Advertisment

Vida Dirt.E K3 : એડજસ્ટેબલ ચેસિસ

Dirt.E K3 ઇલેક્ટ્રિક બાઇકમાં એડજસ્ટેબલ ચેસિસ આપવામાં આવ્યા છે, જેનાથી વ્હીલબેસ, હેન્ડલબારની ઉંચાઇ અને રાઇટ હાઇટને કસ્ટમાઇઝ કરી શકાય છે. તેમા ત્રણ સ્ટેજનું સેટિંગ છે - સ્મોલ, મીડિયમ અને ચાર્જ, જેનાથી આ તમારા બાળક સાથે લાંબી થઇ શકે છે અને અલગ અલગ લર્નિંગ સ્ટેબ માટે યોગ્ય છે. સ્મોલ સેટિંગમાં સીટની ઉંચાઇ 454 મીમી, મીડિયમમાં 544 મીમી અને લાર્જમાં 631 MM સુધી પહોંચે છે. આટલું બધુ હોવા છતાં આ વિદા ઇલેક્ટ્રિક બાઇકનું વજન માત્ર 22 કિગ્રા છે.

Vida Dirt.E K3 : સ્પીડ

Dirt.E K3 ઇલેક્ટ્રિક બાઇકમાં ત્રણ સ્પીડ લેવલ છે : 8 km/h, 16 km/h અને 25 km/h, જેને મોબાઇલ એપ્લિકેશન વડે કન્ટ્રોલ કરી શકાય છે.

Vida Dirt.E K3 : સેફ્ટી ફીચર્સ

સેફ્ટી ફીચર્સની દ્રષ્ટિએ Dirt.E K3 માં ઘણા આવશ્યક ફીચર્સ આપવામાં આવ્યા છે. બાઇક ચલાવતી વખતે પેન્ડલ મારવા માટે રિમૂવેબલ ફુટપેગ્સ, ક્રેશની સ્થિતિમાં ઝટકો ઓછો કરવા માટે હેન્ડબાર પર ચેસ્ટ પેડ, મેગ્નેટિક કિલ સ્વિચ અને રિયર મોટર કવર. આ ઇ બાઇકમાં ડિફોલ્ટ રીતે માત્ર રિયર બ્રેક આપવામાં આવ્યા છે, પરંતુ તમે ઇચ્છો તો એસેસરીઝ તરીકે ફ્રન્ટ બ્રેક, મોટા ટાયર, રિયર સસ્પેન્શન, મોટા ફ્રન્ટ સસ્પેન્શન અને રોડ સ્પેક ટાયર્સ સાથે પણ ખરીદી શકાય છે.

Advertisment

Vida Dirt.E K3 : 500W મોટર અને 360Wh રિમૂવેબલ લિથિયમ આયન બેટરી

વિદાની આ ઇલેક્ટ્રિક બાઇકમાં 500W ની મોટર અને 360Wh ની રિમૂવેબલ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. તેમા ત્રણ રાઇડિંગ મોડ્સ છે - લો, મિડિયમ અને હાઇ, જેમા સ્પીડ લિમિટ આપવામાં આવી છે, જેથી શરૂઆતમાં બાળકો ધીમી ધીમે આત્મવિશ્વાસ સાથે બાઇક ચલાવવાનું શીખે. તેની પર્ફોર્મન્સ અને બેટરી ક્ષમતા જોતા Dirt.E K3 બાઇક ખાસ કરીને નાના ટ્રેનિંગ સેસન કે શરૂઆતના ઓફ રોડ એક્સપિરિયન્સ માટે બનાવવામાં આવી છે.

Vida Dirt.E K3 : સ્માર્ટફોન વડે સ્પીડ લિમિટ સેટ કરી શકાશે

એક કનેક્ટેડ સ્માર્ટફોન એપ મારફતે માતા પિતા આ ઇલેક્ટ્રિક બાઇકની સ્પીડ લિમિટ રેટ કરી શકે છે. એક્સેલેરેશન રિસ્પોન્સ એડજસ્ટ કરી શકે છે અને રાઇટ સ્ટેટિસ્ટિક્સ ટ્રેક કરી શકે છે. આ મોડલને ઇન્ટરનેશનલ ડિઝાઇન એવોર્ડ પણ મળ્યો છે, જેમાં રેડ ડોટ એવોર્ડ સામેલ છે.

Hero Vida Dirt.E K3 : સ્પેસિફિકેશન

  • 500W પીક મોટર
  • 360Wh રિમૂવેબલ બેટરી
  • 3 કલાકમાં 0 થી 100% બેટરી ચાર્જ
  • બેટરી કનેક્ટ કરવા માટે મેગ્નેટિક કનેક્ટર
  • 3 રાઇડિંગ મોડ્સ - Beginner, Amateur અને Pro—support
  • 8 km/h, 16 km/h અને 25 km/h સ્પીડ
  • 16 ઇંચના ટાયર
  • સિંગલ રિયર હાઇડ્રોલિક ડિસ્ક બ્રેક
બિઝનેસ Auto news electric vehicles