/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/hero-splendor-honda-shine-bajaj-platina.jpg)
Hero Splendor Plus Xtec 2.0, બજાજ પ્લેટિના અને હોન્ડ શાઈન - ત્રણેય બાઈકની ખાસિયતો જાણો અને ખરીદવાનો નિર્ણય લો. (Photo - Social Media)
Hero Splendor Plus Xtec 2.0 vs Honda Shine 100 vs Bajaj Platina: બાઇક ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી ઓટો પ્રોડક્ટ છે. બાઇક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે કોમ્યુટર સેગમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાંથી, 100 સીસી બાઇક સેગમેન્ટ કંપનીઓ માટે ખૂબ જ ખાસ છે. હીરો સ્પ્લેન્ડર આ સેગમેન્ટમાં ટોચ પર છે. સ્પ્લેન્ડર છેલ્લા 30 વર્ષથી તેના સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે.
હીરો મોટોકોર્પ એ તાજેતરમાં ભારતીય બજારમાં તેની આઇકોનિક સ્પ્લેન્ડર બાઇક, Splendor+ XTEC 2.0 નું લેટેસ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. વાસ્તવમાં, સ્પ્લેન્ડરે ભારતીય બજારમાં 30 વર્ષની શાનદાર સફર પૂરી કરી. 30મી વર્ષગાંઠની ઉજવણી માટે, કંપનીએ સ્પ્લેન્ડરને નવું વર્ઝન રજૂ કર્યું. તેમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 30મી વર્ષગાંઠના પ્રતિક રૂપ આવેલા નવા સ્પ્લેન્ડર Hero Splendor Plus Xtec 2.0 ની કિંમત 82,911 રૂપિયા (એક્સ શોરૂમ) છે.
હીરોની નવી 100 સીસી બાઈક ભારતીય બજારમાં ઉપલબ્ધ હોન્ડા શાઈન 100 અને બજાજ પ્લેટિના જેવા ટુ વ્હીલરને જોરદાર ટક્કર આપે છે. નોંધનિય છે કે, સ્પ્લેન્ડર જેમ પ્લેટિના અને શાઈન - બનં બાઇક પોત પોતાની કંપનીના સૌથી વધુ વેચાતા મોડલ છે. જો તમે નવી 100 સીસી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ તમે મૂંઝવણમાં છો કે માર્કેટમાં ઉપલબ્ધ ત્રણ, ન્યૂ સ્પ્લેન્ડર, બજાજ પ્લેટિના અને હોન્ડા શાઇન માંથી તમારા માટે શ્રેષ્ઠ બાઇક કઇ છે? તો અહીંયા બાઈકના ફીચર્સ જોઇ તમે ખરીદવાનો નિર્ણય લઇ શકશો.
New Hero Splendor vs competition: એન્જિન સ્પેક્સ અને માઇલેજ
સ્પ્લેન્ડર, શાઇન અને પ્લેટિના, આ ત્રણેય બાઇકમાં 100 સીસી સિંગલ સિલિન્ડર એર-કૂલ્ડ ટેક્નોલોજી આધારિત એન્જિન છે. પાવર અને ટોર્ક જનરેશનના સંદર્ભમાં ત્રણેય બાઇકના એન્જિન લગભગ સમાન છે. ટ્રાન્સમિશન માટે એન્જિન સાથે 4 સ્પીડ ગિયરબોક્સ જોડવામાં આવ્યું છે. તમે નીચે ચાર્જની વિગતો જોઈ શકો છો.
| સ્પેસિફિકેશન | સ્પ્લેન્ડર | શાઇન | પ્લેટિના |
|---|---|---|---|
| ડિસપ્લેસમેન્ટ | 97.2 સીસી | 98.9 સીસી | 102 સીસી |
| પાવર | 7.9 બીએચપી | 7.2 બીએચપી | 7.7 બીએચપી |
| ટોર્ક | 8 એનએમ | 8 એનએમ | 8.3 એનએમ |
| ગિયરબોક્સ | 4-સ્પીડ | 4-સ્પીડ | 4-સ્પીડ |
| માઇલેજ | 60kmpl | 68kmpl | 73kmpl |
આ પણ વાંચો | ટાટા પંચ થી મહિન્દ્રા અને સોનેટ સુધી, 8 લાખમાં ઉપલબ્ધ પાવરફુલ 8 એસયુવી કારની યાદી
ઓટો કંપનીઓ પેપર પર, પ્લેટિનામાં સૌથી વધુ ડિસપ્લેસમેન્ટ છે જ્યારે સ્પ્લેન્ડર સૌથી વધુ પાવર બનાવે છે. તે બધા લગભગ 8Nm ટોર્ક જનરેટ કરે છે, જોકે, પ્લેટિના ત્રણેય બાઇકમાં સૌથી વધુ માઇલેજ આપે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us