Hero Surge S32 Convertible Electric Scooter Unveiled : Hero MotoCorp એ ખૂબ જ ખાસ પ્રકારના ઇલેક્ટ્રિક સ્કૂટરના કોન્સેપ્ટ મોડલનું અનાવરણ કર્યું છે. બાઇક ઉત્પાદકે સ્ટાર્ટઅપ કંપની સર્જ સ્ટાર્ટઅપ સાથે મળીને ઇલેક્ટ્રિક સ્કૂટરનું કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યું છે. હીરો સર્જ કન્સેપ્ટ મોડલ (હીરો સર્જ S32) એક કન્વર્ટિબલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. જે ઈચ્છો ત્યારે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર બંને તરીકે વાપરી શકાય છે. કન્વર્ટિબલ ઇ-સ્કૂટરની પ્રથમ ઝલક તાજેતરમાં યોજાયેલી હીરો વર્લ્ડ (હીરો વર્લ્ડ 2024) ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવી હતી.
RPG ગ્રુપના ચેરમેન હર્ષ ગોએન્કાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કન્વર્ટિબલ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. તેમણે પોસ્ટ દ્વારા જણાવ્યું કે, હીરોએ થ્રી-વ્હીલરનું ખાસ પ્રકારે અનાવરણ કર્યું હતું. આ ઈલેક્ટ્રિક વાહનનો ઉપયોગ સ્કૂટરની જેમ પણ કરી શકાય છે અને જ્યારે ઈચ્છે ત્યારે રિક્ષાની જેમ પણ ચલાવી શકાય છે. એન્જિનિયરિંગની આ નવી સિદ્ધિના વખાણ કરતાં તેમણે કહ્યું કે, દેશમાં આટલી પ્રગતિ અદ્ભુત છે.
Hero Surge S32 ઈલેક્ટ્રીક રિક્ષાને 3 મિનિટમાં સ્કૂટરમાં બદલી શકાય છે
હીરો મોટોકોર્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર (સ્કૂટર) થી થ્રી-વ્હીલર (રિક્ષા) માં બદલવામાં લગભગ 3 મિનિટ લાગી શકે છે. તે ઇલેક્ટ્રિક કંટ્રોલરમાં પ્લગ કરે છે જે રાઇડરને સ્કૂટર હેન્ડલબાર દ્વારા થ્રી-વ્હીલરના નિયંત્રણોને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. સ્કૂટર અને થ્રી-વ્હીલરમાં અલગ અલગ બેટરી પેક અને મોટર્સ હોય છે.
Hero Surge S32 ફિચર્સ, સુવિધાઓ અને અન્ય વિગતો વિશે પણ જાણો
સર્જ S32 કન્વર્ટિબલ ઈ-સ્કૂટરનો ઉપયોગ રોજિંદા મુસાફરી માટે વ્યક્તિગત વાહન તરીકે થઈ શકે છે અને તેનો ઉપયોગ રિક્ષાની જેમ સામાન વહન કરવા માટે પણ થઈ શકે છે. આ વાહનના કોન્સેપ્ટ મોડલને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીનું માનવું છે કે, Surge S32 કન્વર્ટિબલ ઇ-સ્કૂટરને નાના વેપારીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો – બજેટ 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી ઈવી સેક્ટરને શું મોટી અપેક્ષાઓ છે, જાણો અહીં
આ વાહન હજુ પણ કોન્સેપ્ટ મોડલમાં ઉપલબ્ધ છે. અગાઉ, હીરોએ નવી સિરીઝ L2-5 બનાવવા માટે સરકાર સાથે કામ કર્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, હીરો ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને કન્વર્ટિબલ ઇ-સ્કૂટર્સ લોન્ચ કરવા માટે ગંભીર છે. એવી અપેક્ષા છે કે, Surge S32 કન્વર્ટિબલ ઈ-સ્કૂટરને બજારમાં પહોંચવામાં ઘણો સમય લાગશે.





