Hero Vida VX2 Plus કે TVS iQube ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર કિંમત, બેટરી રેન્જ અને ફીચર્સ મામલે શ્રેષ્ઠ છે?

Hero Vida VX2 Plus Vs TVS iQube Comparison : હીરો વીડા વી એક્સ 2 પ્લસ ઇલેક્ટ્રિક સ્કૂટરની સીધી સ્પર્ધા ટીવીએસ આઇક્યુબ સાથે છે. અહીં બંને ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત, બેટરી રેન્જ અને ફીચર્સની તુલનાત્મક જાણકારી આપવામાં આવી છે.

Written by Ajay Saroya
July 10, 2025 14:24 IST
Hero Vida VX2 Plus કે TVS iQube ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર કિંમત, બેટરી રેન્જ અને ફીચર્સ મામલે શ્રેષ્ઠ છે?
Hero Vida VX2 Plus Vs TVS iQube Comparison : હીરો વીડા વી એક્સ 2 પ્લસ અને ટીવીએસ આઈક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટરની સરખામણી. (Photo: Hero Vide/ TVS iQube)

Hero Vida VX2 Plus Vs TVS iQube Electric Scooter: હીરો મોટોકોર્પ કંપનીએ વીડા બ્રાન્ડ હેઠળ હીરો વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્કૂટર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ ઇ સ્કૂટર ઘણું સ્ટાઇલ, બેટરી પાવર, રેન્જ અને કિંમતમાં પણ વાજબી છે. એવું કહેવાય છે કે, હીરો વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્કૂટરની ટક્કર ટીવીએસ આઇક્યુબ (TVS iQube) સાથે છે. જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારો છો તો હીરો વીડા વીએક્સ 2 અને ટીવીએસ આઇક્યુબ બંને માંથી ક્યું ઇ સ્કૂટર કિંમત, બેટરી અને રેન્જ મામલે ઉત્તમ છે જાણો અહીં

Hero Vida VX2 VS TVS iQube ડિઝાઇન

લેટેસ્ટ હીવો વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્ટૂકર આકર્ષિક લૂક સાથે રજૂ કરાયું છે. વીડા વીએક્સ2 ની ડિઝાઇન લગભગ વીડા વી એક્સ 1 ઇલેક્ટ્રિક સ્કૂટર જેવી રાખવામાં આવી છે. તેમા લાંબી અને આરામદાયક સીટ મળે છે.

તો ટીવી આઇક્યુબ Electric Scooterમાં પરંપરાગત બોડી લેઆઉટ જોવા મળે છે. આથી તેનો સંપૂર્ણ દેખાવ અત્યંત આકર્ષક છે.

Hero Vida VX2 VS TVS iQube બેટરી રેન્જ

હીરો વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2 બેટરી પેક મળે છે. 2.2kWh અને 3.4kWh બેટરી સાથે તેમા રિમૂવેબલ બેટરી મળે છે. 2.2kWh બેટરી સિંગલ ચાર્જ પર 92 કિમી અને 3.4kWh બેટરી ફુલ ચાર્જિંગ પર 142 કિમીની રેન્જ આપે છે. આ રેન્જ IDC પ્રમાણિત છે.

તો ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટરના બેઝ મોડલમાં 2 બેટર પેક મળે છે. જેમા સિંગલ ચાર્જ પર 2.2kWh બેટરી 94 કિમી અને 3.1kWh બેટરી 123 કિમી રેન્જ આપે છે.

Hero Vida VX2 VS TVS iQube ફીચર્સ

હીરો વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં રિમોટ મોબિલાઇઝેશન ફીચર્સ મળે છે. જેના વડે તમે દૂર થી રિમોડ વડે ઇ સ્કૂટર બંધ કરી શકાય છે. ક્લાઉડ કનેક્ટિવિટી મારફતે સ્કૂટર ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ જાય છે. તેમાં ઉત્કૃષ્ઠ નેવિગેશ ફીચર્સ મળે છે.

ટીવીએસ આઇક્યુબ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં TBT નેવિગેશન, એન્ટી થેફ્ટ એલર્ટ, જિયો ફેંસિંગ, રિમોટ લોક અનલોક, રિજેનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ, Q પાર્ક આસિસ્ટ સાથે રાઇટની વિગત પણ ડિસ્પ્લે પર મેળવી શકાય છે.

હીરો વિડા VX2 ઇલેક્ટ્રિક સ્કૂટરની વિશેષતાઓ
Hero Vida VX2 India Launch and Price – હીરો વિડા VX2 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ – photo- gaadiwaadi

Hero Vida VX2 VS TVS iQube કિંમત

હીરો વીડા વી એક્સ 2 Electric Scooterની કિંમતની વાત કરીયે તો તેના Go વેરિયન્ટને 99490 રૂપિયા અને Plus વેરિયન્ટને 1.10 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યું છે. જો બેટરી Battery as a Service (BaaS) સબ્સક્રિપ્શન હેઠળ Go વેરિયન્ટને 59490 રૂપિયા અને Plus વેરિયન્ટને 64990 રૂપિયામાં ખરીદી શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે, હીરો મોટોકોર્પે તાજેતરમાં હીરો વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્કૂટર પર ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરી છે. આ ડિસ્કાઉન્ટ હેઠળ આ ઇલેક્ટ્રિક સ્કૂટર 15 થી 25 હજાર રૂપિયા સુધી ઓછી કિંમતે ખરીદવાની તક મળે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

તો TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટર 2.2kWh બેટરી પેક વેરિયન્ટની દિલ્હી એક્સ શોરૂમ કિંમત 95372 રૂપિયા છે. તો 3.1kWh બેટરી પેક વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 105225 રૂપિયા છે.

Hero Vida VX2 VS TVS iQube માંથી ક્યું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું?

જો તમે પાવરફુલ અને વાજબી કિંમતે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો વિચારો છો તો Hero Vida VX2 ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા વિચારી શકાય છે. બીજી તરફ TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરમાં હાઇટેક ફીચર્સ સાથે એડવાન્સ ફીચર્સ આવે છે. તમારા બજેટ, રોજિંગા વપરાશ મુજબ બંને માંથી કોઇ એક Electric Scooter ખરીદી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ