Hero Vida VX2 Introductory Discount Offer Price : હીરો મોટોકોર્પે તાજેતરમાં જ નવા હીરો વીડા વી એક્સ2 ના લોન્ચિંગ સાથે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર લાઇનઅપને અપડેટ અને વિસ્તૃત કર્યું હતું, જેનું વેચાણ માત્ર 59,490 રૂપિયાની ખૂબ જ ઓછી પ્રારંભિક કિંમતે બજારમાં રજૂ થયું હતું. હવે કંપનીએ આ સ્કૂટરની પહોંચીને મજબૂત કરવા માટે મર્યાદિત સમય માટે ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરી છે, જેમાં હીરોએ હીરો વીડા વી એક્સ2 મોડલની પ્રારંભિક કિંમત ઘટાડીને માત્ર 44,990 રૂપિયા (એક્સ શોરૂમ- દિલ્હી) કરી દીધી છે.
Hero Vida VX2 New Price : હીરો વીડા વી એક્સ 2 નવા ભાવ
BaaS મોડેલ સાથે ખરીદવા પર હીરો વીડા વી એક્સ2 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને લોન્ચ કરતી વખતે હીરો વીડા વી એક્સ2 ગો (Vida VX2 Go) વેરિઅન્ટની કિંમત BaaS સાથે 59,490 રૂપિયા અને BaaS વગર 99,490 રૂપિયા હતી, જ્યારે વીડા વીએક્સ 2 પ્લસની કિંમત BaaS સાથે 64,990 રૂપિયા અને BaaS વગર 1.10 લાખ રૂપિયા હતી.
હવે, આ મર્યાદિત સમયગાળાની પ્રારંભિક કિંમત ઓફર સાથે, વીડા વી એક્સ 2 ગોની કિંમત વધુ ઘટીને 44,990 રૂપિયા (BaaS સાથે) અને 84,990 રૂપિયા (BaaS વગર) થઈ ગઈ છે, જ્યારે વીએક્સ 2 પ્લસની કિંમત 57,990 રૂપિયા (BaaS સાથે) અને 99,990 રૂપિયા (BaaS વગર) છે.
બંને વીડા વી એક્સ 3 વેરિયન્ટની વચ્ચે મુખ્ય તફાવત બેટરી ક્ષમતા છે. Go વેરિયન્ટમાં 2.2kWh ની ક્ષમતા સાથે સિંગલ રિમૂવેબલ બેટરી પેક આપવામાં આવે છે, જ્યારે Plus વેરિયન્ટમાં 3.4kWh ની ક્ષમતા સાથે બે રિમૂવેબલ બેટરી પેક સાથે આવે છે. લેટેસ્ટ Vida VX2 Go વેરિયન્ટની રેન્જ 92 કિમી છે, જ્યારે વીડા વી એક્સ 2 પ્લસ સિંગલ ચાર્જ પર 142 કિમી દોડી કે છે (તે બંને આઇડીસી રેન્જ નંબરોનો દાવો કરે છે).
વીડા વી એક્સ 2 ડિસ્કાઉન્ટ ઓફર કેટલા સમય માટે માન્ય છે?
હીરો મોટોકોર્પે મર્યાદિત સમયગાળા માટે વીડા વી એક્સ 2 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં ઘટાડો કર્યો છે અને આ પ્રારંભિક કિંમતો મર્યાદિત સમય માટે જ માન્ય રહેશે, જોકે કંપનીએ કોઈ ચોક્કસ સમયરેખા આપી નથી, જે પછી મૂળ કિંમતો ફરીથી લાગુ કરવામાં આવશે. (Source-Autocar India)





