/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Hero-Xtreme-125R-Launch.jpg)
Hero Xtreme 125R Launch : હીરો એક્સટ્રીમ 125 બાઈક રેડ, સિલ્વર અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે. (Photo: @TheANI_Official)
Hero Xtreme 125R Launch : હીરો મોટોકોર્પે તેની લોકપ્રિય સ્પોર્ટી કમ્યુટર બાઇક એક્સટ્રીમ 125 આરનું નવું ટોપ-વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટની કિંમત 1.04 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે હવે આ બાઇકમાં ક્રૂઝ કંટ્રોલ અને ત્રણ રાઇડિંગ મોડ્સ (પાવર, રોડ અને ઇકો) જેવા એડવાન્સ ફીચર્સ છે.
ડ્યુઅલ ચેનલ ABS સાથે સેગમેન્ટની પ્રથમ બાઇક
નવી હીરો એક્સટ્રીમ 125આર ડ્યુઅલ ચેનલ ABS મેળવનારી તેના સેગમેન્ટની પ્રથમ બાઇક બની ગઈ છે. આ સિવાય તેમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક સેટઅપ પણ મળે છે, જે ડ્રાઇવિંગ વખતે સુરક્ષામાં વધુ સુધારો કરે છે.
નવા કલર અને રંગીન LCD ડિસ્પ્લે
આ વેરિઅન્ટમાં, કંપનીએ ત્રણ નવા એક્સક્લુઝિવ કલર રજૂ કર્યા છે - રેડ, સિલ્વર અને ગ્રીન, જેના પર ત્રણ લાઇટ સ્ટ્રાઇપ આપવામાં આવી છે. આ સાથે બાઇકમાં હવે કલર એલસીડી ડિસ્પ્લે પણ છે, જે અગાઉ ગ્લેમર એક્સમાં જોવા મળતી હતી.
એન્જિન અને પ્રદર્શન
આ બાઇકમાં 124.7 સીસી સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે જે 11.5 એચપી પાવર અને 10.5 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.
કિંમત અને હરિફ
નવી હીરો Xtreme 125R વેરિઅન્ટ, જેની કિંમત 1.04 લાખ રૂપિયા છે, તે હીરો એક્સટ્રીમ રેન્જનું સૌથી મોંઘું મોડેલ છે. તે તેના હરીફ ટીવીએસ રાઇડર, હોન્ડા સીબી 125 હોર્નેટ અને બજાજ પલ્સર એન 125 સાથે સ્પર્ધા કરશે. રાઇડરમાં ટીએફટી ડિસ્પ્લે હોવા છતાં, તેમાં ડ્યુઅલ-ચેનલ એબીએસ અને રાઇડ-બાય-વાયર તકનીકનો અભાવ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us