/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-85.jpg)
શશિધર જગદીશન (HDFC Bank), ઉદય કોટક (Kotak Bank), સંદીપ બક્ષી (ICICI BanK)
Highest Salary Paid Indian Banks CEO Name : ભારતમાં ઘણી કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર કે ચેરમેન વર્ષે કરોડો રૂપિયાનો પગાર મેળવે છે તે વાત સૌ જાણ છે. કરોડો રૂપિયાનો પગાર મામલે બેંકોના સીઇઓ કે એમડીઓ પણ પાછળ નથી પણ તેમના વિશે બહુ ઓછી વાત થતી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખાનગી ક્ષેત્રની HDFC બેંકના CEO અને MDનો વાર્ષિક પગાર 10 કરોડ રૂપિયાથી પણ વધારે છે. વર્ષે કરોડો રૂપિયાની સેલેરી મેળવતા ભારતીય બેંકોના CEO- MD વિશે ચાલો જાણીયે
શશિધર જગદીશન: MD અને CEO, HDFC બેંક (Sashidhar Jagdishan, MD and CEO, HDFC Bank)
પીટીઆઈના એક રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2023માં ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકના એમડી અને સીઇઓ શશિધર જગદીશન સૌથી વધુ વેતન મેળવનારા બેંક ચીફ એક્ઝિક્યુટિવ બન્યા છે. નાણાકીય વર્ષ 2023માં તેમના વેતનમાં 62 ટકાનો વધારો થયો હતો. તે વર્ષ માટે તેમને 10.55 કરોડ રૂપિયા વેતન ચૂકવવામાં આવ્યો છે.
ધ ઇકોનોમિક્સ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં આદિત્ય પુરીના સ્થાને શશિધર જગદીશની એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેમણે એચડીએફસી બેંકમાં કુલ 24 વર્ષ કામગીરી કરી છે. વાર્ષિક અહેવાલ મુજબ તેમના સંપૂર્ણ સેલેરી પેકેજમાં બેઝિક પગાર 2.82 કરોડ રૂપિયા છે જ્યારે ભથ્થાં અને અન્ય લાભો 3.31 કરોડ રૂપિયા છે. તેમજ પર્ફોર્મન્સ ઇન્સેન્ટિવ પેટે તેમને 3.63 કરોડ રૂપિયા મળે છે. નાણાંકીય વર્ષ 2021માં તેમને 1.05 કરોડ રૂપિયા કેશ વેરિયેબલ તરીકે મળ્યા હતા.
શશિધર જગદીશને મુંબઇ યુનિવર્સિટીમં સાયન્સ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. તેમજ તેઓ એક ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે ઉપરાંત તેમણે બ્રિટનની University of Sheffield માંથી ઇકોનોમિક્સ ઓફ મની, બેન્કિંગ અને ફાઇનાન્સમં માસ્ટર ડિગ્રી મેળવી છે.
અમિતાભ ચૌધરીઃ એક્સિસ બેંકના સીઇઓ (AMitabh Chaudhry, CEO, Axis Bank)
અમિતાભ ચૌધરી નાણાંકીય વર્ષ 2023માં સૌથી વધુ પગાર મેળવનાર બેંક સીઈઓની યાદીમાં બીજા ક્રમે છે. તેમને 9.75 કરોડ રૂપિયા વાર્ષિક સેલેરી મળે છે. તેમની લીડરશીપ હેઠળ એક્સિસ બેંક એક શાદાન અને સુઆયોજિત મલ્ટિ-લેયર ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામનો અમલ કરી રહી છે. જેનો ઉદ્દેશેય એક્સિસ બેંકને દેશની સૌથી મહત્વપૂર્ણ નાણાંકીય સંસ્થા બનાવવાનો છે.
અમિતાભ ચૌધરીએ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ, પિલાનીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું છે.
સંદીપ બક્ષી, સીઇઓ, આઇસીઆઇસીઆઇ બેંક (Sandeep Bakhshi, CEO, ICICI Bank)
ICICI બેંકના CEO સંદીપ બક્ષીએ નાણાંકીય વર્ષ 2023માં 9.60 કરોડ રૂપિયાનો પગાર મેળ્યો છે. સંદીપ બક્ષી વર્ષ 1986થી ICICI ગ્રુપનો હિસ્સો છે. એપ્રિલ 2002માં તેમને ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના MD અને CEO તરીકે નિમણુંક કરવામાં આવ્યા. તો ઓગસ્ટ 2010 થી જૂન 2018 સુધી તેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO પદે રહ્યા હતા. ICICI બેંકના MD અને CEO બનતા પહેલા, તેમણે બેંકમાં ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO)ની ભૂમિકા નિભાવી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમના પગારમાં 35 ટકાનો વધારો થયો છે.
સંદીપ બક્ષીએ ચંદીગઢની પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેઓ XLRI- ઝેવિયર સ્કૂલ ઑફ મેનેજમેન્ટ, જમશેદપુરમાંથી મેનેજમેન્ટમાં અનુસ્નાતક છે.
ઉદય કોટ, સીઇઓ, કોટક મહિન્દ્રા બેંક (Uday Kotak, CEO, Kotak Mahindra Bank)
ભારતીય ઉદ્યોગપતિ ઉદય કોટક ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકમાં 26 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. નાણાંકીય વર્ષ 2022-23માં તેમણે પોતાનો પગાર જતો કર્યો છે અને માત્ર 1 રૂપિયાની ટોકન સેલેરી લીધી છે.
આ પણ વાંચો | ડિજિટલ લોન શું છે? ઓનલાઇન લોન અરજી કરવી રીતે કરવી અને ક્યા ડોક્યુમેન્ટ જોઇએ? જાણો
ઉદય કોટકે સિડનહામ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેમણે 1982માં જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us