Hindenburg New Report After Adani Group: અદાણી ગ્રૂપ અંગે મોટો ખુલાસો કરનાર શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ ટૂંક સમયમાં વધુ એક ખુલાસો કરવા જઈ રહી છે. આ અંગે અટકળોએ જોર પકડ્યું છે. હિન્ડેનબર્ગે ટ્વીટ કર્યું છે કે, તેઓ ટૂંક સમયમાં વધુ એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે. આ પહેલા 24 જાન્યુઆરીએ તેણે અદાણી ગ્રૂપ વિશે ખુલાસો કર્યો હતો, જેના પછી આ ગ્રુપને મોટો ઝટકો લાગ્યો હતો. આ ખુલાસા અંગે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ પણ સમગ્ર મામલે સરકાર પાસે JPC તપાસની માંગ કરી છે.
આગામી લક્ષ્ય કોણ છે?
તેણે પોતાના ટ્વીટમાં હિંડનબર્ગનું આગામી લક્ષ્ય કોણ હશે તેની માહિતી આપી નથી. પરંતુ ગૌતમ અદાણી પર થયેલા ખુલાસા બાદ માનવામાં આવી રહ્યું છે કે, હિંડનબર્ગ વધુ એક મોટો ખુલાસો કરી શકે છે. આ અંગેની અટકળો હવેથી તેજ બની છે.
અદાણી જૂથને મોટું નુકસાન થયું હતું
હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટને કારણે ગૌતમ અદાણીને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વાત સામે આવી ત્યારે ગૌતમ અદાણીની સંપત્તિ 150 અબજ ડોલર હતી. તે સમયે તેઓ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. આ ખુલાસા સાથે, ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને $ 53 બિલિયન થઈ ગઈ અને તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 35માં નંબર પર પહોંચી ગયા.
આ પણ વાંચો – ગૌતમ અદાણીએ દર સપ્તાહે ₹ 3000 કરોડ ગુમાવ્યા, મુકેશ અંબાણીની સંપત્તિ વર્ષમાં 20 ટકા ઘટી
ઘણી કંપનીઓના રિપોર્ટ નિકાળી ચુકી છે
અદાણી ગ્રુપ એવી પહેલી કંપની નથી કે જેના વિશે હિંડનબર્ગે રિપોર્ટ બહાર પાડ્યો હોય. આ પહેલા તે બીજી ઘણી મોટી કંપનીઓના રિપોર્ટ્સ બહાર લાવી ચૂકી છે. તેના પર આરોપ છે કે, તે કંપનીઓના રિપોર્ટ્સ કાઢે છે અને જ્યારે તેના શેર્સ ઘટે છે ત્યારે તે તેને ખરીદીને નફો કમાય છે. અગાઉ હિન્ડેનબર્ગે જીનિયસ બ્રાન્ડ, આઇડિયાનોમિક, નિકોલા, SCWORX, વિન્સ ફાઇનાન્સ, જીનિયસ બ્રાન્ડ્સ, એસસી રોક્સ, એચએફ ફૂડ, બ્લૂમ એનર્જી, એફ્રિયા, ટ્વિટર ઇન્ક જેવી કંપનીઓ સામે રિપોર્ટ બહાર પાડ્યા છે.