અદાણી બાદ હવે ટીંગો ગ્રૂપ હિંડનબર્ગના નિશાને, શેરમાં એક જ દિવસમાં ધબડકો

Hindenburg Tingo Group share : અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગ રિસર્ચે ટીંગો ગ્રૂપ પર ગંભીર આક્ષેપ કરતા કંપનીને પોતે જ "એક અસાધારણ કૌભાંડ" ગણાવ્યું, આ વિવાદ બાદ કંપનીના શેરમાં એક જ દિવસમાં 48 ટકાનો મસમોટો કડાકો બોલાયો.

Hindenburg Tingo Group share : અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગ રિસર્ચે ટીંગો ગ્રૂપ પર ગંભીર આક્ષેપ કરતા કંપનીને પોતે જ "એક અસાધારણ કૌભાંડ" ગણાવ્યું, આ વિવાદ બાદ કંપનીના શેરમાં એક જ દિવસમાં 48 ટકાનો મસમોટો કડાકો બોલાયો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Hindenburg Tingo Group

હિંડનબર્ગ રિસર્ચે હવે તેના નવા રિપોર્ટમાં ટીંગો ગ્રૂપના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Hindenburg Latest Target Tingo Group: અદાણી ગ્રૂપ પર ચાર મહિના પહેલા ગંભીર આક્ષેપો કરનાર અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે હવે તેના તાજેતરના અહેવાલમાં ફિનટેક કંપની પર ગેરરીતિનો આરોપ મૂક્યો છે. હિંડનબર્ગે પોતાના નવા રિપોર્ટમાં દાવો કર્યો છે કે આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને ગલ્ફ દેશોમાં બિઝનેસ કરતી ફિનટેક ફર્મ ટિન્ગો ગ્રૂપ ન માત્ર તેના નાણાકીય આંકડાઓ હેરાફેરી જ નથી કરી, પરંતુ કાયદાકીય રીતે કરવામાં આવતા ફાઇલિંગમાં પણ ખોટી જાણકારી આપી છે. તો ટીંગો ગ્રૂપે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.

Advertisment

ટીંગો ગ્રૂપના સ્થાપક ડોજીએ ખોટા દાવાઓ કર્યા : હિંડનબર્ગ

હિંડેનબર્ગ ગ્રૂપે ટીંગો ગ્રુપના સ્થાપક ડોઝી મોબુઓસી સામે વ્યક્તિગત સ્તરે ગંભીર આરોપો પણ મૂક્યા છે. ઉદાહરણ તંરીકે, ડોઝીએ તેની પ્રોફાઈલમાં નાઈજીરીયાની પ્રથમ મોબાઈલ પેમેન્ટ એપ વિકસાવી હોવાનો દાવો કર્યો છે, જ્યારે હિંડેનબર્ગ કહે છે કે આ એપ કોઈ બીજા દ્વારા બનાવવામાં આવી હતી.

ટીંગો ગ્રુપે આરોપો ફગાવ્યા

હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપો બાદ ટીંગો ગ્રૂપે તેની સત્તાવાર વેબસાઇટ પર એક અધિકૃત્ત નિવેદન જારી કર્યું છે. ટીંગો ગ્રૂપે આ નિવેદનમાં હિંડનબર્ગ રિપોર્ટમાં કરવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા અને ખરાબ ઈરાદાથી પ્રેરિત ગણાવ્યા છે. પરંતુ તેમણે કોઈપણ આરોપોનો વ્યવસ્થિત જવાબ આપ્યો નથી. ટીંગો ગ્રૂપની વેબસાઈટ મુજબ, તે ગ્લોબલ ફિનટેક અને એગ્રી-ફિનટેક કંપનીઓનું એક જૂથ છે, જેનો બિઝનેસ આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને ગલ્ફ દેશોમાં ફેલાયેલો છે. વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે, ટીંગો મોબાઈલ, ગ્રૂપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, આફ્રિકામાં કાર્યરત અગ્રણી એગ્રી-ફિનટેક કંપની છે, જે ઇનોવેટિવ પ્રોડક્ટનો વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે.

Advertisment
,

ટીંગો ગ્રૂપના શેરમાં મોટો કડાકો

હિંડનબર્ગના ગંભીર આક્ષેપો કરતા રિપોર્ટ બાદ ટીંગો ગ્રૂપની ન્યૂ જર્સી સ્થિત હોલ્ડિંગ કંપનીના શેરમાં મોટો કડાકો બોલાયો છે. નાસ્ડેક (NASDAQ) ખાતે કંપનીના શેર મંગળવારે એક જ દિવસમાં 48.25 ટકાનો મસમોટો કડાકો બોલાયો અને તે 1.32 ડોલરના ભાવ પર બંધ થયો હતો. જ્યારે એક દિવસ પહેલા સોમવારે આ કંપનીના શેરનો બંધ ભાવ 2.55 ડોલર હતો. 5 દિવસ પહેલા એટલે કે 31 મેના રોજ આ જ શેર 3.39 ડોલરના ભાવે બંધ થયો હતો. નોંધનિય છે કે, ટીંગો ગ્રૂપ ચોથી કંપની છે જેને હિંડનબર્ગ રિસર્ચે વર્ષે 2023માં ટાર્ગેટ કરી છે. અગાઉ, આ અમેરિકન શોર્ટ સેલર ફર્મે ભારતના અદાણી ગ્રૂપ, જેક ડોર્સીની બ્લોક ઇનકોર્પોરેટેડ અને કાર્લ આઇકાનની આઇકાન એન્ટરપ્રાઇઝિસ વિશે સનસનાટીભર્યા દાવાઓ કર્યા હતા.

એરટેલે શા માટે આપી સ્પષ્ટતા?

હિંડેનબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટીંગો ગ્રૂપ પોતે જ "એક અસાધારણ કૌભાંડ" છે. હિંડેનબર્ગના જણાવ્યા અનુસાર, ટીંગોગ્રૂપે તેની ફાઇલિંગમાં દાવો કર્યો છે કે તે એરટેલના સહયોગથી નાઇજીરીયામાં મોબાઇલ વર્ચ્યુઅલ નેટવર્ક મારફતે મોબાઇલ વૉઇસ અને ડેટા સ્રવિસ પ્રદાન કરે છે, પરંતુ એરટેલ આફ્રિકાએ સ્પષ્ટ કર્યું છે કે ટીંગો મોબાઇલ (Tingo Mobile) સાથે તેના કોઇ વ્યવસાયિક સંબંધ નથી.

gautam adani વિશ્વ બિઝનેસ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ