Hindenburg Research Close: ગૌતમ અદાણી માટે ખુશખબર, હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ થશે, સ્થાપક નાથન એન્ડરસનની ઘોષણા

Hindenburg Research Shut Down: હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસને કંપની બંધ કરવાની ઘોષણા કરી છે. નોંધનિય છે કે, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશનમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.

Written by Ajay Saroya
January 16, 2025 09:42 IST
Hindenburg Research Close: ગૌતમ અદાણી માટે ખુશખબર, હિંડનબર્ગ રિસર્ચ કંપની બંધ થશે, સ્થાપક નાથન એન્ડરસનની ઘોષણા
Adani Hindenburg Research Report Row: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને કરોડોનું નુકસાન થયું હતું. (Photo: @gautam_adani/Social Media)

Hindenburg Research Shut Down: ગૌતમ અદાણી માટે ખુશખબર છે. અદાણી ગ્રૂપના કરોડો ડોલર ડુબાવનાર અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ થવા જઈ રહી છે. બુધવારે તેના ફાઉન્ડર નાથન એન્ડરસને આ વાતની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે કંપની બંધ કરવાનો નિર્ણય ઘણી વાટાઘાટો અને વિચાર કર્યા પછી લેવામાં આવ્યો છે. જો કે એન્ડરસને કંપની બંધ થવાનું કોઇ ચોક્કસ કારણ આપ્યું નથી. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે ભારતના અદાણી ગ્રૂપ અને ઇચાન એન્ટરપ્રાઇઝ સહિત અનેક કંપનીઓને અબજો ડોલરનું નુકસાન થયું હતું.

Nathan Anderson Close Hindenburg Research : નાથન એન્ડરસન હિંડનબર્ગ રિસર્ચ બંધ કરશે

નાથન એન્ડરસને બુધવારે ફર્મની વેબસાઇટ પર પોસ્ટ કરેલી એક નોંધમાં લખ્યું છે કે, “મેં ગયા વર્ષના અંતથી પરિવાર, મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું હોવાથી, હું હિન્ડેનબર્ગ રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લીધો છે.” અમે જે વિચારો પર કામ કરી રહ્યા હતા તે પૂર્ણ થવાની સાથે જ તેને બંધ કરવાની યોજના હતી. તાજેતરમાં જે પોન્ઝી કેસ અમે પૂર્ણ કર્યા છે અને નિયમનકારો સાથે શેર કરી રહ્યા છીએ તે દિવસ આજ જ છે. “અમે કેટલાંક સામ્રાજ્યોને હચમચાવી નાખ્યાં હતાં, જેને હલાવવાની અમને જરૂર લાગતી હતી.

હિન્ડેનબર્ગન મારા જીવનનું એક પ્રકરણ : નાથન એન્ડરસ

નાથન એન્ડરસને નોંધમાં વધુમાં જણાવ્યું હતું કે, “કોઈએ મને એકવાર કહ્યું હતું કે એક ચોક્કસ સમયે સફળ કારકિર્દી સ્વાર્થી કાર્ય બની જાય છે. શરૂઆતમાં, મને લાગ્યું કે મારે મારી જાત સમક્ષ કેટલીક બાબતો સાબિત કરવાની જરૂર છે. હવે છેવટે મને મારી જાતમાં થોડો આરામ મળી ગયો છે, કદાચ મારી જિંદગીમાં પહેલી જ વાર. જો મેં મારી જાતને પરવાનગી આપી હોત તો કદાચ આ બધું હું પહેલેથી જ કરી શક્યો હોત, પણ મારે પહેલાં તો ઘણું બધું સહન કરવું પડ્યું હોત. હવે હું હિંડનબર્ગને મારા જીવનનું એક પ્રકરણ ગણું છું, નહીં કે મને વ્યાખ્યાયિત કરતી કોઈ કેન્દ્રીય બાબત. ’

પરિવાર અને મિત્રો પાસે માફી માંગી

હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસને કહ્યું, “હું તે ક્ષણો માટે પરિવાર અને મિત્રોની માફી માંગવા માંગુ છું જ્યારે મેં તમારા બધાની અવગણના કરી અને મારું ધ્યાન બીજે ક્યાંક ચાલ્યું ગયું.” હું તમારા બધા સાથે વધુ સમય પસાર કરવા માટે રાહ જોઈ શકતો નથી. અંતમાં, હું અમારા વાચકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. તમારા જુસ્સાદાર સંદેશાઓએ વર્ષોથી અમને શક્તિ આપી છે. અને તે મને વારંવાર યાદ અપાવે છે કે દુનિયા સારી બાબતોથી ભરેલી છે. આ માટે આપ સૌનો આભાર. હું તેનાથી વધુની અપેક્ષા ક્યારેય રાખી શકતો નથી. આ બધી શુભેચ્છાઓ છે.

અદાણી હિંડનબર્ગ વિવાદ : Adani Hindenburg Report Row

જાન્યુઆરી 2023માં હિન્ડેનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપની કંપનીઓ પર શેરના ભાવમાં છેડછાડ કરવાનો આરોપ લગાવતા હેડલાઇન્સમાં આવી હતી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો અને અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યૂએશનમાં 140 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અરજી પણ કરવામાં આવી હતી. કોર્ટે એક સમિતિની રચના કરી હતી અને માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ