Barbie Phone : ડ્યુઅલ ડિસ્પ્લે અને પિંક થીમ વાળો HMD બાર્બી ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

HMD Barbie Phone launched: HMDએ આખરે પોતાનો નવો બાર્બી ફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. એચએમડી બાર્બી ફોન ફ્લિપ ડિઝાઇન સાથે આવે છે અને તેમાં 2.8 ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે આપવામાં આવી છે

HMD Barbie Phone launched: HMDએ આખરે પોતાનો નવો બાર્બી ફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. એચએમડી બાર્બી ફોન ફ્લિપ ડિઝાઇન સાથે આવે છે અને તેમાં 2.8 ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે આપવામાં આવી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
HMD Barbie Phone, HMD, Barbie Phone

HMD Barbie Phone launched: HMDએ આખરે પોતાનો નવો બાર્બી ફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે

HMD Barbie Phone launched: HMDએ આખરે પોતાનો નવો બાર્બી ફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. એચએમડી બાર્બી ફોન ફ્લિપ ડિઝાઇન સાથે આવે છે અને તેમાં 2.8 ઇંચની ઇન્ટરનલ ડિસ્પ્લે આપવામાં આવી છે. હેન્ડસેટમાં 1.77 ઇંચની QQVGA આઉટર સ્ક્રીન પણ છે, જેનો ઉપયોગ અરીસા તરીકે પણ કરી શકાય છે. બાર્બી ફોનને સિંગલ પિંક કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Advertisment

એચએમડીનો આ ફોન પિંક જ્વેલરી બોક્સ જેવા કેસમાં આવે છે અને તેમાં પિંક ચાર્જિંગ કેસ, પિંક કલરની બેટરી અને બેક કવર, સ્ટીકર્સ, લેનયાર્ડ્સ અને ચાર્મ્સ જેવી અન્ય એસેસરીઝ આપવામાં આવી છે. જણાવી દઈએ કે ઓગસ્ટ 2024માં આ બાર્બી ફોનને કંપનીએ વૈશ્વિક બજારમાં અને અમેરિકામાં લોન્ચ કર્યો હતો.

ભારતમાં એચએમડી બાર્બી ફોનની કિંમત

ભારતમાં એચએમડી બાર્બી ફોનની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. આ વાતની પુષ્ટિ કંપનીની એક્સ પોસ્ટ દ્વારા કરવામાં આવી છે. હેન્ડસેટ દેશમાં એચએમડી ઇન્ડિયાની વેબસાઇટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ છે. આ ફોન પાવર પિંક કલરમાં આવે છે.

બાર્બી ફોન જ્વેલરી જેવા બોક્સમાં આવે છે. તેમાં પિંક કલરની યુએસબી ટાઇપ-સી કેબલ, બે એક્સ્ટ્રા બાર્બી થીમ બેક કવર, જેમ સ્ટીકર્સ, બીડ લેનયાર્ડ્સ અને અન્ય વસ્તુઓ મળે છે.

Advertisment

એચએમડી બાર્બી ફોન ફીચર્સ

એચએમડી બાર્બી ફોનમાં 2.8 ઇંચની QVGA ઇનર સ્ક્રીન અને 1.77 ઇંચની QQVGA કવર ડિસ્પ્લે છે. સેકન્ડરી સ્ક્રીન અરીસાનું પણ કામ કરે છે. ફોનમાં Unisoc T107 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 64 એમબી રેમ અને 128 એમબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો - ભારતમાં 8000થી પણ ઓછી કિંમતમાં લોન્ચ, 5500mAhની મોટી બેટરી અને AI કેમેરા જેવા ફીચર્સ

એચએમડીનો આ બાર્બી-થીમ આધારિત પ્લિપ ફોનને S30+​ OS બેસ્ડ Barbie-themed UI સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં બાર્બી-થીમ આધારિત ઇસ્ટર એગ્સ અને બીચ-થીમ આધારિત Malibu Snake ગેમ છે. કીપેડ પણ બાર્બી પિંક શેડમાં છે અને તેમાં હિડન પામ ટ્રીઝ, હાર્ટ્સ અને ફ્લેમિંગો છે જે અંધારામાં ચમકે છે. જ્યારે પાવર ચાલુ હોય છે, ત્યારે વપરાશકર્તાઓ ફોનમાં 'Hi Barbie’ ટોન સાંભળે છે.

એચએમડી બાર્બી ફોનને પાવર આપવા માટે 1450mAhની ક્ષમતાની રિમૂવેબલ બેટરી આપવામાં આવી છે, જે પિંક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 4જી, બ્લૂટૂથ 5.0, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી આપવામાં આવી છે. ફોનમાં 0.3 મેગાપિક્સલનો રિયર કેમેરા અને એલઈડી ફ્લેશ આપવામાં આવ્યો છે. ડિવાઇસનું ડાઇમેંશન 108.4 x 55.1 x 18.9 mm છે અને તેનું વજન 123.5 ગ્રામ છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન