HMD Smartphone : એચએમડીના જાતે રીપેર કરી શકાય એવા એચએમડી પલ્સ, પલ્સ પ્રો અને પલ્સ પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો ડિટેલ્સ

HMD Smartphone : HMD Pulse+ અને HMD Pulse 24 એપ્રિલથી બજારોમાં ઉપલબ્ધ છે, અને HMD Pulse Pro 25 એપ્રિલથી વેચાણ માટે અવેલબલ છે.

HMD Smartphone : HMD Pulse+ અને HMD Pulse 24 એપ્રિલથી બજારોમાં ઉપલબ્ધ છે, અને HMD Pulse Pro 25 એપ્રિલથી વેચાણ માટે અવેલબલ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
HMD smartphone

એચએમડીના રેપેરેબલ એચએમડી પલ્સ, પલ્સ પ્રો અને પલ્સ પ્લસ સ્માર્ટફોન લોન્ચ કર્યા, જાણો ડિટેલ્સ (Image credit: HMD)

HMD Smartphone : HMD એ તેના ઓરીજીનલ એચએમડી (HMD) કલેકશન સ્માર્ટફોનનો પ્રથમ સેટ લોન્ચ કર્યો છે જેમાં ત્રણ ડિવાઇસનો સમાવેશ થાય છે. એચએમડી પલ્સ પ્રો (HMD Pulse Pro), એચએમડી પલ્સ પ્લસ (HMD Pulse Plus) અને એચએમડી પલ્સ (HMD Pulse). કંપની દાવો કરે છે કે આ ડિવાઇસ ડિઝાઇન અને અફોર્ડેબલ ક્ષમતાનું પરફેક્ટ બેલેન્સ છે.

Advertisment

HMD Pulse+ અને HMD Pulse 24 એપ્રિલથી બજારોમાં ઉપલબ્ધ છે, અને HMD Pulse Pro 25 એપ્રિલથી વેચાણ માટે અવેલબલ છે. તેમાં ગ્લેશિયર-ગ્રીન ચાર્જર આવશે. હાલમાં, આ ડિવાઇસ ભારતમાં લોન્ચ કરવામાં આવશે કે કેમ તેની કોઈ માહિતી નથી. HMD ગ્લોબલ નોકિયા -બ્રાન્ડેડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવવા માટે જાણીતું છે, અને પહેલી વાર, કંપની HMD-બ્રાન્ડેડ ડિવાઇસ લોન્ચ કરી રહી છે.

આ પણ વાંચો: Noise ColorFit Pulse 4 smartwatch : નોઇઝની બજેટ ફ્રેન્ડલી સ્માર્ટ વોચ કલરફિટ પલ્સ 4 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

એચએમડી સ્માર્ટફોન ફીચર્સ અને કિંમત

HMD પલ્સ સ્માર્ટફોનના ત્રણેય વેરિઅન્ટ્સમાં “Gen 1 રિપેરેબિલિટી” હશે જેના દ્વારા યુઝર્સ iFixit જેવા પ્લેટફોર્મ પરથી સ્પેરપાર્ટ્સ પસંદ કરી શકશે અને સ્ક્રીન અને બેટરી રિપ્લેસમેન્ટ સહિત પ્રોડક્ટને જાતે રિપેર કરી શકશે. અહીં જણાવી દઈ એ કે આ 4G સ્માર્ટફોન છે જે સ્ટોક એન્ડ્રોઇડ 14 ઓએસ પર ચાલે છે.

Advertisment

એચએમડી પલ્સ એ સિરીઝનું સૌથી સસ્તું મોડલ છે, જે અન્ય બે જેવા જ યુનિસોક ટી606 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તે યુરોપમાં €140/£100 માં અવેલેબલ છે, અને 90Hz રિફ્રેશ રેટ, 13 MP પ્રાથમિક કેમેરા અને 5,000 mAh બેટરી સાથે 6.6-ઇંચ HD ડિસ્પ્લે ઓફર કરે છે.

આ પણ વાંચો: Jio Cinema New Subscription Plan: જિયો સિનેમા પર વડાપાઉં જેટલી કિંમતમાં માણો અનલિમિટેડ મનોરંજન, એક સબ્સક્રિપ્શન પ્લાન પર 4 લોકોને એક્સેસ

HMD Pulse+ ની ખાસિયત HMD Pulse જેવી જ છે, સિવાય કે, €160/£130 કિંમતનું ડિવાઇસ 8 GB સુધીની RAM અને 128 GB ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે હાઈ -રીઝોલ્યુશન 50 MP પ્રાઈમરી કેમેરા સાથે આવે છે. HMD પલ્સ પ્રો અને પલ્સ+ વચ્ચેનો તફાવત પણ મર્યાદિત છે. પલ્સ પ્રોમાં હાઈ -રિઝોલ્યુશન 50 MP સેલ્ફી કેમેરા છે, અને 5,000 mAh બેટરી 20W ઝડપી દરે ચાર્જ થઈ શકે છે, જ્યારે અન્ય ડિવાઇસ માત્ર 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કંપનીએ પુષ્ટિ કરી છે કે તે મલ્ટી-બ્રાન્ડ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરશે જેમાં એચએમડી ગ્લોબલ ફ્યુચર ઓરિજિનલ એચએમડી-બ્રાન્ડેડ અને નોકિયા-બ્રાન્ડેડ સ્માર્ટફોન બંને લોન્ચ કરશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ