HMD Touch 4G World First Hybrid Phone : HMD એ તેનો પ્રથમ હાઇબ્રિડ ફોન HMD ટચ 4G ભારતમાં 7 ઓક્ટોબર 2025ના રોજ લોન્ચ કર્યો છે. HMD Touch 4G ભારત સહિત દુનિયાનો પ્રથમ હાઇબ્રિડ ફોન હોવાનું કહેવાય છે. નવો હેન્ડસેટ ફીચર ફોન અને સ્માર્ટફોન વચ્ચે સેતુ તરીકે કામ કરશે. ડિવાઇસમાં 3.2-ઇંચની QVGA ટચસ્ક્રીન, ડ્યુઅલ-સિમ કનેક્ટિવિટી અને ફ્લેશ યુનિટ સાથે 2 મેગાપિક્સલનો રીઅર કેમેરા છે.
લેટેસ્ટ એચએમડી ફોન 64 એમબી રેમ અને 128 એમબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવે છે. આ ડિવાઇસની કિંમત 3,999 રૂપિયા છે. આ ફોન RTOS ટચ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. આ હાઇબ્રિડ ફોનને એચએમડી ઇન્ડિયાની વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોનને સિયાન અને ડાર્ક બ્લૂ કલરમાં ખરીદી શકાય છે.
HMD Touch 4G Features And Specifications : એચએમડી ટચ 4જી ફીચર્સ અને સ્પેસિફિકેશન
એચએમડી ટચ 4જી સ્માર્ટફોનમાં 3.2 ઇંચની QVGA ટચ ડિસ્પ્લે આવે છે. આ સ્માર્ટફોન Unisoc T127 પ્રોસેસરથી સજ્જ છે. આ ફોનમાં 64MB RAM અને 128MB ઇન્ટરનલ સ્ટોરેજ આવે છે, જેને માઇક્રો એસડી કાર્ડદ્વારા 32GB સુધી વધારી શકાય છે. આ ફોન RTOS ટચ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
આ ફોનમાં 1950mAh ની બેટરી આપી છે, જે એક વખત ચાર્જ થયા બાદ 30 કલાકની બેટરી લાઇફ આપે છે. ડાયમેન્શનની વાત કરીયે તો આ ફોનની લંબાઇ 102.3 મીમી, પહોળાઇ 61.85 મીમી અને જાડાઇ 10.85 મીમી છે. આ ફોનનું વજન 100 ગ્રામ છે.
આ પણ વાંચો | 8000થી ઓછી કિંમતમાં Moto G06 Power સ્માર્ટફોન લોન્ચ,
કેમેરા સેટઅપની વાત કરીયે તો એચએમડી ટચ 4જી ફોનમાં રિયરમાં ફ્લેશસાથે 2 મેગાપિક્સલનો રિયર કેમેરા અને સેલ્ફી માટે 0.3 એમપીનો VGA ફ્રન્ટ કેમેરા આવે છે. આ ફીચર્સમાં એફએમ રેડિયો (વાયર્ડ/વાયરલેસ) અને MP3 પ્લેટર્સ સામેલ છે. આ ફોન ધૂળ અને પાણી સામે પ્રતિકાર ક્ષમતા સાથે IP52 રેટિંગ ધરાવે છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G LTE CAT4, VoLTE, વાઇ ફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ, Beidou, 3.5 મીમી ઓડિયો જેક અને યુએસબી ટાઇપ સી પોર્ટ સામેલ છે.