scorecardresearch

લોન મોડી ચૂકવવાથી થશે લાખોનું નુકસાન, કેટલા વર્ષની લોન લેવી સૌથી બેસ્ટ છે?

Loan EMI Calculation: મોટા ભાગના લોકો લોનના માસિક ઇએમઆઇ (Loan EMI) ની રકમ ઓછી રાખવાના ચક્કરમાં લોનની મુદ્દત વધારી દેતા હોય છે, આ પરિસ્થિતિમાં તેમની વ્યાજ (Interest Rate) પેટેની ચૂકવણીમાં લાખો રૂપિયાનો વધારો થઇ જાય છે.

લોન મોડી ચૂકવવાથી થશે લાખોનું નુકસાન, કેટલા વર્ષની લોન લેવી સૌથી બેસ્ટ છે?

Loan EMI Calculation: મોટા ભાગના લોકો લોનના માસિક ઇએમઆઇ (Loan EMI) ની રકમ ઓછી રાખવાના ચક્કરમાં લોનની મુદ્દત વધારી દેતા હોય છે, આ પરિસ્થિતિમાં તેમની વ્યાજ (Interest Rate) પેટેની ચૂકવણીમાં લાખો રૂપિયાનો વધારો થઇ જાય છે.

સપ્ટેમ્બરની નાણાકીય નીતિમાં, રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો વધારો કર્યો છે. મે મહિનાથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે 4 વખત રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે. વ્યાજ દરોમાં સતત વધારો થવાને કારણે મોટાભાગની નાની અને મોટી બેંકોએ હોમ લોન પર વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. હોમ લોન પરના દરમાં વધારો કરવાનો અર્થ એ છે કે હવે માસિક EMI અગાઉની સરખામણીમાં વધશે. સરળ શબ્દોમાં કહીયે તો તમે લીધેલી લોનના માસિક હપ્તાની રકમ વધી જશે. પરંતુ જો તમે EMI ઘટાડવા માટે લોનની મુદત વધારશો તો તમને લાખો રૂપિયાનું નુકસાન થશે.

લોનની મુદત લંબાવશો નહીં

સામાન્ય રીતે લોકો આવી જ ભૂલ કરતા હોય છે. ઘણા લોકો માસિક EMI ઓછી રાખવા માટે લોનની મુદત લંબાવી લે છે. ઉદાહરણ તરીકે, તેઓ 20 વર્ષના બદલે 25 વર્ષ અથવા તો 30 વર્ષ સુધીની લોનની મુદત રાખતા હોય છે. આથી તેમના માસિક લોન ઇએમઆઇની રકમ તો ઓછી થઇ જાય છે, પરંતુ કુલ વ્યાજને ઉમેરી સાથ તો લાખોનો વધારાનો બોજ પડે જાય છે. એટલે કે વ્યાજ પેટે ચૂકવાતી રકમ વધી જાય છે. તેથી, લોનની મુદત વધારવાને બદલે અલગ-અલગ બેંકોના વ્યાજ દરો તપાસવા અને તમારા માટે બેસ્ટ ડીલ શોધવાનો પ્રયાસ કરવો જોઇએ.

કેસ 1 :- 20 વર્ષ માટે 30 લાખની લોન
લોનની કુલ રકમ : 30 લાખ
લોનની મુદ્દત : 20 વર્ષ
વ્યાજદર:- 8.50% (SBI એવરેજ)
માસિક EMI:- 26033 રૂપિયો
લોનનું કુલ વ્યાજઃ- 32,48,327 રૂપિયા
ચૂકવેલી કુલ રકમઃ- 62,48,327-
કેસ 2:- 30 લાખની લોન, 25 વર્ષ માટે
લોનની કુલ રકમ:- 30 લાખ
લોનની મુદ્દત:- 25 વર્ષ
વ્યાજદર:- 8.50% (SBI એવરેજ)
માસિક EMI:- 24157 રૂપિયા
લોન પર કુલ વ્યાજઃ- 42,47,044 રૂપિયા
ચૂકવેલી કુલ રકમઃ- 72,47,044 રૂપિયા
કેસ 3:- 30 વર્ષ માટે 30 લાખની લોન
લોનની કુલ રકમ:- 30 લાખ
લોનની મુદ્દતઃ- 30 વર્ષ
વ્યાજદર:- 8.50% (SBI એવરેજ)
માસિક EMI:- 23067 રૂપિયા
લોન પર કુલ વ્યાજઃ- 53,04,266 રૂપિયા
ચૂકવેલી કુલ રકમઃ- 83,04,266 રૂપિયા

ઉપરોક્ત ગણતરીમાં, આપણે જોઈ શકીએ છીએ કે 20 વર્ષ, 25 વર્ષ અને 30 વર્ષના સમયગાળા માટે લીધેલી 30 લાખ રૂપિયાની લોન પરનો કુલ વ્યાજ અનુક્રમે 32,48,327 રૂપિયા, 42,47,044 રૂપિયા અને 53,04,266 રૂપિયા થાય છે. આમ લોનની મુદ્દત જેટલી લાંબી હશે તો તમારે વ્યાજ પેટે વધારે ચૂકવણી કરવી પડશે.

Web Title: Home loan calculation best loan tenure for financial planning

Best of Express