Home loan consolidation tips and tricks: બે હોમ લોન? તેમને એકમાં જોડો અને નાણાં બચાવો: લોન પર વ્યાજ દર ઊંચો હોય અને તમારી પાસે વધુ વ્યાજ ચૂકવવા માટે કોઈ વધારાની આવક ન હોય ત્યારે એક જ સમયે એકથી વધારે હોમ લોનની ચૂકવમી કરવી પડકારરૂપ બની શકે છે. એક કરતાં વધુ હોમ લોનના કિસ્સામાં ઘણા પડકારો હોઈ શકે છે, પરંતુ જો તમે બધી હોમ લોનને ક્લબ કરી લેશો તો, તો તમને થોડીક રાહત મળી શકે છે.
હવે પ્રશ્ન એ છે કે બંને લોનને ક્લબ કરવા ક્યાં વિકલ્પો છે? જો તમે બે અલગ-અલગ હોમ લોનને ક્લબ કરીને એક લોનમાં કનવર્ટ કરવા માંગો છો, તો તમે ડેટ કોન્સોલિડેશનની મદદથી આવું કરી શકો છો. ચાલો આપણે બે હોમ લોનને ક્લબ કરવા અને નાણાં બચાવવાની વિવિધ રીતો વિશે સમજીએ.
ડેટ કોન્સોલિડેશનના વિકલ્પ સાથે બે હોમ લોનને એકમાં કન્વર્ટ કરો
એક જ સમયે બે હોમ લોનને મેનેજ કરવા માટે ઘણી નાણાકીય શિસ્તતા અને સતર્કતાની જરૂર પડે છે. આ સાથે, વ્યાજદરોમાં થતા ફેરફારો પર નજીકથી નજર રાખવાની જરૂર છે. એ નોંધવું પણ યોગ્ય છે કે દરેક લોનમાં લોનની રકમ, ચુકવણીનો સમયગાળો અને ક્રેડિટ સ્કોરના આધારે અલગ-અલગ વ્યાજ દર હોઈ શકે છે.
લાંબા ગાળાની હોમ લોનના કિસ્સામાં, વ્યાજ દરમાં થોડો વધારો પણ તમારી બાકીની ચુકવણીની મુદત પર ઉંડી અસર કરી શકે છે. એક જ સમયે બે મોટી લોન લેવાથી નવી લોન મેળવવામાં પણ મુશ્કેલી થઇ શકે છે. જો બંને હોમ લોન એક જ બેંક અથવા નાણાકીય સંસ્થાની છે, તો એક હોમ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ અન્ય હોમ લોનને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં, ડેટ કોન્સોલિડેશનના વિકલ્પની મદદથી, બંને હોમ લોનની રકમને એકમાં મર્જ કરી શકાય છે.
સસ્તી લોન આપનાર બેંક કે ધિરાણકર્તા શોધો
તમે હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર વિકલ્પનો ઉપયોગ કરીને બે હોમ લોનને એકમાં લોનમાં ક્લબ કરી શકો છો. જો કે, સૌપ્રથમ એક સસ્તા વ્યાજદરે લોન આપતી બેંક અથવા નાણાકીય સંસ્થા શોધવી પડશે જે બે હોમ લોનને બેલેન્સ ટ્રાન્સફરનો ઉપયોગ કરીને ઓછા વ્યાજ દરે લિંક કરવાની અને તેના માટે શૂન્ય અથવા ન્યૂનતમ ચાર્જ વસૂલતી હોય. લોન આપનાર બેંક સંયુક્ત લોનની રકમ ચૂકવવા માટે તમારી ધિરાણપાત્રતા અને લોનની પાત્રતાનું મૂલ્યાંકન કરશે. ઉપરાંત, તમારે તમારી લોન ટ્રાન્સફર કરવા માટે હાલના ધિરાણકર્તા પાસેથી પણ મંજૂરી લેવાની જરૂર પડશે.
નવા ધિરાણકર્તા હાલના ધિરાણકર્તાને બંને હોમ લોનની બાકીની રકમ ચૂકવશે. તે પછી તમારી હોમ લોન ક્લબ થઇને એક લોનમાં કન્વર્ટ થઇ જશે. આ પ્રક્રિયામાંથી પસાર થયા પછી, નવા ધિરાણકર્તા પાસે એક જ હોમ લોન હશે. એકવાર હોમ લોન ક્લબ થઈ ગયા પછી હવે તમારે એક જ લોનની ચૂકવણી કરવાની રહેશે.
તમે હોમ લોન ટોપ-અપ સર્વિસનો ઉપયોગ કરો
હોમ લોનને ક્લબ કરવા માટે વધુ એક રીત છે. બીજી હોમ લોન બંધ કરવા માટે તમે તમારી હાલની કોઈપણ હોમ લોન ટોપ-અપની સર્વિસ મેળવી શકો છો. જે તમારી મિલકતોમાંથી એકને દેવું મુક્ત (ડેટ-ફ્રી) બનાવશે. જો કે, આવું ત્યારે જ શક્ય છે જો તમારી પાસે તમારી હાલની હોમ લોનમાંથી એકમાં પર્યાપ્ત ટોપ-અપ લોનની રકમની પાત્રતા હોય. આવા પ્રકારની સર્વિસ દ્વારા લોનને કોન્સોલિડેશન કરીને તમે લાંબા ગાળે તેમજ પુન:ચુકવણીના સમયગાળામાં ઘણું વ્યાજ બચાવી શકો છો.
લોન કોન્સોલિડેશનના ફાયદા
અહીં આપેલા ઉદાહરણની મદદથી, ચાલો સમજીએ કે તમે બે હોમ લોનને કોન્સોલિડેશન કરીને કેટલા નાણાં બચાવી શકો છો.
લોન કોન્સોલિડેશન થવા થતા નીચા વ્યાજ દરે નવી લોન ઓફર કરવામાં આવે છે અને તમને પુનઃચુકવણીના ઘણા બધા વિકલ્પો મળે છે. ઉપરનો ચાર્ટ આ વિકલ્પના બે ઉદાહરણો દર્શાવે છે. વિકલ્પ-1 જેમાં બે લોનને EMI સમાન રાખીને એક લોનમાં મર્જ કરવામાં આવે છે. આમ કરવાથી રિપેમેન્ટના સમયગાળો અને કુલ રિપેમેન્ટની રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે તમે ચાર્ટમાં જોઈ શકો છો. જ્યારે વિકલ્પ-2માં ચુકવણીનો સમયગાળો સમાન જ રહે છે અને લોન ક્લબ કરવામાં આવે છે. તમે ચાર્ટમાં જોઈ શકો છો કે આ વિકલ્પમાં EMI ઘટાડવામાં આવે છે અને કુલ ચુકવણીની રકમ પણ ઓછી થાય છે.
આ પણ વાંચોઃ પર્સનલ લોન લેતી વખતે આ 4 ટીપ્સ અપનાવો, નીચા વ્યાજદર અને EMIનો ફાયદો ઉઠાવો
આ બાબતો પણ ધ્યાનમાં રાખવી
તમારે ધિરાણ આપતી નાણાકીય સંસ્થામાં તપાસ કરવી જોઈએ કે તે લોન કોન્સોલિડેટનો વિકલ્પ આપવા તૈયાર છે કે કેમ. નવી લોન માટે તમારી યોગ્યતા તપાસો. બેસ્ટ વ્યાજ દરની ખાતરી કરવા માટે લોન કોન્સોલિડેશન પહેલાં ઉંચા ક્રેડિટ સ્કોરને જાળવી રાખો. હાલની હોમ લોન બંધ કરતી વખતે ધિરાણકર્તા દ્વારા વસૂલવામાં આવતી ફી અને અન્ય ચાર્જની જાણકારી મેળવો.
બે હોમ લોનને એક લોનમાં કન્વર્ટ કરવા માટે લોન કોન્સોલિડેશનનો વિકલ્પ અને બેલેન્સ ટ્રાન્સફર સંબંધિત નિયમો અને શરતો બેંકો અનુસાર અલગ-અલગ હોઈ શકે છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો