Home Loan Tips: 30 લાખની હોમ લોન 15 વર્ષથી ઓછા સમયમાં કેવી રીતે ચૂકવવી? આ બાબત ધ્યાનમાં રાખો

Home Loan EMI Payments Tips: હોમ લોન ઘર ખરીદવામાં મદદ કરે છે. જો કે ઘણી વખતે હોમ લોન ઇએમઆઈ પેમેન્ટ ચૂકવવામાં મુશ્કેલી પડે છે. ઓછા સમયમાં સરળતાથી હોમ લોન પતાવટ કરવા માટે આટલી બાબતનું ધ્યાન રાખો

Home Loan EMI Payments Tips: હોમ લોન ઘર ખરીદવામાં મદદ કરે છે. જો કે ઘણી વખતે હોમ લોન ઇએમઆઈ પેમેન્ટ ચૂકવવામાં મુશ્કેલી પડે છે. ઓછા સમયમાં સરળતાથી હોમ લોન પતાવટ કરવા માટે આટલી બાબતનું ધ્યાન રાખો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Home Loan Hidden Charges: હોમ લોન પર બેંક કેવી રીતે લૂંટે છે, જાણો ક્યા અને કેવી રીતે છુપા ચાર્જ વસૂલે છે

Home Loan EMI Payments: હોમ લોન ઇએમઆઈ પેમેન્ટ ઝડપથી ચૂકવવા લોનનો સમયગાળો ઓછો રાખવો જોઇએ. (Photo - Freepik)

Home Loan EMI Payments Tips: હોમ લોન ઘર ખરીદવામાં મદદ કરે છે. પોતાના સપનાનું ઘર ખરીદવું એ એક મોટી સિદ્ધિ છે. તેના માટે મોટું રોકાણ કરવું પડે છે. જેમની પાસે ઘર ખરીદવાની સાથે રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ છે તેમને બહુ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ જેમને ઘર ખરીદતા પહેલા ભંડોળની વ્યવસ્થા કરવા માટે બેંકો અથવા અન્ય નાણાકીય સંસ્થાઓની મદદ લેવી પડે છે. તેઓ યોગ્ય રણનીતિ અપનાવીને લોનની રકમ ચૂકવવાની સાથે પૈસા પણ બચાવી શકે છે.

Advertisment

જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને 15 વર્ષની મુદ્દત સાથે 30 લાખની હોમ લોન વિશે વિચારી રહ્યા છો, તો જો આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સમયસર લોન ચૂકવણી સાથે બચત પણ કરી શકો છો.

ટૂંકા ગાળા માટે હોમ લોન પસંદ કરો

જો તમે ઘર ખરીદવા માટે બેન્ક કે નાણાકીય સંસ્થા પાસેથી હોમ લોન લઇ રહ્યા છો, તો એક વાતનું ધ્યાન રાખો કે હોમ લોનનો સમયગાળો જેટલો વધારે હશે તેટલું વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમે ઘર ખરીદવા માટે 30 લાખની હોમ લોન માટે અરજી કરી છે. જો આ લોનની મુદત 10 વર્ષ છે, તો આ સમયગાળામાં 9 ટકાના વ્યાજ દરે કુલ 15.65 લાખ ચૂકવવા પડશે. તો આટલી જ રકમની લોનની મુદ્દત 15 વર્ષ હોય તો સમાન વ્યાજદર 24.77 લાખ અને 20 વર્ષની મુદ્દત હશે તો 34.78 લાખ રૂપિયા એટલે કે લોનની રકમ કરતાં વધુ રકમ ચૂકવવી પડશે.

Home Loan | Home Loan Interest Burden | Home Loan Interest Rate | Cheapest Home Loan | Home Loan Tips
Home Loan : હોમ લોન (Photo - Freepik)

ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે હોમ લોન પરના વ્યાજની ચુકવણી ઘટાડવા માટે શક્ય તેટલો ટૂંકો સમયગાળો રાખવો. જો આ લોન પરનો વ્યાજ દર સંપૂર્ણ મુદત માટે 9 ટકા સ્થિર નથી, એટલે કે તેમા વધારો થાય છે તો ગ્રાહકના ખિસ્સા પર બોજ પડશે. આવી સ્થિતિમાં હોમ લોન માટે અરજી કરતા પહેલા, વ્યક્તિએ જુદી જુદી બેંકોની હોમ લોન સ્કીમ જાણકારી મેળવવી જોઈએ. હકીકતમાં જુદી બેંકોની સમાન રકમ અને મુદ્તવાળી લોનના વ્યાજ દર અલગ અલગ હોઈ શકે છે.

Advertisment

આવક વધે ત્યારે લોન ઇએમઆઈનો હપ્તો વધારો

ટૂંકી મુદ્દત વાળી હોમ લોન પડકારજનક હોઈ શકે છે. હકીકતમાં ટુંકા ગાળાની લોનનો માસિક ઇએમઆઈ હપ્તો મોટો હોય છે. આથી ઘર ખરીદવાનું ઇચ્છનાર લોકો માટે ઉંચા હપ્તા ને તેમના બજેટમાં સમાયોજીત કરવું મુશ્કેલ બને છે. 15થી 20 વર્ષની મુદતની લોન માટે પરિસ્થિતિ બને તો માસિક હપ્તો ધીમે ધીમે વધે તેમ વિચાર કરી શકાય છે. આમ કરવાથી લોનની રકમ મુદત પહેલાં ચૂકવી શકાય છે.

home loan | Lowest Interest Rates | Lowest Home Loans Interest Rates | home loan emi | home loan payments
Home Loan : હોમ લોન ઘર ખરીદવામાં નાણાંકીય મદદ પુરી પાડે છે. (Photo - Freepik)Ij

લોન ઈન્સ્યોરન્સ કવર ખરીદો

જો તમે ઘર ખરીદવા માટે મોટી રકમની લોન લો છો, તો આવી સ્થિતિમાં હોમ લોન લેવી એ એક સારો વિચાર હોઈ શકે છે. આમ કર્યા બાદ કોઈ અનિચ્છનીય બનાવ બને તો બાળકોને બાકીની લોનની ચુકવણી માંથી બચાવી શકાય છે. બેન્ક ને બદલે ટર્મ ઈન્શ્યોરન્સ અલગથી ખરીદવું વધુ સારું માનવામાં આવે છે. જો તમે મુદત પહેલા લોનની રકમ અથવા બેંક બદલો છો, તો તમને તેના કવરેજનો લાભ મળતો રહેશે.

આ પણ વાંચો | ઘર ખરીદવા જોઇન્ટ હોમ લોન લઇ રહ્યા છો? કોણ Joint Home Loan માટે અરજદાર બની શકે અને ફાયદા જાણો

સંયુક્ત હોમ લોનમાં મળશે કર લાભ

સરકાર ઘર ખરીદીને પ્રોત્સાહિત કરવા માટે હોમ લોન પર કર કપાતનો લાભ આપે છે. આવકવેરા કાયદાની કલમ 24બી હેઠળ કોઇ પણ લોન લેનાર હોમ લોનના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. જો કોઈ જોબ પ્રોફેશનલ કપલ જોઈન્ટ હોમ લોન લે છે તો તેઓ સામૂહિક રીતે 4 લાખ રૂપિયા સુધી ટેક્સ ડિડક્શન તરીકે ક્લેમ કરી શકે છે. સંયુક્ત હોમ લોન વધારાના લાભો આપે છે, જેમ કે કેટલાક રાજ્યો મહિલાના નામે નોંધાયેલી સંપત્તિ માટે ઓછા સ્ટેમ્પ ચાર્જ વસૂલ કરે છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી વિસ્તારમાં પુરુષ ગ્રાહકના નામે ઘર ખરીદવા પર 6 ટકા સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે, જ્યારે એક મહિલા 4 ટકા સ્ટેમ્પ ડ્યૂટી લાગે છે.

Investment બેંક બિઝનેસ હોમ લોન