Home Loan Hidden Charges: હોમ લોન પર બેંક કેવી રીતે લૂંટે છે, જાણો ક્યા અને કેવી રીતે છુપા ચાર્જ વસૂલે છે

Home Loan Hidden Charges List: હોમ લોન પર બેંક વિવિધ છુપા ચાર્જ વસૂલે છે, જેના વિશે કસ્ટમરને પણ જાણકારી હોતી નથી. આ હિડેન ચાર્જ વિશે તમને જાણકારી હોવી જોઇએ, કારણ કે તે તમારી બચત પર સીધી અસર કરે છે.

Home Loan Hidden Charges List: હોમ લોન પર બેંક વિવિધ છુપા ચાર્જ વસૂલે છે, જેના વિશે કસ્ટમરને પણ જાણકારી હોતી નથી. આ હિડેન ચાર્જ વિશે તમને જાણકારી હોવી જોઇએ, કારણ કે તે તમારી બચત પર સીધી અસર કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Home Loan Tips | Home Loan Hidden Charges List | Home Loan Rate

Home Loan Hidden Charges List: હોમ લોન પર બેંકો વિવિધ છુપા ચાર્જ વસૂલે છે. (Photo: Freepik)

Home Loan Hidden Charges List: હોમ લોન સહિત મોટાભાગની લોન પર બેંક છુપી રીતે ચાર્જ વસૂલે છે, જેના વિશે કસ્ટમરને પણ જાણ હોતી નથી. હોમ લોન આપતી વખતે બેંકો ઘણા પ્રકારના ચાર્જ વસૂલે છે, જેના વિશે લોન ફાઈનલ થયા બાદ જ જાણ થાય છે. ભારતમાં હોમ લોન રિફાઇનાન્સ કરવું કે બેલેન્સ ટ્રાન્સફર કરવું એક સારો વિકલ્પ હોઇ શકે છે, ખાસ કરીને જ્યારે વ્યાજદર ઘટે છે. તેનાથી લોનના વ્યાજદર ઘટે છે અને લોનનો ઇએમઆઈ હપ્તો પણ ઘટે છે. પરંતુ તમે લોન રિફાઈનાન્સ કરવાનો નિર્ણય લો તેની પહેલા, આ પ્રોસેસ સંબંધિત છુપા ચાર્જ વિશે સમજી લેવું જરૂરી છે. આ ચાર્જ તમારી બચત ઘટાડી શકે છે.

Advertisment

Processing Charge : પ્રોસેસિંગ ચાર્જ

બેઝિક હોમ લોના સીઇઓ અને કો હાઉન્ડર અતુલ મોંગાના મતે રિફાઇનાન્સ કરવાના સમયે લોન એમાઉન્ટના 0.5 થી 2 ટકા સુધી પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. ઉદાહરણ તરીકે જો તમે 20 લાખ રૂપિયાની લોન લીધી છે, તો તમારે 10 થી 20 હજાર સુધી પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડી શકે છે. અલબત્ત, અમુક બેંકો પ્રમોશનલ ઓફર્સ હેઠળ ચાર્જમાં છુટછાટ પણ આપે છે, પરંતુ આ છુટછાટ બહુ ઓછી હોય છે.

Home Loan | Home Loan Rules | Home Loan EMI Payment | Home Loan Outstanding Rules | home loan emi calculator | home loan interest rate
Home Loan EMI: હોમ લોન ઇએમઆઈ સમયસર ચૂકવવો પડે છે. (Photo: Freepik)

Legal And Technical Charges : લીગલ અને ટેકનિકલ ચાર્જ

નવી બેંક કે ધિરાણકર્તા એસેટ્સની સ્થિતિ અને લિગલ ડોક્યુમેન્ટની તપસ કરે છે. તેની માટે બે મુખ્ય પ્રકારના ચાર્જ હોય છે :

લીગલ ચાર્જ : આ ફી વકીલ કે લીગલ ટીમને ચૂકવાય છે, જે પ્રોપર્ટીના ટાયટલની તપાસ કરે છે. આ ચાર્જ 5000 થી 15000 રૂપિયા જેટલો હોઇ શકે છે.

Advertisment

ટેકનિકલ ચાર્જ : આ ચાર્જ એસેટની વેલ્યૂએશન માટે વસૂલે છે. આ ચાર્જ 3000 થી 5000 જેટલો હોઇ શકે છે.

Registration And Stamp Duty : રજિસ્ટ્રેશન ચાર્જ અને સ્ટેમ્પ ડ્યૂટી

અમુક રાજ્યોમાં લોન રિફાઈનાન્સ કરવાના સમયે હાલ લોન એગ્રીમેન્ટને ફરીથી સ્ટેમ્પ અને રજિસ્ટેશન કરાવવું પડે છે. સ્ટેમ્પ ડ્યૂટી પ્રોપર્ટીની કિંમત પર નિર્ભર કરે છે અને ત 3 થી 7 ટકા સુધી હોઇ શકે છે. ઉપરાંત રજિસ્ટ્રેશન ચાર્જ પણ 50000 થી 1 ટકા સુધી હોઇ શકે છે. રાજ્યો મુજબ આ ચાર્જ અલગ અલગ હોય છે.

Prepayment Penalty : પ્રીપેમેન્ટ પેનલ્ટી

જો તમારી હાલની હોમ લોન ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ પર છે અને તમે મુદ્દત પહેલા લોન ચૂકવવા ઇચ્છો છો, તો તમારે પ્રીપેમેન્ટ પેલન્ટી ચૂકવવી પડશે. આ પેનલ્ટી લોનની બાકી રકમના 2 થી 4 ટકા સુધી હોઇ શકે છે. અલબત્ત ફ્લોટિંગ રેટ વાળી લોન પર પ્રીપેમેન્ટ પેનલ્ટી નથી લાગતી, કારણ કે આરબીઆઈ એ તેના પર રોક લગાવી શકે છે.

Administrative Charge : એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ

લોન રિફાઇનાન્સ પ્રક્રિયામાં ઘણા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, જેમ કે ઓળખપત્ર, આવકનો દાખલો, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ અને હાલની લોનના ડોક્યુમેન્ટ. આ ડોક્યુમેન્ટ એક્ત્ર કરી જમા કરવામાં અને પ્રોસેસ પૂર્ણ કરવામાં સમય અને પૈસા ખર્ચાય છે. અમુક બેંક તેના એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ વસૂલે છે.

Home Loan EMI Payments | Home Loan Tips | Home Loan EMI Payments Tips | Home Loan interest rate calculator | cheapest home loan interest rate
Home Loan EMI Payments: હોમ લોન ઇએમઆઈ પેમેન્ટ ઝડપથી ચૂકવવા લોનનો સમયગાળો ઓછો રાખવો જોઇએ. (Photo - Freepik)

Home Loan Interest Rate : વ્યાજદરમાં તફાવત

લોન રિફાઈનાન્સ કરવાના સમયે હાલની હોમ લોન અને નવી લોનના વ્યાજદર સુસંગત હોવા જરૂરી છે. જો ચાલુ લોન પુરી થવામાં હવે વધારે વર્ષ નથી તો ઓછા વ્યાજદર હોવા છતાં લોન રિફાઈનાન્સ કરવાથી ફાયદો થશે કે નહીં તે બરાબર સમજી લેવું જોઇએ.

આ પણ વાંચો | હોમ લોન, કાર કે એજ્યુકેશન લોન લેવી છે? આ 5 ભૂલ ક્યારેય ન કરવી

Credit Score : ક્રેડિટ સ્કોર પર અસર

તમે લોન માટે અરજી કરો છો ત્યારે દરેક વખત બેંક કે ધિરાણકર્તા તમારો ક્રેડિટ સ્કોર તપાસે છે. વારંવાર ક્રેડિટ સ્કોર ચેક કરવાથી તે પ્રભાવિત થાય છે અને ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે.

બેંક હોમ લોન બિઝનેસ Investment