/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bageshwar-dham-dhirendra-shastri-21.jpg)
હોમ લોનના વ્યાજ પર કર કપાત
હાલ મોટાભાગના લોકો લોન લઇને મકાન-ફ્લેટ ખરીદે છે અને હોમ લોન ઉપર ચૂકવાતા વ્યાજ પર કરમુક્તિનો લાભ મેળવે છે. ટેક્સ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર હોમ લોનધારક જેમણે તેમની મિલકત વેચી દીધી છે, તેઓ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 24(બી) હેઠળ વ્યાજ તરીકે ચૂકવવામાં આવેલી કોઈપણ રકમ પર કપાત તરીકે દાવો કરી શકે છે.
આપણે બધા જાણીયે છે કે, હોમ લોનના વ્યાજ તરીકે ચૂકવવામાં આવેલાી 2 લાખની રકમ પર કપાતનો દાવો કરી શકાય છે. જો કે આ મર્યાદા માત્ર કરદાતાના કબજામાં રહેલી મિલકતના કિસ્સામાં જ લાગુ પડે છે અને અમુક શરતોને આધીન છે. જો ધિરાણ લેનાર તેની મિલકત અન્યને વેચી દે છે, તો તેને 2 લાખ રૂપિયાની મર્યાદા લાગુ થશે નહીં.
આરએસએમ ઈન્ડિયાના સ્થાપક ડૉ. સુરેશ સુરાનાના જણાવ્યા અનુસાર, જો મિલ્કત વેચી દેવામાં આવી હોય તો હોમ લોનના વ્યાજની કપાત મર્યાદા લાગુ પડતી નથી. કરદાતા આવા કિસ્સામાં કર કપાત તરીકે સંપૂર્ણ વ્યાજનો દાવો કરી શકે છે.
ડૉ સુરાનાએ ફાઇનાન્સિયલ એક્સપ્રેસને જણાવ્યુ હતુ કે, “હોમ લોન (વ્યાજ સાથે)ની કોઈપણ ચુકવણીના સંદર્ભમાં, કરદાતા આવકવેરા કાયદાના 24(b) હેઠળ હોમ લોનના વ્યાજનો દાવો કરી શકે છે. નોંધનીય છે કે આવા વ્યાજની ચૂકવણી રૂ. 2,00,000 સુધી મર્યાદિત છે (સ્વ-કબજાવાળી મિલકતના કિસ્સામાં વિવિધ શરતોને આધિન). જો કે, મિલકત વેચી દેવામાં આવી હયો તો હોમ લોન વ્યાજ કપાતની મર્યાદા લાગુ થશે નહીં અને કરદાતા આવકવેરા કાયદાની 24(બી) હેઠળ કર કપાત તરીકે સંપૂર્ણ વ્યાજનો દાવો કરી શકે છે,"
ડૉ. સુરાનાએ વધુમાં જણાવ્યા મુજબ, હોમ લોનની મુખ્ય રકમ તેમજ નવી મિલકતની ખરીદીના સંબંધમાં સ્ટેમ્પ ડ્યુટીના મૂલ્યને આવકવેરા કાયદાની કલમ 80C (ચોક્કસ કપાત માટે કુલ મર્યાદા) હેઠળ રૂ. 1,50,000 સુધીની કપાત તરીકે દાવો કરી શકાય છે. .
જેમને ઘર ખરીદવાનું પરવડે છે તેમના માટે ભાડાની આવક એ નિયમિત નોકરી અથવા વેપાર-ધંધામાંથી નિયમિત આવકની સાથે ચોક્કસ આવક (પેસિવ ઇન્કમ) મેળવવાનો આકર્ષક માર્ગ હોઈ શકે છે
કરદાતા દ્વારા ઘર-મકાનમાંથી પ્રાપ્ત થતી કોઈપણ ભાડાની આવક પર ટેક્સ વસૂલવામાં આવે છે. કરદાતાઓ પાસે વધુમાં વધુ બે સ્વ-માલિકીની મિલકતો હોઈ શકે છે જેના માટે તેઓ શૂન્ય વાર્ષિક વેલ્યૂનો લાભ લઈ શકે છે. જો મિલકત ભાડે આપવામાં આવી હોય તો આ લાભ લાગુ પડતો નથી.
ઘરની મિલકતમાંથી થતી ભાડાની આવક માટે અલગ કપાત ઉપલબ્ધ છે. આનાથી જેમની પાસે અન્ય કોઈ આવક નથી તેવા લોકો માટે નવી કર વ્યવસ્થા હેઠળ રૂ. 10 લાખ સુધીની ભાડાની આવક કરમુક્ત બને છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us