Home Loan Rate Cute: હોમ લોન સસ્તી થઇ, 4 બેંકોએ લોનના વ્યાજદર ઘટાડ્યા

Home Loan Interest Rate Cute After RBI Repo Rate Cut: આરબીઆઈ દ્વારા રેપો રેટ 0.25 ટકા ઘટાડતા વિવિધ બેંકો દ્વારા હોમ લોન સહિત વિવિધ લોનના વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. વ્યાજદર ઘટતા લોનધારકો પર ઇએમઆઈનો બોજ ઘટશે.

Home Loan Interest Rate Cute After RBI Repo Rate Cut: આરબીઆઈ દ્વારા રેપો રેટ 0.25 ટકા ઘટાડતા વિવિધ બેંકો દ્વારા હોમ લોન સહિત વિવિધ લોનના વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. વ્યાજદર ઘટતા લોનધારકો પર ઇએમઆઈનો બોજ ઘટશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
home lone | home loan rate cut | rbi repo rate cut | rbi mpc | home loan Interest rate cut | cheapest home loan

Home Loan Rate Cut : હોમ લોનના વ્યાજદર ઘટ્યા છે. (Photo: Freepik)

Home Loan Interest Rate Cute : આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંકોએ લોનના વ્યાજદર ઘટાડી ગ્રાહકોને રાહત આપવાનું શરૂ કર્યું છે. રેપો રેટમાં ઘટાડાના થોડા કલાકોમાં જ, ચાર જાહેર ક્ષેત્રની બેંકોએ ધિરાણ દર ( હોમ લોન વ્યાજ) માં 0.25 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે . જે બેંકોએ વ્યાજ દર ઘટાડ્યા છે તેમાં પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને યુકો બેંકનો સમાવેશ થાય છે. બેંકોના આ નિર્ણયથી તેમના હાલના અને નવા લોન લેનારા ગ્રાહકો બંનેને ફાયદો થશે. ટૂંક સમયમાં અન્ય બેંકો તરફથી પણ આવી જ જાહેરાતો થવાની અપેક્ષા છે.

Advertisment

RBI Repo Rate Cut : આરબીઆઈ એ સતત બીજી વખત રેપો રેટ ઘટાડ્યો

તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2025-26 ની પ્રથમ આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠકમાં 9 એપ્રિલ 2025ના રોજ વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઇ હતી. આરબીઆઈ દ્વારા વ્યાજ દર એટલે કે રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. RBI એ આ વર્ષે બીજી વખત રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ RBIએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6.25 ટકા કર્યો હતો. એવું માનવામાં આવતું હતું કે રિઝર્વ બેંકની આ જાહેરાત પછી, ગ્રાહકોની હોમ લોન અને કાર લોન સહિત તમામ લોન પર વસૂલવામાં આવતા વ્યાજ દરો અને EMI ઘટશે.

Home loan rate cut | Home loan rate | Home loan EMI | home loan interest rate | cheapest home loan
Home Loan Rate Cut: હોમ લોનના વ્યાજદર ઘટ્યા છે. (Photo: Freepik)

કઈ બેંકે લોન કેટલી સસ્તી કરી?

ચેન્નાઈ સ્થિત ઇન્ડિયન બેંકે જણાવ્યું હતું કે તેનો રેપો રિલેટેડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ દર (RBLR) 11 એપ્રિલથી 35 બેસિસ પોઇન્ટ ઘટાડીને 8.70 ટકા કરવામાં આવશે. દરમિયાન, પંજાબ નેશનલ બેંક (PNB) એ 10 એપ્રિલ, 2025 થી RBLR 9.10 ટકાથી ઘટાડી 8.85 ટકા કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયાનો નવો RBLR 8.85 ટકા છે, જ્યારે અગાઉ 9.10 ટકા હતો. બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે નવા દરો 9 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. યુકો બેંકે જણાવ્યું હતું કે તેણે ધિરાણ દર ઘટાડીને 8.8 ટકા કર્યો છે, જે 10 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે.

લોન ઇએમઆઈ અને વ્યાજમાં કેટલી રાહત?

બેંકો દ્વારા વ્યાજમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, હોમ લોન અને ઓટો લોનના ઇએમઆઈ ઘટશે. ધારો કે તમે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, તો તમારે કુલ 240 માસિક EMI ચૂકવવા પડશે. જો આપણે પહેલો વ્યાજ દર 9% ધારીએ, તો માસિક EMI લગભગ રૂ. 26,992 થશે. જ્યારે 20 વર્ષમાં તમારે કુલ 34,78,027 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે.

Advertisment

આ પણ વાંચો | હોમ લોન EMI કેટલો ઘટશે? RBI એ રેપો રેટ ઘટાડતા 30 લાખની લોન પર કેટલી બચત થશે જાણો અહીં

રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, વ્યાજ દર 9% થી ઘટીને 8.75% થઈ જશે. આવી સ્થિતિમાં, તમારો EMI ઘટીને લગભગ 26,511 રૂપિયા થઈ જશે. તમારે દર મહિને EMI તરીકે 481 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. તમારી કુલ વ્યાજ ચુકવણી પણ 20 વર્ષમાં ઘટીને રૂ. 33,62,717 થઈ જશે. આમ તમને લગભગ 1.15 લાખ રૂપિયાની બચત થશે.

બેંક આરબીઆઇ હોમ લોન બિઝનેસ