હોમ લોન મેળવતી વખતે લીગલ વેરિફિકેશન શા માટે જરૂરી છે? જાણો તેના મહત્વ અને ફાયદાઓ

Home loan legal verification benefits: હાલ મોટાભાગના મકાનો હોમ લોન (home loan)થી ખરીદવામાં આવે છે અને તેની માટે બેન્કો દ્વારા લીગલ વેરિફિકેશન પ્રોસેસ (legal Verification process) કરવામાં આવે છે, આ પ્રક્રિયા લોન લેનાર અને લોન આપનાર બેન્કો (bank loan) બંને માટે બહુ જ મહત્વપૂર્ણ અને મદદરૂપ બની રહે છે, તો ચાલો જાણીયે લીગલ વેરિફિકેશનના ફાયદાઓ...

Written by Ajay Saroya
Updated : December 13, 2022 18:57 IST
હોમ લોન મેળવતી વખતે લીગલ વેરિફિકેશન શા માટે જરૂરી છે? જાણો તેના મહત્વ અને ફાયદાઓ

હોમ લોન કેટલીકવાર બેંક કે ફાઇનાન્સિયલ કંપનીઓ અને ઉધાર નાણાં લેનાર બંને માટે જોખમી સોદો સાબિત થાય છે. હોમ લોન માટે અરજી કરનાર અરજદાર મૂંઝવણમાં રહે છે કે, તેણે જે લોન માટે અરજી કરી છે તે ઘર કે મિલકત ખરીદવા માટે પૂરતી હશે કે કેમ? તો બીજી તરફ હોમ લોન આપતી બેન્ક કે ફાઇનાન્સિયલ કંપનીઓને એવો પણ ડર હોય છે કે લોન લેનાર લોન ચૂકવી શકશે કે નહીં? શું તે લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થશે? લોન લેનારની નાણાંકીય સદ્ધરતા જાણવા માટે તેનો CIBIL સ્કોર પણ તપાસવામાં આવે છે. હોમ લોન આપતા પહેલા બેન્કો દ્વારા કાયદાકીય અને ટેકનિકલ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. હોમ લોન આપતા પહેલા આ વેરિફિકેશન શા માટે જરૂરી અને તેના ક્યા-ક્યા ફાયદાઓ છે, ચાલો જાણીયે…

લીગલ વેરિફિકેશન પ્રોસેસ

લીગલ વેરિફિકેશનની પ્રક્રિયા એ વાતની ખાતરી કરે છે કે હોમ લોનની રજૂ કરાયેલા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે અને લોનની માંગણી કરનાર વ્યક્તિ ઉપર એવા કોઇ પણ પ્રકારના કાયદાકીય કેસ કે જવાબદારીઓ નથી જે લોન માટે જોખમી સાબિત થઇ શકે છે. આ વેરિફિકેશન પ્રોસેસ દરમિયાન, એ બાબત પણ ચકાસવામાં આવે છે કે મિલકત પર અન્ય કોઈ વ્યક્તિની માલિકી નથી. મિલકત લોન લેનાર વ્યક્તિના કબજામાં હોય છે, ઉદાહરણ તરીકે, મિલકત ગીરવે મૂકેલી નથી અથવા અન્ય કોઈ વ્યક્તિના નામે નથી.

લીગલ વેરિફિકેશન પ્રક્રિયા અત્યંત જટિલ હોવાથી તેમાં વધારે સમય લાગે છે, પરંતુ હોમ લોન આપતા પહેલા આ પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે. લીગલ વેરિફિકેશનની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ જાણો.

  • લોન લેનાર વ્યક્તિ હોમ લોન માટે અરજી કરતી વખતે બેંક અથવા લોન આપતી નાણાકીય સંસ્થાને ડોક્યુમેન્ટ સબમિટ કરે છે, ત્યાર બાદ લીગલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થાય છે.
  • જે મિલકતનું વેચાણ થઇ રહ્યુ છે તેના એગ્રીમેન્ટની ઓરિજનલ નકલ, પ્રોપર્ટી ટેક્સના પેમેન્ટની રસીદ અને મકાનની બ્લુ પ્રિન્ટ અથવા ફ્લોર પ્લાન જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
  • લોન લેનારા વ્યક્તિ જરૂરી દસ્તાવેજો સબમિટ કરે છે, ત્યારબાદ લીગલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થાય છે. ટેકનિકલ વેરિફિકેશન દરમિયાન, સંબંધિત સીલ સાથે તમામ દસ્તાવેજોની અસલ નકલો ઉપલબ્ધ કરાવવાની રહેશે.
  • તે પછી લોન આપતી બેંક અથવા ફાઇનાન્સિયલ કંપનીઓ કાયદાકીય તપાસ કરે છે. આ તબક્કામાં વકીલો જેવા નિષ્ણાતોની ટીમ દસ્તાવેજો તપાસે છે જેમાં NOC, ટાઇટલ ડીડ વગેરેનો સમાવેશ થાય છે.
  • લીગલ વેરિફિકેશનની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ થાય છે. આ પ્રક્રિયામાં પ્રથમ પગલું મિલકતનું મૂલ્યાંકન કરવાનું છે. ત્યાર બાદ બીજા તબક્કામાં ટાઈટલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

ટેકનિકલ વેરિફિકેશન

લીગલ વેરિફિકેશન પ્રોસેસ થયા બાદ ટેકનિકલ વેરિફિકેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં હોમ લોન આપતા પહેલા પ્રોપર્ટીના ભૌતિક અસ્તિત્વ અને સ્થિતિની તપાસ કરવામાં આવે છે. નિષ્ણાતોની ટીમ પ્રોપર્ટી જ્યાં આવેલી છે તે સ્થળની મુલાકાત લે છે અને તેનું મૂલ્યાંકન કરે છે. તેમાં લોન લેનારા દ્વારા માંગણી કરાયેલી લોનની રકમ અને મિલકતની કિંમતનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

લીગલ વેરિફિકેશન શા માટે જરૂરી છે?

હોમ લોન આપતા પહેલા બેન્કો અને નાણાકીય કંપનીઓ દ્વારા લીગલ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. આ લીગલ વેરિફિકેશન ઘણી રીતે મહત્વપૂર્ણ છે, ચાલો જાણીએ.

નાણાંકીય સુરક્ષા

બેન્કો અને ફાઇનાન્સિયલ કંપનઓ દ્વારા હોમ લોન આપતા પહેલા લીગલ વેરિફિકેશન પ્રોસેસ કરવી બહું જ જરૂરી છે. કારણ કે તેનાથી જે-તે મિલકત સુરક્ષિત છે. તેના પર બીજા કોઈનો અધિકાર નથી તેની ખાતરી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીયે તો જે પ્રોપર્ટી માટે લોનની માંગણી કરાઇ છે તે વિવાદથી મુક્ત અને સુરક્ષિત છે. જમીન અંગે કોઈ પણ પ્રકારનો કાયદાકીય વિવાદ કે કેસ હોય તો બેન્કો અને નાણાંકીય કંપનીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેનાથી બચવા માટે લીગલ વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે.

પ્રોપર્ટીની વાજબી કિંમત

મકાન – ઓફિસ જેવી મિલકતની સાચી કિંમતની ખાતરી કર્યા બાદ જ લોન ઇશ્યૂ કરવામાં આવે છે. ટેકનિકલ વેરિફિકેશન લોન લેનારને લોનની રકમ મેળવવામાં મદદ કરે છે જેનો તે ખરેખર હકદાર છે.

લોન લેનાર માટે સુવિધાજનક

લીગલ અને ટેકનિકલ વેરિફિકેશન કર્યા બાદ બેન્કો પ્રોજેક્ટ તૈયાર કરવામાં બિલ્ડરોને મદદ કરે છે. આવી સ્થિતિ લોન લેનાર માટે ખૂબ જ સુવિધાજનક બની જાય છે કારણ કે તેણે લીગલ અને ટેકનિકલ વેરિફિકેશન પ્રોસેસમાં ભાગ લેવાની જરૂર નથી. તેઓએ માત્ર તેમની નાણંકીય સદ્ધરતા પુરવાર કરવાની હોય છે.

જોખમોને ઓળખી શકાય

જો લીગલ વેરિફિકેશન પ્રોસેસ પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારના જોખમના સંકેત મળે તો લોન મળવાની શક્યતા ઘટી જાય છે. હકીકતમાં ધિરાણ આપતી બેન્કોને લોન ડિફોલ્ટનો ડર રહે છે.

પ્રોપર્ટીની યોગ્ય કિંમત

લોનની એમાઉન્ટ લગભગ પ્રોપ્રટીની વેલ્યૂ જેટલી હોય છે. તેથી, વેરિફિકેશન પ્રોસેસ દ્વારા બંને પક્ષકારો લોન આપનાર અને લોન આપનારને મિલકતની નક્કર અને સંપૂર્ણ વિગત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કાયદાકીય ગૂંચવણો દૂર કરવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે અને તેમાં ઘણો સમય પણ વેડફાય છે. તેથી, આ તમામ બાબતો વિશે જાણકારી મેળવી લેવાથી લોન મેળવતી વખતે જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરવામાં સરળતા રહે અને મદદ મળે છે, તેમજ મિલકતને તેની બજાર કિંમત જેટલી કિંમત મળી રહી છે કે કેમ તેની ખાતરી કરવામાં સહાય કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ