Lowest Interest Rates On Home Loans : ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ તેની માટે ઘણીવાર નાણાકીય મદદ લેવાની જરૂર પડે છે. પોતાનું ‘ઘરનું ઘર’ ખરીદવા માટે હોમ લોન વધુ સારો વિકલ્પ બની શકે છે. હોમ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા થોડી કપરી લાગે છે, પરંતુ યોગ્ય તૈયારી સાથે, આ વિકલ્પ તમે વિચારો છો તેના કરતાં વધુ સરળ બની શકે છે. હોમ લોન માટે અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્વપૂર્ણ બાબતો અને પદ્ધતિઓ અહીં છે.
ક્રેડિટ સ્કોર (Credit Score)
હોમ લોનના વ્યાજ દર અને શરતો નક્કી કરવામાં ક્રેડિટ સ્કોર મહત્વની ભૂમિકા ભજવે છે. લોન માટે અરજી કરતા પહેલા, તમારી ક્રેડિટ રિપોર્ટની એક નકલ લો અને સ્કોર તપાસો. વધુ સારા લોન વિકલ્પો માટે 750 કે તેથી વધુના સ્કોરનો ટાર્ગેટ રાખો. જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો છે, તો તેને સુધારવા માટે પગલાં લેવા જોઇએ. બાકી લોનની ચૂકવણી કરો અને બાકી લોનના હપ્તાઓ સમયસર ચૂકવવા જેવા પગલાં લેવા જોઇએ.
બજેટ નક્કી કરો (Determine Your Budget)
હોમ લોન એપ્લિકેશન પ્રક્રિયા શરૂ કરવાની પહેલા, તમે કેટલી લોન લઈ શકો છો તે જાણવું મહત્વપૂર્ણ છે. વ્યાજ દર, લોનની શરતો અને ડાઉન પેમેન્ટની રકમ જેવા પરિબળોના આધારે તમારી માસિક લોન ચૂકવણી ક્ષમતાનો અંદાજ કાઢવા માટે ઑનલાઇન કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો . તમારા બજેટ વિશે વિચારો અને તે મુજબ વિકલ્પ પસંદ કરો જેથી કરીને તમે સરળતાથી લોનના હપ્તા ચૂકવી શકો.
ડાઉન પેમેન્ટ માટે બચત કરો (Save for a Down Payment)
કેટલીક લોન યોજનાઓ ઓછા અથવા નો ડાઉન પેમેન્ટ વિકલ્પો સાથે આવે છે. વધુ ડાઉન પેમેન્ટ રાખવાથી તમારા માસિક ઇએમઆઈ પેમેન્ટ અને વ્યાજ દર ઘટાડી શકાય છે. જો શક્ય હોય તો, ડાઉન પેમેન્ટ માટે ઘરના ખરીદ મૂલ્યના ઓછામાં ઓછા 20 ટકા બચત કરવાનું લક્ષ્ય રાખો. આ ઉપરાંત, વધુ ડાઉન પેમેન્ટ રાખવાથી તમે ધિરાણકર્તા માટે વધુ આકર્ષક ઉધાર લેનાર બની શકો છો.

હોન માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે (Necessary Documents For Home Loan)
લોન આપનાર બેંક અથવા નાણાકીય સંસ્થાને લોનની અરજીની પ્રક્રિયા કરવા માટે આવકનો પુરાવો, ટેક્સ રિટર્ન, બેંક વિગતો અને ઓળખના પુરાવા સહિતના અન્ય દસ્તાવેજોની જરૂર પડશે. અરજી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને વિલંબને ટાળવા માટે અગાઉથી તમામ દસ્તાવેજો તૈયાર રાખો.
વિવિધ હોમ લોનના વ્યાજદરની સરખામણી કરો (Compare Lenders)
માત્ર એક ધિરાણકર્તા દ્વારા ઓફર કરવામાં આવેલી લોન ઓફરમાં જ સોદો પાક્કો કરવો જોઇએ નહીં. લોન લેતા પહેલા, વિવિધ ધિરાણકર્તાઓની લોન ઑફર્સની તુલના કરો અને વિશ્વસનીય ધિરાણકર્તા દ્વારા ઓફર કરવામાં આવતી સૌથી સસ્તી લોન માટે અરજી કરો. ધ્યાનમાં રાખો કે લોન ઑફર પસંદ કરતી વખતે, લોનના વ્યાજ દર, ચાર્જ અને કસ્ટમર સર્વિસ રેપ્યુટેશન (customer service reputation)ને ધ્યાનમાં રાખો.
મોટા નાણાકીય ફેરફારો ટાળો (Avoid Major Financial Changes)
લોન અરજી પ્રક્રિયામાં હોય ત્યારે પાત્રતાને અસર કરી શકે તેવા કોઈપણ મોટા નાણાકીય ફેરફારો કરવાનું ટાળો. આમાં ક્રેડિટની નવી લાઇન ખોલવી, મોટી ખરીદી કરવી અથવા નોકરીઓ બદલવાનો સમાવેશ થાય છે.
હોમ લોન માટે અરજી કરવી બોજારૂપ ન હોવી જોઈએ. પુરતો સમય કાઢીને પ્રક્રિયાને સમજો અને વિશ્વસનીય ધિરાણકર્તા બેંક પાસેથી લોન લેવાનો પ્રયાસ કરો. આનાથી તમને તમારા સપનાનું ઘર ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવી સરળ બની જશે.

તમે યાદીમાં સમાવિષ્ટ SBI, HDFC બેંક, ICICI બેંક, PNB અને એક્સિસ બેંક સહિત લગભગ 25 બેંકો દ્વારા ઓફર કરાયેલ હોમ લોનના વ્યાજ દરોની તુલના કરીને નિર્ણય લઈ શકો છો. તમે તમારી પ્રોફાઇલ અને નાણાંની જરૂરિયાતોને આધારે સરખામણી કરો અને નિર્ણય લો.
આ પણ વાંચો | ટેક્સ સેવિંગ માટેના 5 વિકલ્પ, બહુ ઓછા લોકોને છે ખબર, તમે પણ ઉઠાવો ફાયદો
(નોંધ : ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ બેંકોની હોમ લોન પરના વ્યાજ દરો રૂ. 30 લાખથી રૂ. 75 લાખની વચ્ચે છે. ક્રેડિટ સ્કોરના આધારે વિવિધ બેન્કોના લોનના વ્યાજ દર બદલાઈ શકે છે. ઉપરોક્ત આંકડા 9 ફેબ્રુઆરી, 2024 સુધીના છે. આ બેંકની વેબસાઇટ પરથી bankbazaar.com દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે અને તે ફક્ત તમારી માહિતી માટે છે. હોમ લોન લેતા પહેલા, સંબંધિત બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા બ્રાન્ચમાં તપાસ કરો.)





