EPFO Rules For Home Loan Pay Amount By PF Account : લાંબા સમય સુધી વ્યાજ ચૂકવવાથી બચવા માટે લોકો લોનની સમય પહેલા ચૂકવણી કરવાના વિકલ્પો વિશે વિચારી છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) એકાઉન્ટમાં રહેલા નાણાં તેમાં મદદરૂપ થઇ શકે છે. મોટાભાગના લોકોના મનમાં એવો વિચાર આવે છે કે પોતાના રિટાયરમેન્ટ ફંડમાંથી નાણાં ઉપાડીને હોમ લોનની ચૂકવણી કરીય. પરંતુ શું આમ કરવું યોગ્ય છે? આ બાબત ઘણા પરિબળો પર આધાર રાકે છે. જો હોમ લોનનો ઇન્ટરેસ્ટ રેટ તમારા પીએફ એકાઉન્ટ પર મળતા વ્યાજ કરતા વધારે હોય તો, તમે પીએફ ખાતામાંથી હોમ લોન ચૂકવવાનું વિચારી શકો છો. તમે હોમ લોન માટે ઇપીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો કે નહીં, ચાલો જાણીયે
રિટાયટરમેન્ટ ફંડમાંથી હોમ લોન ચૂકવતી વખતે કઇ બાબતો ધ્યાનમાં રાખવી
જો હોમ લોનનો વ્યાજ દર પીએફના વ્યાજદર કરતા વધારે છે, તો તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી હોમ લોનની ચૂકવણી કરવાનું વિચારી શકો છો. ઉપરાંત જો તમે તમારા કરિયરની શરૂઆતના તબક્કામાં છો તો પણ તમે આ વિકલ્પ પસંદ કરી શકો છો કારણ કે તમારી પાસે પૈસા જમા કરવા માટે લાંબો સમય છે.
હોમ લોન ચૂકવવા પીએફમાંથી કેટલી રકમ ઉપાડી શકાય?
EPFO હોમ લોન ચૂકવવા માટે પીએફ એકાઉન્ટમાં જમા થયેલી કુલ રકમના મહત્તમ 90 ટકા સુધી નાણાં ઉપાડવાની મંજૂરી આપે છે. જો કે, તેની માટે તમારું પીએફ એકાઉન્ટ 10 વર્ષ જુનું હોવું જરૂરી છે. એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે રાષ્ટ્રીયકૃત બેંક, રજિસ્ટર્ડ કોઓપરેટિવ, નેશનલ હાઉસિંગ બોર્ડ જેવી સંસ્થામાંથી હોમ લોન લીધી હોય તો જ તમે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. હોમ લોન પ્રી-પેમેન્ટ સ્કીમ હેઠળ, EPFO સભ્યો તેમના પીએફ એકાઉન્ટમાંથી હોમ લોનની ચુકવણી કરી શકે છે. યાદ રાખો કે બહુ જરૂરી ન હોય ત્યાં સુધી પીએફ ફંડમાંથી પૈસા ઉપાડશો નહીં.

હોમ લોન ચૂકવવા પીએફ એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવાની રીત
- EPFO ઈ-સેવા પોર્ટલ પર લોગીન કરો.
- યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરો.
- ફોર્મ 31 મારફતે ક્લેમ કરો.
- તમારી બેંક માહિતી દાખલ કરો.
- પૈસા ઉપાડવાનું કારણ પસંદ કરો.
- તમારા દસ્તાવેજો અપલોડ કરો.
આ પણ વાંચો | લોન વ્યાજ દર અને EMI મામલે RBIનો મહત્વનો નિર્ણય, ફિક્સ્ડ રેટ વિકલ્પ આપવા આદેશ, જાણો 10 મુદ્દા
જો જરૂર ન હોય તો પીએફના નાણાં ઉપાડશો નહીં
ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સનું માનવું છે કે, પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનું ટાળવું જોઈએ સિવાય કે તે અત્યંત જરૂરી હોય તો. પીએફમાં ખાતાધારકોને 8.15 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. પીએફમાંથી જેટલી મોટી રકમ ઉપાડવામાં આવશે, તેટલી વધુ અસર રિટાયરમેન્ટ ફંડ પર પડશે. નિયમો અનુસાર, નોકરી કરતા કર્મચારીઓની મૂળ પગારની 12 ટકા રકમ પીએફ ખાતામાં જમા કરાય છે.





