scorecardresearch

હોમ લોનની વહેલી પતાવટ કરવાની સ્માર્ટ ટીપ્સ, લાખો રૂપિયાની બચત થશે

Home loan payment tips : રિઝર્વ બેંકે અગાઉ છ તબક્કામાં 2.5 ટકા રેપોરેટ વધારતા હોમ લોન સહિત વિવિધ લોનધારકોના માસિક EMIમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં બેંક પાસેથી લીધેલી તમામ લોનની વહેલી ચૂકવણી કરવાથી ફાયદો થશે.

Home loan
RBIએ વ્યાજદર વધાર્યા બાદ હોમ લોનના માસિક EMIમાં તોતિગ વધારો થયો.

ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં જાહેર કરેલી ધિરાણ નીતિમાં વ્યાજદર યથાવત રાખીને લોન ધારકોને મોટી રાહત આપી છે. જો કે આની પહેલા રિઝર્વ બેંકે છ તબક્કામાં રેપોરેટમાં 2.5 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. વર્ષ 2022ના મે મહિનામાં રેપો રેટ 4 ટકા હતો જે હાલ વધીને 6.5 ટકાએ પહોંચી ગયો છે. આનો સીધો અર્થ એ છે કે તમે જે હોમ લોન માટે વર્ષ પૂર્વે વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ ચૂકવતા હતા તે હાલ વધીને લગભગ 9.5 ટકા થઇ ગયો છે. જેનાથી હોમ લોન સહિત તમામ લોનધારકો પર માસિક EMIમાં તોતિંગ બોજ પડ્યો છે.

આ દરમિયાન, ઘણી બેંકોએ માસિક EMI સ્થિર રાખ્યું છે, પરંતુ લોનની મુદતમાં સરેરાશ 5 થી 6 વર્ષનો વધારો કર્યો છે. બીજી તરફ જેમણે લોનનો સમયગાળો વધારવાનો વિકલ્પ ન અપનાવ્યો તેમનો માસિક EMI નોંધપાત્ર રીતે વધી ગયો છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ 15 વર્ષ માટે 50 લાખની લોન લીધી હોય, તે અગાઉ 7 ટકાના વ્યાજદરે લગભગ 44950 રૂપિયાનો માસિક EMI ચૂકવતો હતો, જે વ્યાજદર વધતા હાલ દર મહિને લગભગ 52200 રૂપિયાનો માસિક હપ્તો ચૂકવે છે. બીજી બાજુ જો તમે માસિક EMI સ્થિર રાખીને લોનની મુદ્દત વધારવા માંગતા હોવ તો વ્યાજ ખર્ચ પેટે લાખો રૂપિયાની ચૂકવણી વધી જશે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ તેમની હોમ લોનનો બોજ કેવી રીતે ઓછો કરી શકાય અથવા તેમના લોન એકાઉન્ટને સમય પહેલા કેવી રીતે બંધ કરી શકાય તે બાબતો બુદ્ધિપૂર્વક વિચારણા કરવાની જરૂરી છે.

50 લાખ રૂપિયાની લોનના EMIમાં કેટલો વધારો થયો

જો 50 લાખ રૂપિયાની લોન 20 વર્ષ માટે લીધી છે, તો વ્યાજદર 7 ટકા થી વધીને 9.5 ટકા થતા હવે પ્રત્યેક લાખ રૂપિયા પરનો માસિક EMI 775 રૂપિયાથી વધીને 932 રૂપિયા થશે એટલે કે 157 રૂપિયા અથવા 20 ટકાનો બોજ પડશે. બીજી તરફ, જો 25 વર્ષની લોન હોય તો માસિક EMI 707 રૂપિયાથી વધીને 874 રૂપિયા થશે એટલે કે 167 રૂપિયા અથવા 24 ટકાનો નવો બોજ પડશે. જ્યારે 30 વર્ષની લોનમાં પ્રતિ લાખ રૂપિયા દીઠ માસિક EMI 665 રૂપિયાથી વધીને 841 રૂપિયા થશે એટલે કે 176 અથવા 27 ટકા વધારે રકમ ચૂકવવી પડશે.

Home loan
રિઝર્વ બેન્કે રેપોરેટ વધારતા હોમ લોનના વ્યાજદર અને EMI ફરી વધશે

ફિક્સ્ડ-રેટ લોનનો વિકલ્પ પસંદ કરો

હાલના સમયે જ્યારે વ્યાજદર સતત વધી રહ્યા છે ત્યારે એડજસ્ટેબલ-રેટ હોમ લોનના બદલે ફિક્સ્ડ-રેટ હોમ લોન પસંદ કરવી એ ઘણી સારો વિચાર છે. ફિક્સ્ડ રેટ મોર્ગેજની સાથે તમારા વ્યાજદર લોનની સમગ્ર મુદ્દત દરમિયાન એકસમાન રહેશે, તેથી તમને વ્યાજદરમાં વૃદ્ધિ અનુસાર લોનના માસિક ઇએમઆઇમાં વધારો થવાની ચિંતા સતાવશે નહીં.

લોન ચૂકવણીન સમયગાળો ટુંકો રાખો

હોમ લોનની વહેલી પતાવટ કરવાની એક રીતે એ છે કે તેનો સમયગાળો ટૂંકો રાખો. જો તમે 15 વર્ષના બદલે 25 કે 30 વર્ષ માટે લોન લો છો, તો તમારો માસિક EMI ચોક્કસપણે ઓછો થશે, પરંતુ સમગ્ર રીતે લોનના વ્યાજનો બોજ બમણો થઈ શકે છે. ટૂંકા ગાળાની લોનનો સીધો અર્થ વ્યાજની ઓછી ચૂકવણી એવો થાય છે.

ડાઉન પેમેન્ટ વધારે રાખો

જો તમારી પાસે વધારે ડાઉન પેમેન્ટ કરવાની ક્ષમતા હોય, તો ચોક્કસપણે આ વિકલ્પ પસંદ કરો. ડાઉન પેમેન્ટમાં વધારો કરવાથી તમને વધતા વ્યાજદરનો સામનો કરવા માટે તમારી હોમ લોનની ગોઠવણી કરવામાં મદદ મળી શકે છે. વધારે એડવાન્સ પેમેન્ટ કરવાનો ફાયદો એ છે કે તમારે ઓછી હોમ લોન લેવી પડશે.

હાલની લોનને રિફાઇનાન્સ કરો

જો તમારી પાસે પહેલેથી જ મોર્ગેજ છે અને લોન લીધા ત્યારબાદથી વ્યાજદરો વધી ગયા છે, તો રિફાઇનાન્સ સારો વિકલ્પ બની શકે છે. નીચા વ્યાજદરે રિફાઇનાન્સ તમને તમારી માસિક ઇએમઆઇની ચૂકવણી અને સમગ્ર લોનની મુદતમાં ચૂકવેલ વ્યાજની કુલ રકમને બચાવવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ હેલ્થ ઇન્સ્યોરન્સનો ક્લેમ શા માટે રિજેક્ટ થાય છે? આ રહ્યા વિવિધ કારણો

વ્યાજ દરો પર નજર રાખો

સૌથી છેલ્લે, વ્યાજદરો પર નજર રાખવી અને જો તે વધવા લાગે તો પગલાં લેવા તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. આમાં તમારી લોનનું રિફાઇનાન્સ, ઉંચા પેમેન્ટને એડજસ્ટ કરવા માટે તમારા માસિક બજેટને એડજસ્ટ કરવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.

Web Title: Home loan payment burden reduce smart tips after rbi rate hike

Best of Express