/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Home-Loan-Tips.jpg)
Home Loan : હોમ લોન. (Photo: Freepik)
Home Loan Default Solutions: હોમ લોન પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થવાથી મોટી મુશ્કેલી ઉભી થાય છે. મોટી 3 કે વધુ વખત લોન પેમેન્ટ કરવામાં ચૂક થાવ તો તમે લોન ડિફોલ્ટરની યાદીમાં આવી શકો છો. જો કે તમે અમુક પગલાં લઇ પરિસ્થિતિ બગડતા અટકાવી શકો છો. તેમજ તમે આગળ જતા દંડ કે પેનલ્ટીથી બચી શકો છો, આની માટે તમારે જાગૃત રહેવાની જરૂરી છે. લોન ડિફોલ્ટ થવાની સ્થિતિમાં તમારે શું કરવું, તેના વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
લોનની શરતો બરાબર સમજી લો
કોઇ પણ પગલું લેતા પગેલા તમારો લોન એગ્રીમેન્ટ બરાબર વાંચી લો અને સમજી લો, જેથી લોન ડિફોલ્ટ થવાની સ્થિતિ સંબંધિત શરતો બરાબર સમજી શકાય. પેમેન્ટ કરવામાં ચૂક કે વિલંબ પેનલ્ટી, વ્યાજદર અને ફોરક્લોઝરની સમય મર્યાદા સંબંધિત નિયમ સારી રીતે સમજી લો. આ તમામ બાબતો બરાબર સમજી અને વિચાર કર્યા બાદ આગમી પગલું ભરવું જોઇએ.
જો તમને બેંક લોનના નિયમ અને શરતો સમજવામાં મુશ્કેલી પડી રહી છે તો તમારી બેંક કે લોન એજન્ટનો સંપર્ક કરો. ઉપરાંત તમારી આર્થિક સદ્ધરતા અને ક્ષમતા વિશે બરાબર જાણી લો, જેનાથી તમને લોન પેમેન્ટ કરવામાં સરળતા રહેશે.
બેંક સાથે વાત કરો
બેંક તમારા ઘર કે સંપત્તિ પર કબજો કરવા ઇચ્છતી નથી, કારણે કે તે જટીલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. લોન ડિફોલ્ટની સ્થિતિમાં બને તેટલું વહેલા બેંક સાથે વાતચિત કરો અને તમારી આર્થિક મુશ્કેલી વિશે જણાવો. ઘણી બેંકો નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલા ગ્રાહકોને સત્વરે રાહત ઉપલબ્ધ કરાવે છે, જેમ કે લોન રિસ્ટ્રક્ચરિંગ અને રિપેમેન્ટ પ્લાન
બેંકના ક્લેક્શન કે લોસ મિટિગેશન ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવાનો પ્રયાસ કરો, કારણ કે અહીં પ્રોફેશનલ સોલ્યુશન મળી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Home-Loan-Rules.jpg)
લોન રિસ્ટ્રક્ચરિંગ વિકલ્પ વિશે વિચારો
લોન રિસ્ટ્રક્ચરિંગ હેઠળ લોનની શરતોમાં ફેરફાર થઇ શકે છે, જેથી રિપેમેન્ટ વધારે સરળ બની શકે છે. લોન રિસ્ટ્રક્ચરિંગ હેઠળ લોનની મુદ્દત વધી શકે છે અથવા લોન ઇએમઆઈ હપ્તાની રકમ ઘટી શકે છે અથવા ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ પર ટ્રાન્સફર કરવા જેવા વિકલ્પ સામેલ છે. આ ઉપાયો તમને ટૂંકા ગાળા માટે રાહત આપી શકે છે.
લોન રિફાઈનાન્સ વિકલ્પ વિશે વિચારો
જો તમારી હાલની બેંક સુવિધાજનક લોન રિસ્ટ્રક્ચરિંગ પ્લાન આપી રહી નથી, તો અન્ય કોઇ બેંક સાથે તમે હોમ લોન રિફાઇનાન્સ કરવા વિશે વિચારી શકાય છે. રિફાઈનાન્સ હેઠળ હાલની લોનના પેમેન્ટ માટે નવી લોન લેવામાં આવે છે, જે ઓછા વ્યાજદર અને લાંબા ગાળાની હોય છે.
જો કે એક વાત ધ્યાન રાખો કે લો રિફાઈનાન્સ માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે અને નવી શરતો પણ ઉમેરાઇ શકે છે. આમ ખર્ચનો અંદાજ કાઢ્યા બાદ લોન રિફાઈનાન્સ વિશે વિચારી શકાય છે.
પ્રોપર્ટી વેચવી છેલ્લો વિકલ્પ
જો તમારી આર્થિક સ્થિતિ સુધરી રહી નથી તો લોન રિપેમેન્ટ પડકારજનક બની શકે છે. આવી પરિસ્થિતિમાં દેવું ચૂકવવા અને નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તમે છેલ્લે તમારું ઘર મકાન - પ્રોપર્ટી વેચવાના છેલ્લા વિકલ્પ વિશે વિચારી શકો છો.
આ માટે તમારી સંપત્તિના બજાર મૂલ્ય વિશે જાણકારી મેળવો અને લોન ચૂકવ્યા બાદ કેટલા નાણાં બચશે તેનો અંદાજ મેળવો. જો સંપત્તિ વેચ્યા બાદ તમારી પાસે નાણાં બચે તો તમે નવેસરથી શરૂઆત કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us