/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/home-loan-rate-cut-by-four-banks-check-here-new-loan-interest-rate.jpg)
હોમ લોન ધારકો માટે દિવાળીના તહેવારમાં ખુશ ખબર આવ્યા છે. જે લોકો હોમ લોન લેવાનું વિચારી રહ્યા છે તેમને નીચા વ્યાજે લોન મેળવવાની તક મળી છે. દિવાળી ઓફર હેઠળ ચાર બેન્કો હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે એ પણ એવા સમયે જ્યારે મોંઘવારીને ડામવા માટે રિઝર્વ બેન્કે સતત વ્યાજદર વધાર્યા છે અને આગામી સમયમાં પણ વધારો ચાલુ રાખશે તેવી વ્યાપક ધારણા પ્રવર્તી રહી છે.
દેશની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), એચડીએફસી(HDFC), બેન્ક ઓફ ઇન્ડિયા (Bank of india) અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર (bank of maharashtra) એ દિવાળીની ફેસ્ટિવલ ઓફર સ્કીમ હેઠળ લોનના વ્યાજદરમાં વિશેષ રાહત આપી રહી છે. લોનના વ્યાજદર ઘટાડીને બેન્કો લોનની માંગને જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે.
બેંક ઓફ ઈન્ડિયા (BOI)ની હોમ લોન સસ્તી થઈ
બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ તેના હોમ લોનના વ્યાજદર ઘટાડીને 8.30 ટકા કર્યા છે. બેંકે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે, તે ‘કોમ્પિટીટિવ’ વાર્ષિક 8.30 ટકાથી શરૂ થતા વ્યાજદર ઓફર કરી રહી છે, જેમાં "સૌથી સસ્તી" EMI પ્રતિ લાખ રૂપિયા દીઠ 755 રૂપિયાથી શરૂ થાય છે. ગ્રાહકો તેમની હાલની હોમ લોન અન્ય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાંથી બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરી શકે છે. BOIના હોમ લોન અરજદારો ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે જેમાં વ્યક્તિઓને ત્રણ ફાયદાઓ મળે છે: (1) ઓછા વ્યાજ દરની પ્રતિબદ્ધતા, (2) સરળ નાણાંકીય સુવિધા અને (3) ટેક્સ બેનિફિટ. બેંક ઓફ ઈન્ડિયાની આ હોમ લોન ઓફરનો લાભ પ્લોટ ખરીદવા અથવા ઘર બાંધવા, જૂનો કે નવો ફ્લેટ ખરીદવા અને હાલના ફ્લેટ/હાઉસનું રિનોવેશન માટે મેળવી શકાય છે.
બેંક ઓફ મહારાષ્ટ્રે પણ વ્યાજદર ઘટાડ્યા
બેન્ક ઓફ મહારાષ્ટ્રે આ મહિનાની શરૂઆતમાં જ તેની ફેસ્ટિવલ ઓફરના ભાગરૂપે હોમ લોનનો વ્યાજ દર ઘટાડીને 8 ટકા કર્યો હતો. આ બેંક 8.3 ટકાના વ્યાજદરથી શરૂ થતી હોમ લોનની ઓફર કરી રહી છે. વ્યાજ દર લોન લેનારાઓના ક્રેડિટ સ્કોરના આધારે બદલાઈ શકે છે.
SBI અને HDFCના નવા વ્યાજદર
ભારતની સૌથી મોટી સરકારી બેન્ક અને એક ખાનગી બેન્કે પણ વ્યાજદર ઘટાડીને દિવાળીની ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે. SBI અને HDFC 8.40 ટકાના વ્યાજે હોમ લોન ઓફર કરી રહી છે. પોતાની ફેસ્ટિવ ઓફરના ભાગરૂપે SBI હોમ લોન પર 0.25 ટકા સુધી, ટોપ અપ લોન પર 0.15 ટકા અને પ્રોપ્રટી સામેની લોન પર 0.30 ટકા સુધીની છૂટ ઓફર કરી રહી છે. SBIએ 31 જાન્યુઆરી, 2023 સુધીની હોમ લોન પરની પ્રોસેસિંગ ફી પણ માફ કરી દીધી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us