Home Loan Tax Benefit: હોમ લોન પર કેટલો કર લાભ મળે છે? પહેલીવાર ઘર ખરીદનાર માટે જાણવુ જરૂરી

Home Loan Tax Benefit: હોમ લોન પર પહેલીવાર ઘર ખરીદનાર યોગ્ય લોન સ્ટ્રક્ચર, ઇએમઆઈ પ્લાનિંગ અને ટેક્સ નિયમ સમજી લાખો રૂપિયાની બચત કરી શકે છે. જાણો હોમ લોન પર કર લાભ કેટલો અને કેવી રીતે મળે છે.

Home Loan Tax Benefit: હોમ લોન પર પહેલીવાર ઘર ખરીદનાર યોગ્ય લોન સ્ટ્રક્ચર, ઇએમઆઈ પ્લાનિંગ અને ટેક્સ નિયમ સમજી લાખો રૂપિયાની બચત કરી શકે છે. જાણો હોમ લોન પર કર લાભ કેટલો અને કેવી રીતે મળે છે.

author-image
Ajay Saroya
New Update
Home Loan Tax Benefit

Home Loan interest deduction : હોમ લોન વ્યાજદર પર કર લાભ મળે છે. Photograph: (Freepik)

Home Loan Tax Benefit: હોમ લોન ઘર ખરીદવામાં મદદરૂપ થાય છે. આજના સમયમાં મોટાભાગના લોકો ઘર - મકાન, ઓફિસ હોય કે કાર બાઇક બેંક લોન પર ખરીદી રહ્યા છે. જો કે ઓટો લોન કરતા હોમ લોનની રકમ વધારે હોય છે, આવી સ્થિતિમાં બેંક લોન પર ઘર ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. હોમ લોન લેતી વખતે આવકવેરામાં ઉપલબ્ધ કર છુટ વિશે પણ જાણકારી રાખવી જરૂરી છે. એકસપર્ટ્સના મતે માલિકી હક અને લોનનું સુવ્યસ્થિત ગોઠવણ કરી અને લોન પીરિયડ સમજી વિચારીને નક્કી કરવાથી કુલ ખર્ચમાં મોટો ઘટાડો થઇ શકે છે.

Advertisment

હોમ લોન વ્યાજ પર કર લાભ

આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ હોમ લોનની મૂળ રકમ પર વાર્ષિક 1.5 લાખ સુધીની કર છુટ મળે છે. તો કલમ 24(b) હેઠળ પોતે રહેતા હોય તે ઘર પર ચૂકવેલા હોમ લોનના વ્યાજ પર 2 લાખ સુધીની કર છુટ મળી શકે છે. જો પતિ પત્ની જોઇન્ટ લોન લે છે, કર લાભ વધી જાય છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કર લાભ પઝેશન મળ્યા બાદ જ શરૂ થાય છે. 

હોમ લોનની શરૂઆતના 3 થી 5 વર્ષમાં EMIની મોટી રકમ વ્યાજરૂપે વસૂલાય છે. આથી આ લોન પીરિયડ બહુ મહત્વપૂર્ણ હોય છે. જો લોનની પ્રક્રિયા અને પઝેશન એક જ સમયે સમાપ્ત થાય તો, કર છુટ તરત જ મળી શકે છે.

નવી કર પ્રણાલી પસંદ કરનાર માટે

જે કરદાતાએ નવી કર પ્રણાલી પસંદ કરે છે, તેમની માટે હોમ લોન સંબંધિત કર લાભ મર્યાદિત છે. વધારે ડાઉન પેમેન્ટ, ઓછો લોન પીરિયડ અને સમયાંતરે પ્રીપેમેન્ટ કરવાથી ફાયદો મળી શકે છે.

Advertisment

પ્રથમ વાર હોમ લોન ખરીદનાર માટે કર લાભ

પહેલી વખત હોમ લોન પર ખરીદનાર કરદાતા ઈન્કમ ટેક્સ એક્ટ કલમ 80EEA જેવા ઘણા કરલાભ મેળવી શકે છે. પરંતુ તેની માટે પ્રોપર્ટીની કિંમત, લોનની રકમ અને લોન મંજૂરીની તારીખ જેવી શરતો પૂરી કરવાની હોય છે. લોનની મંજૂરી પ્રોપર્ટી ટ્રાન્સફર પહેલા મળવી જોઇએ. પ્રોપર્ટીના બધા દસ્તાવેજ યોગ્ય હશે તો જ કર લાભ સરળતા મળી જશે.

લોન પીરિયડ કેવી રીતે નક્કી કરવો?

લોન પીરિયડ લાંબો રાખવાથી ઇએમઆઈ હપ્તાની રકમ ઓછી રહે છે, પરંતુ વ્યાજ બોજ વધી જાય છે. લોન પીરિયડ ઓછો રાખવાથી EMI હપ્તાની રકમ મોટી હોય છે અને વાર્ષિક કર લાભનો સંપૂર્ણ ફાયદો મળી શકતો નથી. લોનની શરૂઆતમાં એવો પીરિયડ નક્કી કરો જેમા EMI સરળતાથી ચૂકવી શકાય અને ત્યાર પછી વધારાની થોડુંક પાર્ટ પેમેન્ટ કરીને કુલ લોન ચૂકવણી ઘટાડી શકાય છે.

ફેક્સિબલ EMI વિકલ્પનો ફાયદો 

જેમની આવક સમય સાથે વધે છે, તેઓ સ્ટેપ અપ કે બલૂન EMI જેવા વિકલ્પ પસંદ કરી શકે છે. તેમા શરૂઆતમાં EMI ઓછો હોય અને ત્યાર બાદ વધારે પેમેન્ટ ચૂકવી ઓછા સમયમાં લોનની પતાવટ કરી શકાય છે. દર વર્ષે કે સમયાંતર પાર્ટ પેમેન્ટ કરવાથી કુલ લોનની મુદ્દત અને EMI હપ્તન રકમ ઘટાડી શકાય છે. 

નિયમિત સમીક્ષા જરૂરી 

હોમ લોન પર મળતા કર લાભ જો એક વર્ષમાં સંપૂર્ણ ઉપયોગ ન થાય તો, તેને આગલા વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકાતા નથી. આથી દર વર્ષે ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ ને EMI સાથે લિંક કરવી જરૂરી છે. સમયસર લોન પેમેન્ટ, પીરિયડ અને પેમેન્ટ સ્કીમની સમીક્ષા કરવી જોઇએ, તેથી આવક કે નિયમમાં ફેરફાર અનુસાર તમારું નાણાકીય આયોજન જળવાઇ રહે.

બિઝનેસ Investment બેંક હોમ લોન