Home Loan Tips: પ્રોપર્ટીમાં રોકાણ એ એક મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણય છે અને બીજી હોમ લોનને ધ્યાનમાં લેવા માટે સાવચેતીપૂર્વક વિશ્લેષણની જરૂર છે. બીજા ઘરના માલિક બનવું સૌને ગમે છે પરંતુ આ પગલું ભરતા પહેલા ઘણા મહત્વપૂર્ણ પરિબળો ધ્યાનમાં રાખવા જોઇએ. બીજા ઘર માટે રોકાણ કરવું મહત્વપૂર્ણ છે અને સંપૂર્ણ આયોજન અને વિચારણાની જરૂર છે. તમારી નાણાકીય આયોજનનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરીને, ઉદ્દેશ્ય નક્કી કરીને, ખર્ચ અને સંભવિત આવકનું મૂલ્યાંકન કરીને અને ભવિષ્ય માટે આયોજન કરીને, તમે તમારા ધ્યેયો અને નાણાકીય ક્ષમતાઓ સાથે સુસંગત હોય તેમ સારી રીતે માહિતપ્રદ નિર્ણય લઈ શકો છો.
તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો
બીજી હોમ લોન લેતા પહેલા, નિર્ણયને પ્રેરિત કરતા પ્રાથમિક કારણોનું મૂલ્યાંકન કરો. તમારા રોકાણનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ જેમ કે તમે તમારું બીજું ઘર ભાડાની આવક અથવા સંભવિત કમાણી માટે રોકાણ તરીકે ખરીદી રહ્યા છો. તદુપરાંત, શું તમે તેને ભાડે આપવા માંગો છો અથવા પર્સનલ અને પ્રસંગોપાત મુલાકાતો માટે વિકેન્ડ હોમ તરીકે ઉપયોગ કરવા માંગો છો. કુટુંબના કદમાં વધારો થવાને કારણે અથવા વૃદ્ધ માતાપિતાને સમાવવા માટે તમને મોટી જગ્યા માટે બીજા ઘરની જરૂર પડી શકે છે. જો બીજું ઘર ફક્ત ફેરફાર માટે છે, તો તમે તે મુજબ વિચાર કરી શકો છો.
બીજી હોમ લોન લેતા પહેલા આ નાણાકીય તૈયારીઓ કરો
બીજી હોમ લોન લેવામાં નોંધપાત્ર નાણાકીય અસરો સામેલ છે. આવી સ્થિતિમાં, આ પાસાઓને ધ્યાનમાં રાખો અને તમારી નાણાકીય તૈયારીનું મૂલ્યાંકન કરો.
- હાલની હોમ લોનની બાકી રકમ અને પેમેન્ટની સ્થિતિ તપાસો.
- બીજી હોમ લોન ચૂકવવા માટે તમારી આવકની ખાતરી કરો.
- ડાઉન પેમેન્ટ માટે ભંડોળની ઉપલબ્ધતા અને અણધાર્યા ખર્ચને આવરી લેવા માટે ઇમરજન્સી ફંડની વ્યવસ્થા કર્યા બાદ બીજી હોમ લોન લેવાનું વિચારો.
- ક્રેડિટ સ્કોર, હાલની લોન અને આવક અને લોન રેશિયોના આધારે બીજી લોન લેવાની યોગ્યતા તપાસો.
લોનની મુદત અને વ્યાજદર તપાસો
લોનની મુદત અને વ્યાજ દર મહત્વપૂર્ણ છે, અને તમારે આ બંને પરિબળો પર ધ્યાન આપવું જોઈએ કારણ કે તે નક્કી કરશે કે તમે તમારી બીજી હોમ લોનને કેવી રીતે મેનેજ કરો છો. જો તમારી આવક પર્યાપ્ત છે અને પીરિયડ યોગ્ય છે, તો તમે તમારી લોન ઝડપથી ચૂકવી શકો છો.
બેંક બજાર.કોમના સીઈઓ કે. આદિલ શેટ્ટી કહે છે કે વ્યાજ દર અને લોનની મુદત વચ્ચે યોગ્ય સંતુલન રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે બીજા ઘરની શોધ કરતી વખતે તે નાણાકીય સ્થિરતા, રોકડ મૂડીની વ્યવસ્થા અને એકંદર નાણાકીય સદ્ધરતાને સીધી અસર કરે છે. આ પરિબળોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવાથી બીજા ઘરના માલિક બનવાની ખાતરી મળે છે.
તેથી જ સેકન્ડ હોમ લોન સાથે સંકળાયેલી શરતો, લોનની મુદત અને વ્યાજદરોને સમજવું મહત્વપૂર્ણ છે. લોનઅંગે વિચાર કરતી વખતે પરિબળોને ધ્યાનમાં રાખવા જોઇએ

લોનના વ્યાજદર
વિવિધ ધિરાણકર્તાઓ દ્વારા ઓફર કરવામાં આવતા લોનના વ્યાજદરની તુલના કરો અને આ વ્યાજદર તમારા માટે સરળતાપૂર્વક ઇએમઆઈ ચૂકવણી કરવા યોગ્ય છે કે કેમ તે ધ્યાનમાં લો.
લોનની મુદત
એવા પીરિયડનો વિચાર કરો જે તમારી પેમેન્ટની ક્ષમતા સાથે સુસંગત હોય. ટૂંકા ગાળાની લોન ઓછા વ્યાજ સાથે આવે છે પરંતુ લોન ઇએમઆઈના હપ્તાની સંખ્યા વધુ હોય છે.
ઇન્કમ ટેક્સના નિયમ
બીજી હોમ લોન માટે ઉપલબ્ધ કર લાભો – વ્યાજની ચુકવણી અને પ્રોપર્ટી ટેક્સ પર કપાત જેવા પાસાઓનું મૂલ્યાંકન કરો.
મિલકતની પસંદગી અને બજાર
મકાન કે ઓફિસ જેવી પ્રોપ્રટીની આસપાસની જગ્યા અને આગામી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમને તમારી મિલકતની કિંમતનો અંદાજ કાઢવામાં મદદ કરી શકે છે. બીજા ઘરના રોકાણની સફળતામાં યોગ્ય મિલકતની પસંદગી મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, આ પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ.
લોકેશન અને માર્કેટ ટ્રેન્ડ
વિકાસની સંભાવના, માંગ અને આવશ્યક સુવિધાઓની નિકટતા માટે પ્રોપર્ટીના લોકેશનું વિશ્લેષ્ણ કરો.
ભાડાની આવક
ભાડાની આવક અને તેની બજાર માંગ માટે મિલકતની ક્ષમતાનું મૂલ્યાંકન કરો.
રિસેલ વેલ્યૂ
માર્કેટ ટ્રેન્ડ અને વિસ્તારના વિકાસની સંભાવનાઓનો અભ્યાસ કરીને મિલકતની રિસેલ વેલ્યૂનું મૂલ્યાંકન કરો.
જોખમ માટે તૈયાર રહો
મિલકતની કિંમતને ધ્યાનમાં લેવા ઉપરાંત, તમારે કટોકટી જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. અણધારી પરિસ્થિતિઓ માટે તૈયાર રહો અને સંભવિત જોખમો ઓછા કરો.
નોકરી કે આવક ગુમાવવી
નોકરી કે આવક ગુમાવવી અથવા અણધારી નાણાકીય અવરોધોના કિસ્સામાં લોનની ચુકવણીનું સંચાલન કરવા માટે ઇમરજન્સી પ્લાન તૈયાર રાખો.
કાનૂની અને નિયમનકારી તપાસો
મિલકતની માલિકી, ટાઇટલ અને કાયદાકીય નિયમોનું પાલન કરો.
આ પણ વાંચો | લોનની અરજી વારંવાર રિજેક્ટ થાય છે? આ પગલાં અનુસરો, તમારા ક્રેડિટ સ્કોરની સાથે સાથે લોન મંજૂરી થવાની શક્યતા વધી જશે
પ્રોપર્ટીનું મેન્ટેનન્સ
પ્રોપર્ટીનું મેન્ટેનન્સ ખર્ચ, પ્રોપર્ટી ટેક્સ અને બીજી મિલકતના વીમા માટે બજેટ બનાવો.
તમારી જરૂરિયાતો, નાણાકીય સદ્ધરતા, લોનની મુદત અને મિલકતની પસંદગીનું મૂલ્યાંકન કરીને, તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો અને તમારી મિલકતની મૂલ્યમાં વૃદ્ધિનો ફાયદો ઉઠાવો શકો છો.





