/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Honda-Activa-Electric-Scooter-Launched.jpg)
Honda Activa Electric Scooter Launched : હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું 1 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને ડિલિવર ફેબ્રુઆરીથી શરૂ થવાની અપેક્ષા છે. (Expres Photo)
Honda Activa Electric Scooter Launched In India: હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થઇ ગયું છે. સત્તાવાર એક્ટિવા ઇ નામથી રજૂ કરવામાં આ બેટરી સંચાલિત ટુ વ્હિલર સામે કંપનીએ અન્ય એક ઇલેક્ટ્રિક સ્કૂટર QC1 પણ લોન્ચ કર્યું છે. કિંમતની ઘોષણા વર્ષ 2025ના આરંભમાં કરવામાં આવશે. હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 102 કિમી થી વધુ દોડતી હોવાની કંપનીએ દાવો કર્યો છે. એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકિંગ 1 જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને ડિલિવર ફેબ્રુઆરીથી શરૂ થવાની અપેક્ષા છે. ચાલો હોન્ડા એક્ટિવ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે
Honda Activa Electric Scooter : હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર ડિઝાઇન
હોન્ડા કંપનીએ એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તેના એક્ટિવા ક્લાસિક સિલ્હૂટને યથાવત રાખ્યું છે, પરંતું તેના ઓલ ઇલેક્ટ્રિક નામની એક અલગ ઓળખ છે, જેમાં તેના ફ્રન્ટ એપ્રન પર લાગેલા એલઇડી હેન્ડલેમ્પ, હેન્ડબાર પર સ્માઇલી ડીઆરએલ સ્ટ્રિપ, સિંગલ પીસ ડ્યુલ ટોન સીટ, એક ચંકી પિલિયન ગ્રેબ રેલ, 12 ઇંચ ડાયમંડ કટ એલોય વ્હીલ, એક સ્કીલ એલઇડી ટેલલેંપ અને એક ફ્લેટ ફ્લોરબોર્ડ છે.
Honda Activa Electric Scooter : હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર કલર વિકલ્પ
હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર 5 કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યુ છે, જેમા પર્લ શેલો બ્લૂ, પર્લ મિસ્ટી વ્હાઇટ, પર્લ સેરેનિટી બ્લૂ, મેટ ફોગી સિલ્વર મેટાલિક અને પર્લ ઇગ્નિયસ બ્લેક કલર ઉપલબ્ધ છે. કુલ મળીને હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર તેના પેટ્રોલ સંચાલિત એક્ટિવા કરતા વધુ આકર્ષક દેખાય છે.
Honda Activa Electric Scooter Features : હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર ફીચર
હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર શાનદાર ફીચર સાથે આવે છે. તેમા 7.0 ઇંચના ટીએફટી ઇન્સ્ટુમેન્ટ પેનલ જેવી બેસ્ટ ટેકનોલોજી આપવામાં આવી છે,જે દિવસ અને રાત માટે ડે અને નાઇડ મોડ સાથે આવે છે. તેનાથી સ્કીનની ચમક અને રીડેબિલિટી એમ્બિએન્ટ લાઇટ અનુસાર ઓટોમેટિક એટજસ્ટ થઇ જશે. ટીએફટીને હેન્ડલબાર પર રાખેલા ટોગલ સ્વિચનો ઉપયોગ કરી કન્ટ્રોલ કરી શકાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Honda-Activa-Electric-Scooter-Features.jpg)
હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર સ્માર્ટ કી સાથે આવે છે, જે સ્માર્ટ ફાઇન્ડ, સ્માર્ટ સેફ, સ્માર્ટ અનલોક અને સ્માર્ટ સ્ટાર્ટ જેવા ફીચર આવે છે. એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે - ટોપ સ્પેક ટ્રિમ હોન્ડા રોડ સિંક ડુઓ એપ્લિકેશન સાથે આવે છે, જે રીયલ ટાઇમ કનેક્ટિવિટી અને નેવિગેશન સુવિધા આપે છે.
Honda Activa Electric Scooter : હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર બેટરીની ખાસિયત
હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરની સૌથી મોટી ખાસિયત તેની સ્વાઇપેબલ બેટરી ટેકનોલોજી છે, જે હોન્ડાને ભારતમાં આ પ્રકારની બેટરી બનાવનાર અગ્રણી ટુ વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક બનાવે છે. હોન્ડા મોબાઇલ પાવર પેક ઇ નામની પોર્ટેબલ બેટરીને હોન્ડા પાવર પેક એનર્જી ઈન્ડિયા દ્વારા ડેવલપ અને મેન્ટેઇન કરવામાં આવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Honda-Activa-Electric-Scooter-battery.jpg)
હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર બે સ્વાઇપેબલ બેટરી સાથે આવે છે, જેમાં પ્રત્યેક બેટરીની ક્ષમતા 1.5 kWh છે. આ બંને બેટરી એક વખત ચાર્જ થયા બાદ સંયુક્ત રીતે 102 કિમી દોડવાનો દાવો કરે છે. હોન્ડાએ પોતાની બેટરી શેરિંગ સર્વિસ પણ લોન્ચ કરશે, જેનું નામ હોન્ડા ઇ સ્વૈપ છે, જે પહેલાથી જ બેંગ્લોર અને દિલ્હીમાં લાઇવ થઇ ગઇ છે અને ટુંક સમયમાં મુંબઇમાં શરૂ થવાની છે.
હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટરના પાવરટ્રેનની વાત કરીયે તો તેમા ઇન હાઉસ વિકસીત પરમેનન્ટ મેગ્નેટ સિંક્રોનસ ઇલેક્ટ્રિક મોટર છે, જે શાનદાર પર્ફોર્મન્સ માટે 6 kW નું પીક પાવર અને 22 Nm ટોર્ક આપે છે. તે 7.3 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે. તેમા 3 રાઇડિંગ મોડ - ઇકોન,સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટ મોડ આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us