Honda Activa Scooter Price Cuts After GST 2.0 Impact: કાર બાદ હવે ટુ વ્હીલર બાઇક અને સ્કૂટર પણ સસ્તા થયા છે. જો તમે આ તહેવારોની સીઝનમાં નવી બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ ગ્રાહકોને જીએસટી ઘટાડાનો સીધો લાભ આપવા માટે 350 સીસી સુધીના મોડેલોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
હોન્ડા એક્ટિવા 18,800 રૂપિયા સુધી સસ્તી થઇ
કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં તાજેતરના જીએસટી રેટમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપશે. આમાં 350 સીસી સુધીની સ્કૂટર અને મોટરસાયકલ બંનેનો સમાવેશ થશે.
કંપનીએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલ દ્વારા ટુ વ્હીલર પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાના નિર્ણયને પગલે ગ્રાહકોને હવે મોડેલના આધારે શોરૂમના ભાવમાં 18,800 રૂપિયા સુધીની નોંધપાત્ર બચત થશે.
હોન્ડા મોટરસાયકલના સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિરેક્ટર યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “ટુ-વ્હીલર અને પાર્ટ્સ પર જીએસટીમાં ઘટાડો એક તાત્કાલિક અને દૂરંદેશી પગલું છે, જે વાહનોને વધુ સસ્તું બનાવશે અને એકંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. ’