GST Cut On Car, Bike scooter Price Down : જીએસટી ઘટ્યા બાદ કાર અને સ્કૂટર બાઇક જેવા ટુ વ્હીલર સસ્તા થયા છે. જીએસટી ઘટાડાનો લાભ આપવા ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવમાં ધરખમ ઘટાડ કર્યો છે. ભારતમાં ટુ વ્હીલર સેગમેન્ટમાં હોન્ડા એક્ટિવા અને ટીવીએસ જ્યુપિટર લોકપ્રિય સ્કૂટર છે. હોન્ડા અને ટીવીએસ કંપનીએ તેમના સ્કૂટરના ભાવ ઘટાડ્યા છે. જો તમે નવું સ્કૂટર ખરીદવાનો વિચારો છો તો જીએસટી ઘટાડ્યા બાદ હોન્ડા એક્ટિવા અને ટીવીએસ જ્યુપિટર બંને માંથી ક્યું સસ્તું સ્કૂટર છે તેની તપાસ કરવી જોઇએ.
જીએસટી ઘટતા કાર, બાઇક સ્કૂટર સસ્તા થયા
સરકારે કાર, બાઇક અને સ્કૂટર પર જીએસટી ઘટાડ્યો છે. દેશભરમાં નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થયા છે. જીએસટી સુધારણા મુજબ 350 સીસી સુધીની ટુ વ્હીલર પર હવે 18 ટકા જીએસટી લાગશે. અગાઉ તેના 28 ટકા જીએસટી અને 1 ટકા સેસ વસૂલવામાં આવતો હતો, જેના કારણે ટુ વ્હીલરની કિંમત ઘણી ઉંચી હતી. જીએસટી ઘટાડા બાદ ઓટો કંપનીઓએ બાઇક અને સ્કૂટરની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે.
Honda Activa કેટલું સસ્તું થયું ?
હોન્ડા એક્ટિવા ભારતમાં સૌથી વધુ વેચાતા સ્કૂટર પૈકીના એક છે. સારું પર્ફોર્મન્સ, વધારે માઇલેજ અને મેઇન્ટેનન્સ ખર્ચ ઓછો હોવાથી આ સ્કૂટર વધાર લોકપ્રિય છે. અગાઉ હોન્ડા એક્ટિવ પર 28 ટકા જીએસટી લાગતો, ત્યારે તેના બેઝ મોડલની કિંમત 81,045 રૂપિયા એક્સ શો રૂમ હતી. NBTના એક રિપોર્ટ મુજબ હવે જીએસટી સુધારણા બાદ ટેક્સ ઘટીને 18 ટકા થયો છે. જેના અનુસંધાનમાં કંપનીએ હોન્ડા એક્ટિવાની કિંમતમાં 7874 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આમ હવે હોન્ડા એક્ટિવાની કિંમત 73171 રૂપિયા એક્સ શો રૂમ થઇ છે.
TVS Jupiter કિંમત કેટલી ઘટી?
ટીવીએસ જ્યુપિટર હોન્ડા એક્ટિવાનું કટ્ટર હરિફ સ્કૂટર છે. યુવા લોકોમાં ટીવીએસ જ્યુપિટરનો ભારે ક્રેઝ છે. અગાઉ જ્યારે 28 ટકા જીએસટી હતો ત્યારે ટીવીએસ જ્યુપિટરની કિંમત 78,631 રૂપિયા એક્સ શો રૂમ હતી. હવે 18 ટકા જીએસટી થતા કંપનીએ ટીવીએસ જ્યુપિટરના બેઝ મોડલની કિંમત ઘટાડીને 70,767 રૂપિયા એક્સ શો રૂમ કરી છે. આમ આ સ્કૂટર અગાઉ કરતા 7864 રૂપિયા સસ્તું થયું છે. જો સરખામણીએ કરીયે તો બંને સ્કૂટરની કિંમતમાં લગભગ સમાન ઘટાડો થયો છે. પરંતુ કિંમતના રીતે હોન્ડા એક્ટિવાની તુલનામાં ટીવીએ જ્યુપિટર વધુ સસ્તું સ્કૂટર બન્યું છે. અત્રે નોધનિય છે કે, ઉપરોક્ત કિંમત એક્સ શોરૂમ છે. સ્કૂટરના વેરિયન્ટ અને શહેર મુજબ ભાવ ઘટાડો અને કિંમતમાં તફાવત હોય છે.