Honda CB350 Retro Classic Launch : Royal Enfield ને આપશે ટક્કર, Honda ની નવી બાઇક ભારતમાં લોન્ચ, બુકિંગ પણ શરૂ, કિંમત માત્ર…

Honda CB350 Retro Classic Launch : હોન્ડાએ (Honda) ભારતીય બજારમાં તેની નવી બાઇક રજૂ કરી છે. નવી Honda CB350 પાંચ કલરમાં ઉપલબ્ધ છે અને ભારતીય બજારમાં હોન્ડાની નવી બાઇક બે વેરિઅન્ટ, DLX અને DLX Proમાં ઉપલબ્ધ છે. કિંમતમાં...

Written by shivani chauhan
November 20, 2023 09:18 IST
Honda CB350 Retro Classic Launch : Royal Enfield ને આપશે ટક્કર, Honda ની નવી બાઇક ભારતમાં લોન્ચ, બુકિંગ પણ શરૂ, કિંમત માત્ર…
હોન્ડાની નવી બાઇક લોન્ચ (ફોટો-ફાઇનાન્સિયલ એક્સપ્રેસ)

Honda CB350 Retro Classic Launch : હોન્ડા (Honda) એ ભારતીય બજારમાં ઘણી બાઇક્સ રજૂ કરીને ધૂમ મચાવી છે. હવે હોન્ડાએ ભારતીય બજારમાં તેની નવી બાઇક રજૂ કરી છે. આ બાઇકનું નામ ‘Honda CB350 Retro Classic’ છે અને આ બાઇકને અદ્ભુત ફિચર્સ અને ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી છે.

નવી બાઇકમાં શું ખાસ છે?

નવી બાઈકમાં રીડીઝાઈન કરેલ ટેન્ક છે. બાઇકને રેટ્રો ક્લાસિક લુક આપવામાં આવ્યો છે, જેમાં બંને છેડે એલોય વ્હીલ્સ અને ડિસ્ક બ્રેક્સ બાઇકની આધુનિક સમયરેખાને હાઇલાઇટ કરે છે. તેમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ, ડ્યુઅલ રીઅર શોક્સ, ડ્યુઅલ-ચેનલ એબીએસ, હોન્ડા સ્માર્ટફોન વોઇસ કંટ્રોલ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, એલઇડી લાઇટિંગ જેવી ઘણી સુવિધાઓ શામેલ છે.

આ પણ વાંચો: Tata Tech IPO: ટાટા ટેક્નોલોજી આઈપીઓમાં થશે બમ્પર કમાણી

એન્જિન

પાવર જનરેશન માટે, નવી Honda CB350 બાઇક સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ ટેક્નોલોજી આધારિત 346cc એન્જિન દ્વારા સંચાલિત છે જે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે 21bhp પાવર અને 29Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન નવા એમિશન સ્ટાન્ડર્ડ BSVI OBD2-B સાથે સુસંગત છે. તેમાં સ્લિપ, આસિસ્ટ ક્લચ અને હોન્ડા સિલેક્ટેબલ ટોર્ક કંટ્રોલ પણ છે.

આ પણ વાંચો: SIP Investment Tips: આ 5 રીતે એસઆઈપીમાં રોકાણ કરો

કિંમત

નવી Honda CB350 પાંચ રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને ભારતીય બજારમાં હોન્ડાની નવી બાઇક બે વેરિઅન્ટ, DLX અને DLX Proમાં ઉપલબ્ધ છે. આ બાઇકની કિંમત 1.93 લાખ રૂપિયા છે. કહેવાય છે કે આ બાઇક બજારમાં રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઇક સાથે ટક્કર આપશે. નવી Honda CB350 સમગ્ર દેશમાં કોઈપણ BigWing શોરૂમમાંથી બુક કરાવી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ