Honda Elevate ADV Edition Launch In India : હોન્ડા કાર ઈન્ડિયાએ ભારતીય બજારમાં હોન્ડા એલીવેટ નવા અવતારમાં રજૂ કરી છે. કંપનીએ તાજેતરમાં જ મિડ સાઇઝ એસયુવી હોન્ડા એલીવેટ ADV એડિશન લોન્ચ કર્યું છે. નવી કાર આકર્ષક લુક, એડવાન્સ ફીચર્સ અને પાવરફુલ એન્જિનથી સજ્જ છે. તેમાં 6 એરબેગ, ADAS અને 360 ડિગ્રી કેમેરા જેવા એડવાન્સ સેફ્ટી ફીચર્સ સામેલ છે. ચાલો જાણીયે હોન્ડા એલીવેટ એડીવી એડિશન એસયુવી કારની કિંમત, એન્જિન માઇલેજ અને ખાસિયત વિશે વિગતવાર
Honda Elevate ADV Edition શું ખાસ છે?
કાર કંપની તરફથી અપાયેલી જાણકારી મુજબ, નવી એસયુવીને સામાન્ય વર્ઝનની તુલનામાં વધુ બોલ્ડ બનાવવાની કોશિશ કરાઇ છે. તેમા આલ્ફા બોલ્ડ પ્લસ ગ્રિલ આપી છે, ઉપરાંત તેમા બોલ્ડ ઓરેન્જ હાઇલાઇટ્સ સાથે હુડ ડેકલ, બ્લેક રૂફ રેલ, ઓઆરવીએમ, અપર ગ્રિલ મોલ્ડિંગ, ડોર મોલ્ડિંગ, વિંડો બેલ્ટલાઇટન મોલ્ડિંગ, શાર્ક ફિન એન્ટિના અને હેન્ડલ્સ, ફેન્ડર પર એડીવી લોંગ, ઓરેન્જ ફોગ લાઇટ ગાર્નિશ, સામને કાર ડોર પર એડીવી લેટરિંગ અને ઓરેન્જ કલરમાં એક્સેન્ટ વાળા બ્લેક એલોટ વ્હીલ્સ, ઓરેન્જ હાઇલાઇટ્સ સાથે રિયર બમ્પર સ્ક્વિડ ગાર્નિંશ, બોડી કલર રિયર સ્કિડ પ્લેટ અને ડ્યુઅલ ટોન કલર ઓપ્શન માટે બ્લેક – આઉટ સી પિલર આપવામાં આવ્યા છે.
Honda Elevate ADV Edition એન્જિન કેટલું પાવરફુલ છે?
હોન્ડા એલિવેટ એડીવી એડિશનમાં 1.5 લીટર કેપેસિટી ધરાવતું પેટ્રોલ એન્જિન આવે છે. તેનાથી 121 પીએસ પાવર અને 145 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ થાય છે. આ એયુવીમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 220 mm છે.
Honda Elevate ADV Edition સેફ્ટી ફીચર્સ
હોન્ડા એલિવેટ એડીવી એડિશનમાં કંપનીનું એડવાન્સ હોન્ડા સેસિંગ ADAS સૂટ આપવામાં આવ્યું છે. જેમા એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, લેન કીપિંગ આસિસ્ટ, કોલિજન મિટિગેશન બ્રેકિંગ જેવા સેફ્ટી ફીચર્સ સામેલ છે. ઉપરાંત 360 ડિગ્રી કેમેરા (વૈકલ્પિક), લેનવોચ સાઇડ કેમેરા, 6 એરબેગ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ જેવા ફીચર્સ સામેલ છે.
Honda Elevate ADV Edition કિંમત
હોન્ડા એલિવેડ એડિશન એસયુવી સિંગલ અને ડ્યૂઅલ પેન્ટ કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે. જેની એક્સ શો રૂમ કિમત 15.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે અનને 16.66 લાખ રૂપિયા સુધી પહોંચે છે.
Honda Elevate ADV Edition હરિફ
હોન્ડા કાર કંપનીએ હોન્ડા એલિવેડ એડીવી એડિશનને ભારતીય બજારમાં મિડ સાઇઝ એસયુવી તરીકે રજૂ કરી છે. આ સેગમેન્ટમાં તેની સીધી હરિફાઇ હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, ટાટા હેરિયર, મારૂતિ ગ્રાન્ડ વિટારા જેવી એસયુવી સાથે છે.





