/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Honda-QC1-Electric-Scooter-Launched.jpg)
Honda QC1 Electric Scooter Price And Features: હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 1.5 kWh બેટરી આવે છે, જે સિંગલ ચાર્જમાં 80 કિમી રેન્જ આપવાનો દાવો કરે છે. (Photo: Honda)
Honda QC1 Electric Scooter Launched: હોન્ડા એક્ટિવ ઇલેક્ટ્રિક સ્કૂટરના બે મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં એક છે હોન્ડા ક્યુસી1 સ્કૂટર (Honda QC1). લેટેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચ સાથે હોન્ડા ઇલેક્ટ્રિક વ્હિકલ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર લેટેસ્ટ ટુ વ્હિલર મેન્યુફેક્ચરિંગ કંપની બની ગઇ છે. હોન્ડા એક્ટિવા ઇ જેમ હોન્ડા ક્યુસી1 પણ પાવરફુલ બેટરી સાથે આવે છે. ચાલો જાણીયે હોન્ડા ક્યુસી1 સ્કૂટરની કિંમત, બેટરી અને ફીચર વિશે વિગતવાર
Honda QC1 Electric Scooter Design : હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટર ડિઝાઇન
હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટર દેખાવમાં લેટેસ્ટ હોન્ડા એક્ટિવા ઇ સ્કૂટર જેવું છે. હોન્ડા ક્યુસી1 સ્કૂટરની બોડી સિલ્કી બોડી લાઇન સાથે એક સ્લીક ડિઝાઇન છે. ફ્રન્ટ એપ્રેન માઉન્ટેડ એલઇડી હેન્ડલેમ્પ, હેન્ડબાર પર એક સ્માઇલી ડીઆરએલ સ્ટ્રિપ, સિંગલ પીસ ડુઅલ ટોન સીટ, એક ચંકી પિલિયન ગ્રેબરેલ, 12 ઇંચના ડાયમંડ કટ એલોય વ્હીલ, એક સ્લીક એલઇડી ટેલલેમ્પ અને એક ફ્લેટ ફ્લોરબોર્ડ જેવી હાઇલાઇટ્સ હોન્ડા ક્યુસી1માં આપવામાં આવી છે.
Honda QC1 Electric Scooter Price : હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટર કિંમત
હોન્ડા ક્યુસી1 સ્કૂટર 5 શાનદાર રંગમાં ખરીદી શકાય છે. જેમા પર્લ સેરેનિટી બ્લૂ, પર્લ મિસ્ટી વ્હાઇટ, મેટ ફોગી સિલ્વર મેટેલિક, પર્લ ઇગ્નિયસ બ્લેક અને પર્લ શેલો કલર આવે છે. હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હજી સુધી જાહેર કરવામાં આવી નથી. ક્યુસી 1 સ્કૂટરનું બુકિંગ જાન્યુઆરી 2025થી શરૂ થવાનું છે અને ડિલિવરી ફેબ્રુઆરી મહિનાથી શરૂ થઇ જશે.
Honda QC1 Electric Scooter Features : હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટર ફીચર
હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચરની વાત કરીયે તો 5.0 ઇંચ એસટીડી ઇન્સ્ટુમેન્ટ પેનલ, યુસીબી ટાઇપ સી ચાર્જિંગ પોર્ટ, 26 લીટર અંડર સીટ સ્ટોરેજ બોક્સ આવે છે. હોન્ડા ક્યુસી1 અને એક્ટિવા ઇ વચ્ચે મુખ્ય તફાવત છે બેટરી. હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ઇન વ્હીલ ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે, જે મહત્તમ પાવર રેટિંગ 1.8 KW અને ટોર્ક 70 Nm છે. આ સ્કૂટર 50 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પકડી સકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે રાઇડિંગ મોડ - સ્ટાન્ડર્ડ મોડ અને ઇકોન મોડ છે. જે ચાલકની પસંદગી મુજબ પાવર અને એફિશિયન્સી પુરી પાડે છે.
Honda QC1 Electric Scooter Battery : હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટર બેટરી
હોન્ડા ક્યુસી1 સ્કૂટર સિંગલ ફિક્સડ બેટરી સાથે આવે છે જ્યારે હોન્ડા એક્ટિવા ઇ સ્વાઇપેબલ બેટરી સેટઅપ સાથે આવે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 1.5 kWh બેટરી આવે છે, જે સિંગલ ચાર્જમાં 80 કિમી રેન્જ આપતી હોવાનો કંપનીએ દાવો કર્યો છે. બેટરી ચાર્જ કરવા માટે USB ટાઇપ સી ચાર્જર આવે છે.
હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરીને 330 વોટ ઓફ બોર્ડ હોમ ચાર્જર વડે ઘરે જ રિચાર્જ કરી શકાય છે, જે ઓટો કટ ટેકનોલોજી સાથે આવે છે, જે એક સુરક્ષિત અને સરળ ચાર્જિંગ પ્રક્રિયાની ખાતરી આપે છે. બેટરીને 0 થી 80 ટકા સુધી 4 કલાક 30 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. આ બેટરી સંપૂર્ણ ચાર્જ થવામાં 6 કલાક અને 50 મિનિટનો સમય લાગે છે.
આ પણ વાંચો |હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર 2 સ્વાઇપેબલ બેટરી સાથે લોન્ચ, 102 કિમી રેન્જનો દાવો, જાણો કિંમત અને ફીચર્સ
હોન્ડા એક્ટિવા ઇ જેમ હોન્ડા ક્યુસી1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ કર્ણાટકના બેંગ્લોર નજીક નરસાપુરા પ્લાન્ટમાં કર્યું છે. આ મોડલને 3 વર્ષ કે 50000 કિમીની વોરંટી સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇલેક્ટ્રિક સ્કૂટરના પ્રથમ વર્ષમાં 3 મફત સર્વિસ પણ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us