/indian-express-gujarati/media/media_files/2026/02/05/honda-shine-125-and-honda-dio-125-limited-edition-launch-2026-02-05-18-39-45.jpg)
Honda Shine 125 And Honda Dio 125 Limited Edition Launch : હોન્ડા સાઇન 125 અને હોન્ડા ડિયો 125 લિમિટેડ એડિશન લોન્ચ થયા છે. Photograph: (Honda)
Honda Shine 125 And Honda Dio 125 Limited Edition Launch : ટુ વ્હીલર માર્કેટમાં ધાસું બાઇક અને સ્કૂટર લોન્ચ થયા છે. હોન્ડા કંપનીએ તેની લોકપ્રિય બાઇક હોન્ડા સાઇન 125 (Honda Shine 125) અને હોન્ડા ડિયો 125 (Honda Dio 125) નવા મોડલમાં લોન્ચ કર્યા છે. હોન્ડા Dio 125 X Edition અને હોન્ડા Shine 125 Limited Edition ભારતીય બજારમાં આવી ગયા છે. આ બંને ટુ વ્હીલર Gen Z ને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યા છે. ચાલો જાણીયે બંને ટુ વ્હીલરની કિંમત, એન્જિન અને ફીચર્સ વિશે વિગતવાર
Honda Shine 125, Honda Dio 125 કિંમત
Honda કંપની એ હોન્ડા Dio 125 X Edition સ્કૂટર 87,733 રૂપિયા એક્સ શોરૂમની કિંમતે લોન્ચ કર્યું છે. તો હોન્ડા Shine 125 Limited Edition બાઇકની એક્સ શોરૂમ કિંમત 86,211 રૂપિયા નક્કી કરી છે.
Honda Dio 125 ડિઝાઇન
હોન્ડા કંપનીએ Dio 125 X Edition સ્કૂટર એક દમદાર અને નવી ઓળખ સાથે લોન્ચ કર્યું છે. તેની બોડી પેનલ્સ પર આપેલા એક્સક્લુઝિવ X Edition ગ્રાફિક્સ તેને બોલ્ડ અને યૂથફુલ લુક આપે છે. તે ડ્યુઅલ ટોન કલર સ્કીમ, પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે સાથે પર્લ સાઇન બ્લુ કલરમાં ઉપલબ્ધ છે, જે સાયબર ડ્રિફ્ટ થીમ થી પ્રેરિત છે અે સ્કૂટરને એનર્જેટિક લુક આપે છે.
Honda Dio 125 ફીચર્સ
હોન્ડા ડીયો 125 સ્કૂટરના નવા મોડલના સ્પોર્ટી લૂક અપિલને વધારવા માટે X-Edition માં આકર્ષક Mat Frash કલરમાં એલોય વ્હીલ આપ્યા છે. તેની સાથે સ્કૂટરની સાઇડમાં આપેલા નવા X-Edition ડેકલ્સ તેને X ફેક્ટરને હાઇલાઇટ કરે છે. આ સ્કૂટર ખાસ કરીને Gen-Z અને યુવાન વર્કિંગ રાઇડર્સ માટે તૈયાર ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેઓ પોતાની અલગ ઓળખ અને અને વિશ્વાસ રજૂ કરવા માંગે છે.
Honda Shine 125 Limited Edition માં શું ખાસ છે?
હોન્ડા Shine 125 Limited Edition બાઇકમાં સાઇન 125 નો વિશ્વાસ મળે છે. આ બાઇકમાં 125 સીસી એન્જિન આવે છે. આ મોટરસાઇલને વધુ મોર્ડન અને મિનિમલિસ્ટ થીમ સાથે રીઇમેજિન કરાયું છે, જે ક્લિન સિમ્પ્લિસિટી અને પ્રીમિયમ અનુભવ આપે છે. તેનાથી બાઇક વધારે આરામદાયક, પ્રીમિયમ અને રોજિંદા વપરાશ માટે સરળ બનાવે છે.
નવી હોન્ડા સાઇન બાઇકમાં આગળ 250 મીમીની ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક છે. સાથે જ સેફ્ટી માટે કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ પણ આવે છે.
આ બાઇકની લિમિટેડ એડિશનમાં નવા પ્રીમિયમ ગ્રાફિક આપ્યા છે, જે તેની આઇકોનિક આઇડેન્ટિ યથાવત રાખી તેને વધુ રિફાઇન્ડ વિઝ્યુઅલ કેરેક્ટર આપે છે. તે પર્લ સિરેન બ્લુ કલરમાં ઉપલબ્ધ છે અને તેમા pyrite brown ફિનિશ એલોય વ્હીલ આપ્યા છે, જે તેના ટાઇમલેસ લુકમાં સોફિસ્ટેક્શન ઉમેરે છે. તેની ડિઝાઇન ક્લિન સરફેસ લુક પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ફંક્શનૈલિટી અને સાદગી દર્શાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us