Honor 200 5G, Honor 200 Pro 5G: 100W ફાસ્ટ ચાર્જિંગ, 50MP કેમેરા અને 5200mAh બેટરીવાળા બે ઓનર સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Honor 200 5G, Honor 200 Pro 5 Price And Features: ઓનર 200 5જી અને ઓનર 200 પ્રો 5જી સ્માર્ટફોન 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 5200mAh બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. જાણો લેટેસ્ટ ઓનર સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

Honor 200 5G, Honor 200 Pro 5 Price And Features: ઓનર 200 5જી અને ઓનર 200 પ્રો 5જી સ્માર્ટફોન 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 5200mAh બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. જાણો લેટેસ્ટ ઓનર સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
honor 200 5g price | honor 200 pro 5g price | honor 200 5g features | honor 200 pro 5g features | honor 200 5g specifications | honor 200 pro 5g specifications | honor 200 5g camera | honor 200 pro 5g camera | latest honor smartphone | mobile phone | Honor 200 series

Honor 200 Series Smartphone: ઓનર 200 સિરીઝ હેઠળ બે નવ સ્માર્ટફોન ઓનર 200 5જી અને ઓનર 200 પ્રો 5જી ભારતમાં લોન્ચ થયા છે. (Photo: @Honorglobal)

Honor 200 5G, Honor 200 Pro 5G Launched: ઓનર સ્માર્ટફોનની ઓનર 200 5જી (Honor 200 5G) સિરીઝ ભારતમાં થઇ છે. ઓનર 200 5જી અને ઓનર 200 પ્રો 5જી કંપનીના નવા સ્માર્ટફોન છે જે 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, 5200mAh બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. ચાલો લેટેસ્ટ ઓનર સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે

Advertisment

ઓનર 200 5જી, ઓનર 200 પ્રો 5જી કિંમત (Honor 200 5G, Honor 200 Pro 5G Price)

ઓનર 200 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 34999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 39999 રૂપિયામાં ખરીદી શકાય છે. ઓનર 200 પ્રો 5જી વેરિયન્ટ સિંગલ 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પ માટે 57999 રૂપિયામાં ખરીદી શકાય છે.

સ્ટાન્ડર્ડ ઓનર 200 5G સ્માર્ટફોન બ્લેક અને મૂનલાઇટ વ્હાઇટ કેલ્ક તો પ્રો 5જી વેરિઅન્ટ બ્લેક એન્ડ ઓશન સાયન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ બંને સ્માર્ટફોનનું વેચાણ કંપનીની વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર 20 જુલાઇથી શરૂ થશે.

Advertisment

ઓનર 200 5જી, ઓનર 200 પ્રો 5જી સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ (Honor 200 5G, Honor 200 Pro 5G Specifications, Features)

ઓનર 200 5જીમાં 6.7 ઇંચની ફુલએચડી+ OLED કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 4000 નાઇટ્સ પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. જ્યારે ઓનર 200 Pro 5Gને 6.78 ઇંચની સ્ક્રીન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તો ઓનર 200 પ્રો 5જી માં 6.78 ઇંચની સ્ક્રીન છે.

ઓનર 200 5જી સ્નેપડ્રેગન 7 Gen 3 પ્રોસેસર જ્યારે પ્રો વેરિયન્ટ સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર સાથે આવે છે. આ બંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ Magic MagicOS 8.0 સાથે આવે છે.

honor 200 5g price | honor 200 pro 5g price | honor 200 5g features | honor 200 pro 5g features | honor 200 5g specifications | honor 200 pro 5g specifications | honor 200 5g camera | honor 200 pro 5g camera | latest honor smartphone | mobile phone | Honor 200 series
Honor 200 5G, Honor 200 Pro 5G: ઓનર 200 5G સ્માર્ટફોન બ્લેક અને મૂનલાઇટ વ્હાઇટ કેલ્ક તો પ્રો 5જી વેરિઅન્ટ બ્લેક એન્ડ ઓશન સાયન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. (Photo: @Honorglobal)

ઓનર 200 5જી, ઓનર 200 પ્રો 5જી કેમેરા (Honor 200 5G, Honor 200 Pro 5G Camera )

કેમેરાની વાત કરીએ તો ઓનર 200 5જી અને ઓનર 200 પ્રો 5જીમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ મોડેલમાં Sony IMX906 પ્રાઇમરી સેન્સર છે જ્યારે પ્રો મોડેલમાં H900 પ્રાઇમરી સેન્સર છે. બંને સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પ્રો વેરિઅન્ટમાં 3D ડેપ્થ કેમેરા પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોન એઆઈ ફીચર્સ સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

ઓનર 200 5જી સિરીઝ સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5200mAh બેટરી આપવામાં આવી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઓનર 200 પ્રો 5જી સ્માર્ટફોનમાં 66W વાયરલેસ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G