Honor 200 5G Series: Honor એ ભારતમાં પોતાની નવી Honor 200 5G Series લોન્ચ કરવાની જાહેરાત કરી છે. Honor 200 5G અને Honor 200 Pro 5G સ્માર્ટફોન દેશમાં એમેઝોન પ્રાઇમ ડે સેલ્સ 2024 હેઠળ ખરીદી માટે ઉપલબ્ધ થશે. કંપનીએ 18 જુલાઈ 2024ના રોજ Honor 200 5G સિરીઝ ભારતમાં લોન્ચ કરવાની જાણકારી આપી છે. આવો તમને જણાવીએ ઓનરના આ ફોનના લોન્ચ અને ફિચર્સ સાથે જોડાયેલી જાણકારી.
ઓનર 200 5જી સિરીઝ ફીચર્સ (HONOR 200 5G Series Features)
Honor 200 5G સિરીઝ 18 જુલાઈ, 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે. આગામી ઓનર સીરીઝના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 14 આધારિત એઆઇ સંચાલિત મેજિક ઓએસ 8.0 મળવાની આશા છે.
મેજિક ઓએસ 8.0 સાથે ફોનમાં મેજિક પોર્ટલ, મેજિક કેપ્સ્યુલ, પેરેલલ સ્પેસ અને ફ્લેગશિપ લેવલ એઆઇ ફીચર્સ જેવા ઘણા એઆઇ ફીચર્સ મળવાની આશા છે. Honor 200 5Gમાં પંચ-હોલ કટઆઉટ સાથે 6.7 ઇંચની ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે મળશે.
આ પણ વાંચો – એમેઝોન પ્રાઇમ ડે સેલ 20 જુલાઇથી શરુ થશે, મળશે ધડાધડ ઓફર્સ
જ્યારે HONOR 200 Pro 5G માં 6.78 ઇંચની ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે મળશે જેના પર પિલ શેપ કટઆઉટમાં સેલ્ફી કેમેરા મળશે. બંને સ્માર્ટફોનમાં 120 હર્ટ્ઝનો સ્ક્રીન રિફ્રેશ રેટ અને 4000 નીટની ટોચની બ્રાઇટનેસ હશે. ડિસ્પ્લે ટીયુવી રીનલેન્ડ ફ્લિકર-ફ્રી સર્ટિફિકેશન સાથે આવશે.
આ ફોન બ્લેક અને મૂનલાઇટ વ્હાઇટ કલરમાં મળશે
Honor 200 5Gમાં એક અલ્ટ્રા સીમ ડિઝાઇન મળશે જેની મોટાઇ 7.7mmની રહેશે. આ ફોન બ્લેક અને મૂનલાઇટ વ્હાઇટ કલરમાં મળશે. કંપનીએ ખુલાસો કર્યો છે કે આગામી ફોનમાં ઓએસ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા લેન્સ મળશે.
Honor 200 5G સીરીઝમાં 5200mAhની બેટરી મળવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. બેટરી 100W વાયર્ડ ચાર્જિંગ તકનીકને સપોર્ટ કરે છે. આગામી દિવસોમાં કંપની દ્વારા આ ફોન વિશે વધુ માહિતી મળવાની આશા છે.





