Honor 90 5G Price Cut : HTech કંપનીએ એ ઓનર 90 સ્માર્ટફોન (Honor 90 Smartphone) સપ્ટેમ્બર 2023માં ભારતમાં લોન્ચ કર્યો હતો. હવે આ શાનદાર હેન્ડસેટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એમેઝોન ઇન્ડિયા પર શાનદાર ડીલ્સ હેઠળ 200 એમપી કેમેરા, 512 જીબી સુધી સ્ટોરેજ અને 12 જીબી સુધીની રેમવાળો સ્માર્ટફોન ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા પર 5000 રૂપિયાથી વધુની બચત સાથે ખરીદી શકાય છે. જાણો આ ધમાકેદાર ઓફર વિશે…
ઓનર 90 ઓફર કિંમત એમેઝોન ડીલ (HONOR 90 Offer Price Amazon Deal)
ઓનર 90 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને એમેઝોન પરથી 22,999 રૂપિયામાં અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ ફોનને એમેઝોન પર ઘણી બેંક ઓફર સાથે સસ્તામાં ખરીદી શકાય છે. જે બાદ તેની અસરકારક કિંમત 17,999 રૂપિયા થાય છે.
એચએસબીસી ક્રેડિટ કાર્ડથી ફોનને 5000 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદવાી તક છે. સાથે જ સ્માર્ટફોનને અન્ય બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વડે 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ઉપરાંત સ્માર્ટફોનને એમેઝોન પે આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ વડે પણ ખરીદી શકાય છે, જેમાં કુલ 4100 રૂપિયાના ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે.
ઓનર 90 સ્માર્ટફોન ફીચર્સ અને ખાસિયતો
ઓનર 90 સ્માર્ટફોન ડિસ્પ્લે
ઓરન 90 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની 1.5K ક્વાડ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે અને 1600 નીટની ટોપ બ્રાઇટનેસ છે. સ્ક્રીનની વચ્ચે પંચ-હોલ કટઆઉટ છે.
ઓનર 90 સ્માર્ટફોન પ્રોસેસર
ઓનર 90 સ્માર્ટફોનમાં ગ્રાફિક્સ માટે ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 ચિપસેટ અને એડ્રેનો જીપીયુ આપવામાં આવ્યું છે.
ઓનર 90 સ્માર્ટફોન રેમ અને સ્ટોરેજ
ઓનર 90 સ્માર્ટફોનમાં 8 જીબી અને 12 જીબી રેમ ઓપ્શન સાથે 256 અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
ઓનર 90 સ્માર્ટફોન કેમેરા
ઓનર 90 સ્માર્ટફોન માં 200 મેગાપિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે મોબાઇલમાં 50 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | વનપ્લસ નોર્ડ સીઈ 4 લોન્ચ થયા પછી વનપ્લસ નોર્ડ સીઈની કિંમતમાં ઘટાડો, જાણો ડિટેલ્સ
ઓનર 90 સ્માર્ટફોન બેટરી અને ચાર્જિંગ
ઓનરના આ ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 66W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 13 બેઝ્ડ MagicOS 7.1 સાથે આવે છે.





