/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Honor-Choice-Watch-.jpg)
Honor Choice Watch : ઓનર ચોઈસ વોચ ભારતમાં લોન્ચ થઇ છે. (Zohaib Ahmed / Express photo)
Honor Choice Watch Launched : ઓનર કંપનીએ આખરે ભારતમાં તેની નવી સ્માર્ટવોચ ઓનર ચોઈસ વોચ લોન્ચ કરી છે. નવી Honor Choice સ્માર્ટવોચમાં AMOLED ડિસ્પ્લે, ચેન્જેબલ સિલિકોન સ્ટ્રેપ અને મેટાલિક બોડી છે. આ સ્માર્ટવોચમાં 120 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ અને 100 થી વધુ વોચ ફેસ ઉપલબ્ધ છે. ચાલો નવી ઓનર ચોઈસ વોચની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે
ભારતમાં ઓનર ચોઈસ વોચની કિંમત (Honor Choice Watch Price In India)
ઓનર વોઇસ વોચ ભારતમાં 6499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી છે. 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે આ વોચને 5999 રૂપિયાની અસરકારક કિંમત ખરીદવાનો મોકો છે. આ વોચ બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-5.jpg)
ઓનરની આ સ્માર્ટવોચ 24 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યાથી એમેઝોન ઇન્ડિયા પર દેશમાં વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ઉપરાંત આ વોચ એક્સપ્લોરહોનરની વેબસાઇટ અને મોટા રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.
ઓનર ચોઈસ વોચ ફીચર્સ (Honor Choice Watch Features)
ઓનર ચોઈસ વોચમાં 1.95 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન (410 x 502 પિક્સેલ્સ) છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 Hz છે અને પીક બ્રાઇટનેસ 550 nits છે. ડિસ્પ્લેની પિક્સેલ ડેનસિટી 332 પીપીઆઈ છે અને સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 75 ટકા છે. આ વોચ 21 ડાયનેમિક ઓલ-ઑન વૉચ ફેસ અને 100 કરતાં વધુ નોર્મલ વૉચ ફેસ સાથે પ્રી-ઇન્સ્ટોલ કરેલી છે.
ઓનરની આ સ્માર્ટવોચમાં 120થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. ઓનર ચોઈસ વોચમાં બ્લડ ઓક્સિજન અથવા SpO2, હાર્ટ રેટ અને સ્લીપ ટ્રેકર્સ જેવી ફીચર્સ ઉપલબ્ધ છે. આ વોચ મેન્સ્ટ્રુઅલ હેલ્થ ટ્રેકિંગ અને સ્ટ્રેસ મોનિટરિંગ ફીચર્સ સાથે આવે છે. ટ્રેકર પર રેકોર્ડ કરવામાં આવેલ તમામ ડેટાને ઓનર હેલ્થ એપ સાથે સિંક કરી શકાય છે.
Honor X9b, HONOR Choice Watch, HONOR Choice Earbuds X5 launched in India.#Honor#HonorX9bpic.twitter.com/OkKRalpDHr
— Mukul Sharma (@stufflistings) February 15, 2024
Honor Choice Watchમાં બ્લૂટૂથ કૉલિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ઘડિયાળમાં બ્લૂટૂથ 5.3 કનેક્ટિવિટી અને વન-ક્લિક SOS કૉલિંગ જેવી સુવિધાઓ છે. આ વોચમાં ઇનબિલ્ટ GNSS સેટેલાઇટ પોઝિશનિંગ ચિપસેટ છે જે GPS, GLONASS વગેરે માટે સપોર્ટ પૂરો પાડે છે.
આ પણ વાંચો | ઓપ્પોનો દમદાર સ્માર્ટફોન લોન્ચ, 64 એમપી કેમેરા અને 256 જીબી સ્ટોરેજ; શાનદાર ફીચર્સ અને કિંમત જાણી ચોંકી જશો
ઓનરની આ સ્માર્ટવોચ માં 5ATM વોટર રેઝિસ્ટન્સ સપોર્ટ છે. આ વોચ બનાવવા માટે મેટાલિક બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ઇન્ટરચેંજેબલ સિલિકોન સ્ટ્રેપ સાથે આવે છે. તેનું વજન 45 ગ્રામ અને જાડાઈ 10.2mm છે. ઓનરની આ સ્માર્ટવોચમાં 300mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી 12 દિવસ સુધીની બેટરી લાઈફ આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us