/indian-express-gujarati/media/media_files/2026/03/03/honor-robot-phone-launch-2026-03-03-18-00-37.jpg)
Honor Robot Phone Launch : ઓનર રોબોટ ફોન રજૂ થયો છે. Photograph: (Honor)
HONOR Pobot Phone Launch In MWC 2026 : દુનિયાનો પ્રથમ રોબોટ ફોન બાર્સિલોનામાં ચાલુ રહેલા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2026માં રજૂ કરવામાં આવ્યો છે. આ રોબોટ ફોન ઓનર કંપની દ્વારા HONOR Robot Phone પ્રદર્શિત કરાયો છે, જેને જોઇ સમગ્ર દુનિયા આશ્ચર્યચકિત છે, કારણ કે સ્માર્ટફોનની અંદરથી રોબોટ કેમેરા નીકળે છે, જે યુઝર્સની લાગણી અને હાવભાવ સમજી શકે છે.
ઓનર કંપનીએ આ રોબોટ ફોનને નવી સ્પીશીજ કહી છે કારણ કે તે રેગ્યુલટર મોબાઇલ ફોર્મ ફેક્ટરમાં embodied AI, Robot-grade મોશન કન્ટ્રોલ અને સિનેમેટિક ઇમેજિંગને એક સાથે ઓફર કરે છે, જે તેને વધુ ખાસ બનાવે છે.
આ ડિવાઇસ માત્ર સ્ક્રીન અને વોઇસ કમાન્ડ સુધી મર્યાદિત નથી, તે જાતે હલન ચલન કરે છે, પ્રતિભાવ આપે છે અને યુઝર્સની લાગણી સમજી હાવભાવ રજૂ કરે છે. આ જોયા બાદ એવું લાગે છે કે, જાણો ફોનને હાથ પગ અને મગજ મળી ગયું હોય. ઓનર Robot Phone માં એવું Embodied AI આવે છે, જે ઇન્ટરેક્શનને પહેલા ઘણું વધારે કુદરતી બનાવે છે.
આ રોબોટ ફોનમાં All Angle AI Video કોલિંગની સુવિધા છે, એટલે કે કેમેરા યુઝરને ઓટોમેટિક ફોલો કરે છે અને ફ્રેમિંગને આપમેળે એડજસ્ટ કરે છે. એટલું જ નહીં આ ફોનના કેમેરા મોડ્યૂલ 'હા' માં માથું ઉપર નીચે કરવું અને 'ના' માં માથું આજુબાજુ ઘુમાવવું જેવી વર્તણુક સમજી શકે છે.
ઓનર રોબોટ ફોન સંગીતના તાલે ફિઝિકલ મૂવમેન્ટ પણ કરે છે, જે તેને એક મિની રોબોટ જેવું બનાવે છે. ફોનમાં હાજર હાર્ડવેર સેન્સેર સાઉન્ડ ઓળખવા, મોશન ટ્રેક કરવા અને વિઝ્યુઅલ અવેરનેસ જાળવી રાખવું સક્ષમ બનાવે છે. જેનાથી આ એક ફોન એક સેન્સરી અને માનવ જેવું ઇન્ટરેક્શન આપે છે.
It used to be a concept, but now it has come into reality --
— HONOR (@Honorglobal) March 1, 2026
HONOR Robot Phone embodies a new form of AI device featuring both intelligence and vitality
It is a robot phone from the future, an intelligent companion for you.⚡️ pic.twitter.com/S8CtdpUTQy
નાના મોટામાં રોબોટ સિસ્ટમ
ઓનર કંપનીએ એક રેગ્યુલર સ્માર્ટફોન બોડીમાં રોબોટ સિસ્ટમ ફિટ કરી છે. જેમા સ્માર્ટફોનની પાછળની બાજુથી રોબોટ કેમેરા બહાર નીકળે છે.
આ માટે કંપનીએ ઇન્ડસ્ટ્રીઝની તુલાનામાં 70 ટકા નાનો કસ્ટમ માઇક્રો મોટર પણ તૈયાર કરી છે. તેની નાની મોટરના કારણે HONOR ને ઇન્સ્ટ્રીઝની સૌથી કોમ્પેક્ટ 4DoF ગિંબલ સિસ્ટમ ફોનમાં આપી છે, જે રોબોટિક મોશન કન્ટ્રોલનું મુખ્ય પરિબળ કહેવાય છે.
200MP કેમેરા સાથે રોબોટિક મૂવમેન્ટ
ઓનર Robot Phone ને મોબાઇલ વીડિયોગ્રાફીના પ્રો લેવલ આઉટપુટ માટે તૈયાર કરાયો છે. જેમા ફોન ઉદ્યોગને પ્રથમ 3 Axis Gimbal કેમેરા છે, જે એક 200MP સેન્સર છે. આ ડિવાઇસમાં Super Steady Video જોવા મળે છે, જ્યાં ઝડપી હલનચલનમાં પણ પ્રોફેશનલ ગ્રેડ સ્ટેબિલાઇઝેશન મળે છે.
આ પણ વાંચો | એન્ડ્રોઇડ ફોનના 6 શાનદાર ફીચર્સ, જે મોબાઇનને વધુ સુરક્ષિત અને ઉપયોગી બનાવશે
ઓનર રોબોટ ફોનમાં AI Object ટ્રેકિંગ ફીચર પર આવે છે, જે ચાલતી વસ્તુને રિયલ ટાઇમમાં ટ્રેક કરે છે. ફોન 90° અને 180° સુધી ઇન્ટેલિજન્ટ કેમેરા રોટેશન ઓફર કરે છે, જેના વડે એક હાથથી ફણ સિનેમેટ્રિક ટ્રાન્ઝિશન ક્રિએટ કરી શકાય છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us