Honor Magic V Flip છે સૌથી મોટી સ્ક્રીનવાળો ફ્લિપ સ્માર્ટફોન, 1TB સુધી સ્ટોરેજ, 16GB સુધી રેમઅને 4800mAh બેટરી

Honor Magic V Flip Launhed: ઓનર મેજિક વી ફ્લિપ કંપનીનો પહેલો ફ્લિપ ફોન છે અને ફ્લિપ ફોન સેગમેન્ટમાં 4 ઇંચની એક્સટર્નલ ડિસ્પ્લે ધરાવતો આ પહેલો હેન્ડસેટ છે

Honor Magic V Flip Launhed: ઓનર મેજિક વી ફ્લિપ કંપનીનો પહેલો ફ્લિપ ફોન છે અને ફ્લિપ ફોન સેગમેન્ટમાં 4 ઇંચની એક્સટર્નલ ડિસ્પ્લે ધરાવતો આ પહેલો હેન્ડસેટ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
honor magic v flip, honor

Honor Magic V Flip Launhed: ઓનરે ચીનમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Honor Magic V Flip Launhed: ઓનરે ચીનમાં પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓનર મેજિક વી ફ્લિપ કંપનીનો પહેલો ફ્લિપ ફોન છે અને ફ્લિપ ફોન સેગમેન્ટમાં 4 ઇંચની એક્સટર્નલ ડિસ્પ્લે ધરાવતો આ પહેલો હેન્ડસેટ છે. ઓનર મેજિક વી ફ્લિપમાં સ્નેપડ્રેગન 8+ જેન 1 ચિપસેટ, 4800mAhની બેટરી અને 1TB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ઓનરના આ સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ.

Advertisment

ઓનર મેજિક વી ફ્લિપ કિંમત (Honor Magic V Flip price)

ઓનર મેજિક વી ફ્લિપ સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,999 CNY (લગભગ 57,000 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 5,499 યુઆન (લગભગ 64,000 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યા છે. 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,999 યુઆન (લગભગ 70,000 રૂપિયા) છે. આ ડિવાઇસને કેમેલિયા વ્હાઇટ, શેમ્પેઇન પિંક અને આઇરિસ બ્લેક શેડ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

ઓનરે મેજિક વી ફ્લિપ હૌટ કોચર એડિશન પણ લોન્ચ કરી છે, જેની કિંમત 6,999 યુઆન (લગભગ 80,000 રૂપિયા) છે. જેને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોડલ્સ ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તેનું વેચાણ 21 જૂનથી શરૂ થશે. હાલ ચીનની બહાર આ ફોનના લોન્ચિંગ સાથે જોડાયેલી કોઇ જાણકારી નથી.

ઓનર મેજિક વી ફ્લિપ ફિચર્સ (Honor Magic V Flip specifications)

ઓનર મેજિક વી ફ્લિપ સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 14 પર ચાલે છે, જે મેજિકઓએસ 8.0 સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 6.8 ઇંચની પ્રાઇમરી ફુલએચડી+ (1,080×2,520 પિક્સલ) એલટીપીઓ OLED ઇન્ટરનલ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 21: 9 છે. જ્યારે 120 હર્ટ્ઝ એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3000 એનઆઈટી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.

Advertisment

ડોલ્બી વિઝન સર્ટિફિકેશન વાળા આ સ્માર્ટફોનમાં 3840 હર્ટ્ઝ અલ્ટ્રા-હાઇ ફ્રિક્વન્સી પીડબલ્યુએમ ડિમિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 4 ઇંચની એલટીપીઓ OLED (1,200×1,092 પિક્સલ) કવર સ્ક્રીન આપવામાં આવી છે.

આ પણ વાંચો - ગુગલે 14000 રૂપિયા સસ્તો કરી દીધો 256GB સ્ટોરેજવાળો Pixel 8 સ્માર્ટફોન, મળી રહ્યું છે 8000 કેશબેક

ઓનર મેજિક વી ફ્લિપ ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8+ જેન 1 એસઓસી દ્વારા સંચાલિત છે, જેની સાથે 16 જીબી રેમ આપવામાં આવી છે. હેન્ડસેટમાં અપર્ચર એફ/1.9 અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એપર્ચર એફ /2.2 અને ઓટોફોકસ સાથે 12-મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ-એંગલ મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 50 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ816 ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ઓનર મેજિક વી ફ્લિપ સ્માર્ટફોનમાં 256 જીબી, 512 જીબી અને 1 ટીબી સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3, જીપીએસ/એ-જીપીએસ, એનએફસી, ઓટીજી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્પીકર્સ અને ત્રણ માઇક્રોફોન આપવામાં આવ્યા છે. આ ડિવાઇસને પાવર આપવા માટે 4800mAhની બેટરી આપવામાં આવી છે, જે 66W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી માત્ર 42 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ