Honor Pad X7 Launch : ઓનર પેડ એક્સ 7 લોન્ચ છે. ઓનર કંપનીએ લેટેસ્ટ Honor Pad X7 ટેબલેટ સાઉદી અરબમાં લોન્ચ કર્યો છે. નવા એન્ટ્રી-લેવલ ટેબલેટમાં ક્વાલકોમના સ્નેપડ્રેગન 680 ચિપસેટ, 6 જીબી સુધીની રેમ અને 128 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. Honor Pad X7માં 8.7 ઇંચની એલસીડી ડિસ્પ્લે, 7020mAhની બેટરી અને 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ ઓનર ટેબલેટમાં શું છે ખાસ, કિંમતથી લઈને ફીચર્સ સુધી.
Honor Pad X7 Price : ઓનર પેડ એક્સ 7 કિંમત
ઓનર પેડ એક્સ7 ટેબલેટની કિંમત 349 SAR (8000 રૂપિયા) છે અને તે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે આ એક લિમિટેડ ટાઇમ ઓફર છે અને બાદમાં 449 SAR (લગભગ 10,300 રૂપિયા)ની કિંમત પર ઉપલબ્ધ થશે. હાલ આ ટેબલેટ સાઉદી અરબમાં સિંગલ ગ્રે કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
Honor Pad X7 Features : ઓનર પેડ એક્સ 7 ફીચર્સ
Honor Pad X7 ટેબલેટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને તેમાં 8.7 ઇંચ (800×1,340 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 180pp પિક્સેલ ડેન્સિટી, 90હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 85 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો ઓફર કરે છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર 6એનએમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સાથે એડ્રેનો 610 જીપીયુ અને 6જીબી સુધીની રેમ આપવામાં આવી છે. આ ટેબલેટમાં 128GB સુધી સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે.
ઓનર પેડ એક્સ 7 ને પાવર આપવા 7020mAhની મોટી બેટરી છે જે 10W ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસ એક જ ચાર્જમાં 56 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ મેળવવાનો દાવો કરે છે. ટેબલેટનું ડાયમેન્શન 211.8×124.8×7.99mm છે અને તેનું વજન 365 ગ્રામ છે.
ટેબલેટમાં ઓટોફોકસ અને અપર્ચર એફ / 2.0 સાથે 8 મેગાપિક્સલનું રિયર સેન્સર પણ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે જે અપર્ચર એફ / 2.2 અને ફિક્સ્ડ ફોકસ સાથે આવે છે. ડિવાઇસમાં મેટલ બેક પેનલ મળે છે. Honor Pad X7 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં બ્લૂટૂથ 5.0 અને વાઇ-ફાઇ 5 નો સમાવેશ થાય છે.