Honor X7c 5G Launch Price In India : ઓનર કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન ઓનર એક્સ7સી 5જી (Honor X7c 5G) ભારતમાં લોન્ચ થયો છે. ઓનર સ્માર્ટફોન ઓક્ટોબર 2024માં ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો ત્યારથી ભારતમાં રજૂ થવાની રાહ જોવાઇ રહી છે. Honor X7c 5G મિડ રેન્જ સ્માર્ટફોન માર્કેટમાં પોતાના પર્ફોર્મન્સ, બેટરી અને સ્માર્ટ સોફ્ટવેર ફીચર્સ માટે ફેમસ છે. ભારતમાં મિડ રેન્જ સ્માર્ટફોન ખરીદનાર યુઝર્સમ માટે ઓનર એક્સ7સી 5જી શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓનર એક્સ7સી 5જી સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ વિશે વિગતવાર
Honor X7c 5G Price : ઓનર એક્સ7સી 5જી કિંમત
Honor X7c 5જી સ્માર્ટફોનના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 14,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ 20 ઓગસ્ટે બપોરે 12 વાગેથી શરૂ થશે. આ સ્માર્ટફોન કંપનીના ઓનલાઇન સ્ટોર, એમેઝોન ઈન્ડિયા અને રિટેલ સ્ટોર પરથી પણ ખરીદી શકાશે.
Honor X7c 5G Features : ઓનર એક્સ 7 સી 5જી ફીચર્સ
ઓનર એક્સ7સી 5જી સ્માર્ટફોનમાં 6.8 ઇંચી FHD+ TFT LCD ડિસ્પ્લે છે, જેમા 120Hz રિફ્રેશ રેટ અને 850 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. સ્કીન પ્રોટેક્શન માટે એલુમિનોસિલેક્ટ ગ્લાસ આવે છે. આ 5જી સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 Gen 2 પ્રોસેર અને એડીનો 613 GPUથી સજ્જ છે.
ઓનર એક્સ7સી 5જી સ્માર્ટફોનમાં 8GB રેમ છે, જેને 8GB વર્ચ્યુઅલ રેમ સુધી વધારી શકાય છે અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ ઉપલબ્ધ છે. ફોટોગ્રાફી માટે 50MP પ્રાયમરી કેમેરા અને2MP ડેપ્થ સેન્સર છે, જે 3x લોસલેસ ઝૂમ અને HDR જેવા ફીચર્સ સપોર્ટ કરે છે. ફ્રન્ટ કેમેરો 5MP છે અને 1080p વીડિયો કોલિંગ સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ઓનર 5જી સ્માર્ટફોનમાં 5200mAhની મોટી બેટરી છે, જે 35W ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ કરે છે. સોફ્ટવેરની વાત કરીયે તો મેજિક OS 8.0 સાથે આવે છે, જે એન્ડ્રોઇડ 15 બેઝ્ડ છે. આ મોબાઇલમાં ડ્યુઅળ સ્ટીરિયો સ્પીકર, 300 ટકા હાઇ વોલ્યૂમ મોડ, Honor Histen સાઉન્ડ સોફ્ટવેર અને 3.5mm હેડફોન જેક આવે છે.
આ પણ વાંચો | 10 હજારથી ઓછી કિંમતમાં પાંચ 5G સ્માર્ટફોન, શાનદાર ફીચર્સ અને વધુ સ્પીડ
ઓનર એક્સ 7 સી 5જી સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે પાણી અને ધૂળ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. તેમા 5 સ્ટાર ડ્રોપ રેઝિસ્ટન્ટ પણ છે. તેમા Honor Magic Capsule, One-Tap Access અને Quick Access Bookmarks જેવા સ્માર્ટ ફીચર્સ આવે છે. કનેક્ટિવિટી માટે તેમા 5G ડ્યુઅલ સિમ,Wi Fi ડ્યુઅલ બેન્ડ, બ્લૂટૂથ 5.0, GPS અને OTG સપોર્ટ આવે છે.