Honor X9b Smartphone: શાનદાર સ્માર્ટફોન પર 4000નું જંગી ડિસ્કાઉન્ટ, 108mp કેમેરા અને 5800mAhની બેટરી, જાણો સંપૂર્ણ વિગત

Honor X9b Price Cut: ઓનર એક્સ9બી સ્માર્ટફોનને એમેઝોન ઇન્ડિયા પરથી જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 108MP કેમેરા અને 5800mAhની બેટરી જેવા શાનદાર ફીચર્સ છે.

Written by Ajay Saroya
June 10, 2024 19:03 IST
Honor X9b Smartphone: શાનદાર સ્માર્ટફોન પર 4000નું જંગી ડિસ્કાઉન્ટ, 108mp કેમેરા અને 5800mAhની બેટરી, જાણો સંપૂર્ણ વિગત
Honor X9b Smartphone: ઓનર એક્સ9બી સ્માર્ટફોન (Express Photo)

Honor X9b Price Cut: ઓનર એક્સ9બી સ્માર્ટફોનને ફેબ્રુઆરી 2024 માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. મિડ-રેન્જ Honor X9b ડિવાઇસને એચટેક દ્વારા દેશમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 108MP રિયર કેમેરા, 5800mAhની બેટરી અને 6.7 ઇંચની OLED ડિસ્પ્લે જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. Honor X9b હાલ ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ ખરીદવાની તક છે. અમે તમને આ સ્માર્ટફોન પર ઉપલબ્ધ લિમિટેડ પિરિયડ ડિલ વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ …

ઓનર એક્સ9બી (Honor X9b Discount)

ઓનર એક્સ9બી સ્માર્ટફોનને દેશમાં 25,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. હવે એમેઝોન ઇન્ડિયા પર લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ હેઠળ આ ફોનને 22,999 રૂપિયામાં ખરીદી શકાશે. એટલે કે ઓનરના આ ફોનને સેલમાં 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. ઉપરાંત ગ્રાહકો આઈસીઆઈસીઆઈ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર પણ સ્માર્ટફોન મેળવી શકે છે.

આ ઉપરાંત ઇ-કોમર્સ સાઇટ પર એક્સચેન્જ ડીલ પણ આપવામાં આવી રહી છે, જેની સાથે 21,400 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર Honor X9B ખરીદવાની તક છે.

ઓનર એક્સ9બી ફીચર્સ (Honor X9b Features)

ઓનર એક્સ9બી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 1.5K રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે જે 1200 નીટ પીક બ્રાઇટનેસ લેવલ ઓફર કરે છે. ડિસ્પ્લેમાં સેલ્ફી માટે પંચ-હોલ કટઆઉટ છે.

ફોટોગ્રાફી માટે ઓનરના આ સ્માર્ટફોન માં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, 5 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ યુનિટ અને 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 5800mAhની બેટરી આપવામાં આવી છે, જે 35W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. Honor X9B સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 જેન 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ મોબાઇ એન્ડ્રોઇડ 13 ઓએસ બેઝ્ડ MagicOS 7.2 કસ્ટમ સ્કિન સાથે આવે છે.

આ પણ વાંચો | 108MP કેમેરા અને 256GB સ્ટોરેજ સાથે પોકો એમ6 સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ઓનર એક્સ9બી સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ, 5જી, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, એનએફસી, ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ