/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Honor-X9c-Smartphone-Launched.jpg)
Honor X9c Smartphone Price And Features: ઓનર એક્સ9સી સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 7025 અલ્ટ્રા ચિપસેટ આવે છે. (Photo: Social Media)
Honor X9c Smartphone Launched: ઓનર કંપનીએ પોતાનો લેટેસ્ટ ઓનર એક્સ9સી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ મલેશિયામાં Honor X9c સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. Honor X9C સ્માર્ટમાં મીડિયાટેક ડિમેન્સિટી 7025 અલ્ટ્રા ચિપસેટ, 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને 5800mAh બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટમાં અલ્ટ્રા-બાઉન્સ એન્ટિ-ડ્રોપ ટેકનોલોજી છે. ઓનરના આ હેન્ડસેટમાં મેજિક કેપ્સ્યુલ ફીચર આપવામાં આવ્યું છે, જે આઇફોનમાં જોવા મળતા ડાયનેમિક આઇલેન્ડ ફીચર જેવું જ છે. Honor X9C સ્માર્ટફોનની કિંમત અને ખાસિયતો વિશે વિગતવાર જાણીયે
Honor X9c Smart Specifications : ઓનોર એક્સ9સી સ્માર્ટ સ્પેસિફિકેશન
ઓનોર એક્સ9સી સ્માર્ટફોનમાં 6.8 ઇંચની ફુલએચડી + (2,412 x 1,080 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન ૮૫૦ નાઇટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ઓનરના આ હેન્ડસેટમાં ડિમેન્સિટી 7025 અલ્ટ્રા ચિપસેટ, 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ઓનરનો આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ MagicOS 8.0 સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે Honor X9C સ્માર્ટને પાવર આપવા માટે 5800mAh ની મોટી બેટરી આપવામાં આવી છે, જે 35W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, ઓટીજી, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. હેન્ડસેટ અંગે કંપનીનું કહેવું છે કે, આ સ્ક્રેચ-રેઝિસ્ટન્ટ બિલ્ડ છે.
Honor X9c Smartphone Camera : ઓનોર એક્સ9સી સ્માર્ટફોન કેમેરા
Honor X9c સ્માર્ટમાં ફોટોગ્રાફી માટે 108 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે જે 3x લોસલેસ ઝૂમ સાથે આવે છે. ફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં AI-સંચાલિત ઇમેજિંગ અને એડિટિંગ ટૂલ્સ છે.
ઓનર એક્સ9સી સ્માર્ટ ફોનનું ડાયમેન્શન 165.98 x 75.8 x 7.88mm મીમી અને વજન 193 ગ્રામ છે. નોંધનીય છે કે Honor X9Cમાં IP65M રેટિંગ મળે છે જે ધૂળ અને વોટર રેઝિસ્ટન્સ ધરાવે છે.
Honor X9C Smart Phone : ઓનર એક્સ9સી સ્માર્ટફોન કિંમત
તમને જણાવી દઈએ કે કંપનીએ હજુ સુધી Honor X9C સ્માર્ટની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ ફોન મલેશિયાની વેબસાઇટ પર 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. ફોનને મૂનલાઇટ વ્હાઇટ અને ઓશન સાયન કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us